Book Title: Ahmedabad Shaher Yatra Author(s): Bhavyanandvijay Publisher: Dahelano Upashray View full book textPage 6
________________ ભાદાણ છે કે આ કેશવાની 2. ઉપાશ્રયે બે બોલ. સુજ્ઞ વાચકે : હું હિન્દી ભાષા ભાષી હોવા છતાં ગુજરાતી ભાષામાં પુસ્તક લખવાને મહારે આ પહેલે નમ્ર પ્રયાસ છે. તેથી ભાષાની દૃષ્ટિએ કેટલીક ભૂલ રહી ગઈ હોય તે તે સુધારીને વાંચવા માટે વાંચકોને ભલામણ છે. પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાચલસરીશ્વરજી મ. વૃદ્ધ મુનિશ્રી શાન્તિવિજયજી (દાદા) તથા આચાર્ય દેવના શિષ્યમુમુક્ષુ ભવ્યાનન્દ્રવિજય, મુનિ રત્નાકરવિજય, ઋષિ કેશવાનન્દવિજય, બાલમુનિ કારવિજય આદિઠાણા છ નું શ્રી સંઘે અમદાવાદ પહેલાના ઉપાશ્રયે ચોમાસુ કરાવ્યું, ત્યારે આચાર્યશ્રીના ઉપદેશથી સ્થાનિક સંઘે કાઢેલ ભવ્ય શહેરયાત્રાની નેંધ બાબત આ ચેપડી લખવામાં આવી છે. આ પુસ્તક તૈયાર કરવામાં “શ્રી જૈન તીર્થ સર્વ સંગ્રહ” નામના પુસ્તકને કેટલાક આધાર લેવામાં આવેલો હોવાથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને, તથા ડહેલાના ઉપાશ્રયના મુનિમ શાહ કેશવલાલ દલસુખભાઈએ પણ કેટલીક મહત્વની માહિતી પૂરી પાડેલી હોવાથી તેમનો પણ આભાર માનું છું. સમયના અભાવે કેટલીક માહિતી નહીં આપી શકવા માટે દિલગીર છું. આ પુસ્તકમાં છપાવવામાં આવેલા બ્લેકેના ખર્ચ પેટે સાદડી. (મારવાડ) નિવાસી શ્રી સંતે કચંદ કેસરીમલ પોરવાડના ધર્મપત્ની ચુનીબાઈએ એકસો એક રૂપિયા, ડુડસી (મારવાડ) નિવાસી શ્રી હિમ્મતલાલ હીરાચંદભાઇએ એકાવન રૂપિયા, તથા અમદાવાદ પતાસા પળ બ્રહ્મપુરીવાળા શેઠ કાન્તિલાલ રતનચંદભાઈએ પચીસ રૂપિયા આપ્યા છે, તે માટે બધાને ધન્યવાદ ઘટે છે. પ્રેસ વગેરેની ભૂલને ક્ષમ્ય સમજશે, તેવી અભિલાષા સાથે વિરમું છું. તા. ૨૪-૧-૫૫ લેખક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 64