________________
જાહેર વ્યાખ્યાન. છેલ્લા દિવસના હિસાબે કસુંબાવાડના વિશાળ ચેકમાં બાંધેલ મંડપની નીચ જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. એટલી બધી માનવમેદની હતી કે વિશાળ ચોક પણ સાંકડો થઈ પડ્યો. પ્રમુખ સ્થાનેથી આચાર્ય દેવ શ્રીમદ્વિજય ઉદયસુરીશ્વરજીએ “માનવજીવનની સફલતા ' એ વિષય ઉપર અડધો કલાક વ્યાખ્યાન આપતાં શહેરયાત્રાની વિશેવતા વર્ણવી હતી. આચાર્યદેવ શ્રીમદ્વિજય ધર્મસુરિજીએ શહેરયાત્રાની ખુબ ખુબ પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે સુયગડાંગસુત્રમાં બતાવેલ પાંચ કારણે પૈકી આ એક કારણ છે.
આચાર્ય શ્રીમદવિજયે હિમાચલમુરિજીએ સર્વ પ્રથમ પધારેલ પૂજ્યવને આભાર વ્યક્ત કરેલ અને જણાવ્યું હતું કે આવા પ્રસંગે બધા પૂજ્યવરો એક જગ્યાએ બેસી વ્યાખ્યાન કરે તે જરૂર જનતા પર ઘણી અસર પડ્યા વગર ન રહે. માટે આવા ઉસ વાવૃદ્ધ આચાર્યદેવ શ્રીમવિજય ઉદયસુરિજી મ.ની અધ્યક્ષતામાં ઉજવાતા રહે અને બધા પૂજ્યવરે વિચારોની આપલે કરે તેવી હું હાર્દિક આશા રાખું છું.
આચાર્યશ્રીની આજ્ઞા થતાં બાલમુનિ શ્રી કાર વિજયજીએ એક સુંદર ભજન સંભળાવ્યો હતે. તે પછી ડહેલાના ઉપાશ્રયના આગેવાન કાર્ય કર્તા શેઠ નશીનદાસ શિવલાલભાઈએ શહેરયાત્રા કાઢવાને વિસ્તૃત કારણ બતાવ્યા પછી આમાં ભાગ લેનાર બધાને આભાર માનેલ હતો. કસુંબાવાડના શેઠ ત્રિકમભાઈની તબિયત ઠીક ન હોવાથી શેઠ મેહનલાલ ડાહ્યાભાઈએ પળ વતી સકળ સંઘને આભાર માન્યો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com