________________
૩૩
પૂર્ણ પ્રેમથી દર્શન કરી ઉપર પણ દર્શન કર્યા હતા, શ્રેયાંસ નાથના દેરાસરમાં રર અને ૨૮ તથા મહાવીરના દેરાસરમાં ૨૯ અને ડર પ્રતિમાજી છે.
શેઠ ભેગીલાલ ચુનીલાલના ઘર દેરાસરમાં મૂલનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીના દર્શન કર્યા. અહીં ધાતુના પાંચ પ્રતિમાજી છે. હાલની પોળમાં શેઠ રતનચંદ ઝવેરચંદના ઘર દેરાસરમાં મુખ્ય શ્રી શાંતિનાથ ભગવાનના દર્શન કર્યા, અહીં કેવલ ધાતુના એક પ્રતિમાજી છે. પોળના મુખ્ય દેરાસરમાં મૂલનાયક મુનિસુવ્રતસ્વામીની આગળ છેલ્લે રીત્યવંદન બધા સાથે પ્રેમથી કર્યું હતું, અહીં ૧૮ અને ૨૯ પ્રતિમાજી છે.
તે પછી ત્યાંથી નીકળી શામળાની પોળમાં થઈ મદનનેપાળની હવેલી, સાંકડીશેરી, તથા ચાંલ્લાઓળ, થઈને ડહેલાના ઉપાશ્રયે પધાયા પછી આચાર્યશ્રીએ મંગળચરણ સંભળાવ્યું અને બધા સાથે જય બોલી ઘર ભણી ઉપડી ગયા હતા. આજે પતાસાની પાંચ પ્રભાવના થઈ હતી.
સત્તર દિવસ માગશર સુદ ૧૪ તા. ૮-૧૨-૫૪ બુધવાર BREFER જની માફક આચાર્યશ્રીએ માંગલિક સંભળાFી રેમ વ્યું. તે પછી ઢીંકવાગેટ તથા ગાંધીરેડ થઈને
પાડાપાળના દેરાસરમાં જઈ મૂળનાયક શ્રી
નમિનાથજીની આગળ ભાવથી ચિત્યવંદન “ કરી ભોંયરામાં તથા ઉપર પણ દર્શન કર્યા. TET અહીં ૩૮ અને ૩પ્રતિમાજી છે.
ચાર રસ્તે સડક પર આવેલ મેડા ઉપર મૂલનાયક શ્રી સંભવનાથ ભગવાનની પ્રેમથી સ્તુતિ સ્તવના કરી હતી. અહીં ૫ અને ૧૪ પ્રતિમાજી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com