________________
અહી ૧૬ અને પટ પ્રતિમા છે, પીપરડીની પાળના દેરાસરમાં મુખ્ય શ્રી સુમતિનાથ ભગવાનના દર્શન કરી ઉપર તથા ભોંયરામાં પણ પ્રેમથી દર્શન કર્યા, અહીં ૨૩ અને પ૭ પ્રતિમાજી છે.
લામ્બેસરની પિળમાં ત્રણ દેરાસર જેડે આવેલા છે, એકમાં મૂલનાયક શ્રી ચિન્તામણિ પાશ્વનાથ, બીજામાં સહસ્ત્રફણ પાર્શ્વનાથ અને ત્રીજામાં શામળા પાર્શ્વનાથ ભગવાનના દર્શન કર્યા. આ ત્રિપુટી બહુ ભવ્ય છે. પહેલામાં ૭ અને ૨૮, બીજામાં ૭ અને ૧૮ તથા ત્રીજામાં ૨૪ અને ૧૮ પ્રતિમાજી છે.
પાછોયાની પિળના મુખ્ય દેરાસરમાં ચાર ગભારા છે. તેમાં આદીશ્વર ભગવાન, અજિતનાથ ભગવાન, ધર્મનાથ ભગવાન અને વાસુપૂજ્ય સ્વામી છે. બધી જગ્યાએ ભાવથી દર્શન કરી છેલ્લે ચૈત્યવંદન કર્યો હતો. પહેલા ગભારામાં ૧૨ અને ૪૦, બીજામાં ૨૪ અને ૩૮, ત્રીજમાં ૯ અને ૧૨ તથા ચાથામાં ૭ અને ૭ પ્રતિમાજી છે.
શેઠ ડાહ્યાભાઈ કરમચંદના ઘર દેરાસરમાં મુખ્ય શ્રી શાતિનાથ ભગવાનના દર્શન કર્યા, અહીં ધાતુના ૮ પ્રતિમાજી છે. એક સ્ફટિકના સુન્દર પ્રતિમાજી છે.
શેઠ મંગળદાસ નગીનદાસના ઘર દેરાસરમાં શાન્તિનાથ ભગવાનની સ્તુતિ કરી હતી. અહીં ધાતુના એક પ્રતિમાજી છે, શેઠ પુરુષોત્તમદાસ રવચંદના ઘર દેરાસરમાં અજિતનાથ ભગવાનના દર્શન વંદન કર્યા. અહી પણ ધાતુના એક પ્રતિમા છે.
રેઠ ચન્દુલાલ અમથાલાલના ઘર દેરાસરમાં મહાવીર સ્વામીના પૂર્ણ પ્રેમથી દરશન કર્યા, અહીં ૧ અને ૩ પ્રતિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com