________________
૪૩
వనక్క
ELESE
ચોવીસમે દિવસ માગશર વદ ૬ તા. ૧૫-૧૨-૫૪ બુધવાર
જે પણ આચાર્યશ્રીના મુખથી મંગળાચરણ આ સંભળાવ્યા પછી બેન્ડ વાજાના સદા સાથે
રવાના થયા. પુલ નીચે થઇને ભઠીની
બારીમાં આવેલ શ્રી વીરવિજયજીના ઉપાSિS શ્રયના દેરાસરમાં મૂલનાયક શ્રી અજિતનાથ
BR ભગવાનની આગળ પ્રેમથી વીત્યવંદન કર્યું. અહીં ૩ અને ૯ પ્રતિમાજી છે. બાજુની છત્રીમાં પં. વીરવિજય મ૦ ની મૂર્તિ પણ છે.
ડોસીવાડા પોળની સામે શેઠ પનાલાલ ઉમાભાઇની હવેલીમાં પધરાવેલ ધર્મનાથ ભગવાનની સ્તુતિ કરી. અહીં ધાતુને ૮ અને સફટિકના એક પ્રતિમાજી છે.
પતાસાપળની નવી પિળમાં શેઠ ડાહ્યાભાઈ મગનલાલના દેરાસરમાં મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનના દર્શન કરી આચાર્યશ્રીએ પિળના ચાકમાં માંગલિક સંભલાવી વાસક્ષેપ બધાને કર્યો હતો. અહીં ધાતુના ૭ પ્રતિમાજી છે.
અદાસાની ખડકીમાં શેઠ ચંદુલાલ ભીખાભાઈના ઘર દેરાસરમાં શ્રી શીતલનાથ ભગવાનની સ્તુતિ કરી હતી. અહીં ધાતુના પાંચ પ્રતિમાજી છે.
બ્રહ્મપુરીમાં શેઠ ચંદુલાલ બેચરદાસના ઘરદેરાસરમાં આદીશ્વર ભગવાનના દર્શન કરી આચાર્યશ્રીએ ત્યાં માંગલિક સંભળાવી વાસક્ષેપ કર્યો હતે.
અહીં પણ ધાતુના ૫ પ્રતિમાજી છે. શેઠ કાન્તીલાલ ભાઈએ લાડવાની પ્રભાવના કરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com