________________
શ્રી પુણ્યવિજયજીના કહેવાથી ત્યાં આચાર્યશ્રીએ મંગલાચરણ કર્યું, તે પછી ગયા તેજ રાસ્તે થઇ ડહેલાના ઉપાશ્રય આવી માંગલિક સાંભળી બધા સંઘ વિખરાઈ ગયો હતો, આજે પતાસાની બે પ્રભાવના થઈ હતી.
તેરમે દિવસ. માગશર સુદ ૯ તા. ૪-૧૫ ૧૯૫૪ શનિવાર
ત્યના નિયમ પ્રમાણે સંઘ ભેગે થયેએટલે આચાર્યશ્રીએ મંગલાચરણ કર્યું. તે પછી ગાજતે વાજતે ચાંલ્લાઓળમાં થઈને ઘાંચીની પિળના દેરાસરમાં મૂલનાયક શ્રી સંભવનાથ ભગવાનના દર્શન અને ભાવપૂર્વક ચૈત્યવંદન બધા સાથે કરી મેડા
ઉપર પણ દર્શન કર્યા, અહીં, ૪ અને જ ૧૧૫ પ્રતિમાજી છે,
ત્યાંજ શેઠ ચન્દુલાલ ચુનીલાલના મકાનમાં રહેલ પાર્શ્વનાથ ભગવાનના દર્શન કર્યા, અહીં ધાતુના એક પ્રતિમાજી છે, શેઠ મનસુખરામ પ્રેમચંદના મકાનમાં શ્રી આદીશ્વર ભગવાનની સ્તુતિ સ્તવના કરી હતી, અહીં પણ એક પ્રતિમા ધાતુના છે.
શેઠ ત્રિકમલાલ વાડીલાલના ઘર દેરાસરમાં પાર્શ્વનાથ ભગવાનને પ્રેમથી દર્શન કર્યા. અહીં પણ એક જ પ્રતિમા ધાતુની છે, વાડીલાલ પુંજાભાઇના મકાનમાં શ્રી ચન્દ્રપ્રભુ ભગવાનના પણ સપ્રેમ દર્શન કર્યા. અહી ધાતુના ૪ પ્રતિમાજી છે. સેઠ મોહનલાલ હઠીસિંગના ઘર દેરાસરમાં આદીશ્વર ભગવાનના દર્શન કર્યો, અહીં ધાતુના ૫ પ્રતિમાજી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com