________________
ત્યાંથી નિકળી શેઠ માણેકલાલ મનસુખભાઈના બંગલામાં મૂલનાયક સંભવનાથ ભગવાનની આગળ ચૈત્યવંદન ભાવથી કર્યું અહીં કેવલ ધાતુના સાત પ્રતિમાજી છે.
તે પછી મંગલ પારેખના ખાંચાના એક દેરાસરમાં મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી બીજા દેરાસરમાં ગાડી પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી ત્રીજા દેરાસરમાં શ્રીશક્તિનાથ ભગવાનના પણ દર્શન કર્યા હતા. પાશ્વનાથના દેરાસરમાં ૩ અને ૭ પ્રતિમા છે. ગેડીપાર્શ્વનાથના દેરાસરમાં ૯ અને ૭ તથા શાંતિનાથના દેરાસરમાં ૩ અને ૨૦ પ્રતિમાજી છે.
ત્યાર બાદ ચુનારાના ખચે દર્શન માટે પધાર્યા. ત્યાં મૂલનાયક શ્રી ચિતામણિ પાર્શ્વનાથ ભગવાનની આગળ ચિત્યવંદન કર્યું. અહીં ૬ અને ૧૪ પ્રતિમા છે.
પછી શેઠ રમણલાલ જેચંદભાઈના ઘર દેરાસરમાં પધરાવેલ શીતલનાથ ભગવાનના દર્શન કર્યા. અહી કેવલ ધાતુની ૫ પ્રતિમા છે.
આગળ દરવાજાના ખાંચાના એક દેરાસરમાં મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનના દર્શન વંદન કરી બીજા દેરાસરમાં મૂલનાયક શ્રી કુંથુનાથ ભગવાનના પ્રેમથી દર્શન કર્યા પહેલા દેરાસરમાં ૫ અને ૭ તથા બીજામાં ૩ અને ૮ પ્રતિમાજી છે.
ત્યાંથી નિકલી કુવાવાલી પિળના દેરાસરમાં મૂલનાયક શ્રી સંભવનાથ ભગવાનની આગળ છેલે ચિત્યવંદન બધા સાથે કર્યો. અહીં ૧૭ અને ૧૭ પ્રતિમાજી છે.
તે પછી દિલ્હી દરવાજે ઘીકાંટા, ઝવેરીવાડના નાકે થઈ રતનપળ થઈ ડહેલાના ઉપાશ્રયે આવી આચાર્યશ્રીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com