Book Title: Agam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 22
________________ ૨-૫૮ તેનાથી સંખ્યાતગણી દેવકર-ઉત્તરકુરની મનુષ્ય સ્ત્રી [ઈત્યાદિ સૂત્રાર્થમાં જણાવ્યા મુજબ જ વૃત્તિમાં છે, તેથી પુનરુક્તિ કરેલ નથી.] ભાવના પણ પ્રાપ્ય જાણવી. હવે સ્ત્રીવેદકર્મનું જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિમાન કહે છે – • સૂત્ર-પ૯ : ભગવાન ! સ્ત્રીવેદ કમની કેટલા કાળની બંધસ્થિતિ કહી છે ? ગૌતમ ! જન્યથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યુન દોઢ સાગરોપમનો સાતમો ભાગ છે. ઉત્કૃષ્ટ-પંદર કોડાકોડી સાગરોપમ. ૧૫૦૦ વર્ષ બાધાકાળ, બાહુનિક કસ્થિતિ કનક. વેદ કયા પ્રકારે ફંક અનિ સમાન છે. તે પીઓ. • વિવેચન-૫૯ - શ્રી વેદ નામના કર્મની કેટલો કાળની બંધસ્થિતિ છે ? ગૌતમ! દોઢ સાગરોપમના સાતમા ભાગમાં પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન. તે આ રીતે - જે પ્રકૃતિનો જે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ છે, તેમાં મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ go કોડાકોડી સાગરોપમનો ભાગ દેવાથી જે રાશિ પ્રાપ્ત થયા છે, તેમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાણ ઘટાડી, તે પ્રકૃતિની જઘન્ય સ્થિતિ પ્રાપ્ત થાય છે. સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોડાકોડી સાગરોપમ છે, તેથી ૧૫/go કોડાકોડી સાગરોપમ પ્રાપ્ત થશે. તેથી છેદ ઉડાડતા દોઢ સપ્તમાંશ કોડાકોડી સાગરોપમ સ્થિતિ બને છે. તેમાં પચોપમનો અસંખ્યાતમો ભાગ ચુન કરવાથી ઉપરોક્ત સ્થિતિ થાય છે. આ વ્યાખ્યા મૂળ ટીકા અનુસાર છે. પંચસંગ્રહના મતે પણ આ જ જઘન્ય સ્થિતિ પરિમાણ છે, માત્ર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ન કહેવો. કમપ્રકૃતિ સંગ્રહણીકારે જઘન્ય સ્થિતિ માટે બીજી વિધિ બતાવી છે - જ્ઞાનાવરણીયાદિ - X - X · કર્મોની પોત-પોતાની પ્રકૃતિ જ્ઞાનાવરણ આદિ - X - X - વર્ગ કહેવાય છે. વર્ગોની પોત-પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય, તેમાં મિથ્યાત્વની ઉકષ્ટ સ્થિતિનો ભાગ દેવાથી જે પ્રાપ્ત થાય છે તેમાં પલ્યોપમનો સંગાત ભાગ ઓછો કરવાથી જઘન્ય સ્થિતિ આવે છે. અહીં વેદ નોકષાયમોહનીય વર્ગની પ્રકૃતિ છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કોડાકોડી સાગરોપમની છે. તેમાં સીતેર કોડાકોડી સાગરોપમનો ભાગ દેવાથી શૂન્યને શૂન્યથી કાપતા , બેસતમાંશ કોડાકોડી સાગરોપમ સ્થિતિ થાય છે. તેમાં પલ્યોપમનો અસંખ્યાત ભાગ ચુન કરવાથી સ્ત્રી વેદની જઘન્ય સ્થિતિ પ્રાપ્ત થાય. ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોડાકોડી સાગરોપમની છે. સ્થિતિ બે પ્રકારે છે - કમરૂપતા અવસ્થાનરૂપ અને અનુભવ યોગ્ય. અહીં જે સ્થિતિ બતાવી છે, તે કર્મરૂપતાવસ્થાનરૂપ છે. અનુભવયોગ્ય સ્થિતિ તો અબાધાકાળથી હીન હોય છે. જે કર્મની જેટલા કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે, તેટલા જ સો વર્ષની તેની અબાધા હોય છે. જેમકે સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોડાકોડી સાગરોપમની છે, તો તેનો અબાધાકાળ ૧૫૦૦ વર્ષ થાય છે. ૩૦ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ અર્થાત આટલો કાળ તે બાંધેલી પ્રકૃતિ ઉદયમાં આવતી નથી અને પોતાનું ફળ આપતી નથી. અબાઘાકાળ વીત્યા પછી જ કમંદલિકોની ચના થાય છે. તેને કર્મ નિષેક કહેવાય છે. અબાધાકાળથી હીન કર્મસ્થિતિ જ અનુભવ યોગ્ય હોય છે. હવે સ્ત્રીવેદ કોંદયજનિત જે સ્ત્રીવેદનું સ્વરૂપ કહે છે. ગૌતમ ! તે કુંકુકછાણના અગ્નિ સમાન છે, તે ધીમે ધીમે જાગૃત થાય છે અને લાંબા કાળ સુધી રહે છે. સ્ત્રી અધિકારપૂર્ણ થયો. • સૂત્ર-૬૦ : તે પરોના પ્રકાર કેટલા છે? ત્રણ ભેદ – તિર્યંચયોનિક પરષ, મનુષ, દેવપુર... તે તિર્યંચપુરુષ કેટલા ભેદે છે? ત્રણ ભેદે - જલચર, સ્થલચર, ખેચર. સ્ત્રી અધિકારવત ભેદો કહેવો ચાવત ખેચર. તે ખેચરો, બેચર તિયચ પરષો ઉAI. તે મનુષ્ય પુરષો કેટલા ભેદે છે? કમભૂમકા, અકર્મભૂમકા, તદ્વપકા તે મનુષ્યપુરુષો છે... તે દેવપુરુષો કેટલા ભેદે છે? ચાર ભેદે છે. સ્ત્રી ભેદવર્તી કહેવા યાવતુ સવાથસિદ્ધ.. • વિવેચન-૬૦ : પુરષો ત્રણ ભેદે કહ્યા છે – તિર્યંચયોનિકાદિ (સૂત્રવત). તે તિર્યંચયોનિક પુરષો ત્રણ ભેદે કહ્યા છે – જલચર પુરુષાદિ ત્રણ. મનુષ્યપુરુષો પણ ત્રણ ભેદે છે – કર્મભૂમકાદિ ત્રણ દેવ પુરુષો ચાર ભેદે છે – ભવનવાસી, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક. ભવનપતિ-અસુરાદિ ભેદથી દશ પ્રકારે છે. વ્યંતર પિશાચાદિ ભેદથી આઠ પ્રકારે છે. જ્યોતિક ચંદ્રાદિ ભેદથી પાંચ પ્રકારે. વૈમાનિકો-કપોપપ, કપાતીત બે ભેદે. કલ્પોપપન્ન સૌધર્માદિભેદથી બાર ભેદે. કાતીત બે ભેદે – શૈવેયક અને અનુતરોપપાતિક. હવે સ્થિતિ કહે છે - • સૂત્ર-૬૧ - ભગવન્! પુરુષોની કેટલી કાળસ્થિતિ છે? ગૌતમ! જઘન્ય અંતર્મહતું, ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ. તિયચયોનિક પુરુષો અને મનુષ્યોની સ્ત્રીઓની સ્થિતિવ4 પરપોની સ્થિતિ જાણવી. દેવપુરષોની યાવતું સવર્થસિદ્ધ, સ્થિતિ પ્રજ્ઞાપનાવત કહેવી.. • વિવેચન-૬૧ : પુરુષને પોત-પોતાનો ભવ છોડ્યા વિના કેટલો કાળ સ્થિતિ કહી છે ? ભગવંતે કહ્યું - જઘન્યથી અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ. તે અનુત્તરસુર અપેક્ષાએ જાણવું. બીજાને તે સ્થિતિનો અભાવ છે. તિર્યંચયોનિકોમાં ઔધિક, જલચર, સ્થલચર, ખેચરોની ઓની જે સ્થિતિ કહી છે, તેમ કહેવી. મનુષ્યોની પણ ઔધિકકર્મભૂમિકની - x• અકર્મભૂમિકની - x - પોતપોતાના સ્થાને જે સ્ત્રીઓની સ્થિતિ છે, તે જ પુરુષોની કહેવી. જેમકે – સામાન્ય તિર્યંચયોનિક પુરુષોની જઘન્યથી

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104