Book Title: Agam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 33
________________ ૩|નર-૧/૪ * પ્રતિપત્તિ-૩-"યનર્વિધ" 0—0—0—0—0 ૦ બીજી પ્રતિપત્તિ કહી, હવે ત્રીજી પ્રતિપત્તિ કહે છે – • સૂત્ર-૪ : તેમાં જે એમ કહે છે - સંસારી જીવો ચાર ભેદે કહ્યા છે, તે એમ કહે છે – નૈરસિક, તિર્યંચ, મનુષ્ય, દેવ. ૫૧ • વિવેચન-૩૪ : તે દશ પ્રતિપત્તિઓમાં જે આચાર્યો એમ કહે છે કે – સંસારી જીવો ચાર ભેદે કહ્યા છે - તેઓ વૈરયિકાદિ ચાર ભેદ બતાવે છે. પ્રતિપત્તિ-૩-નૈરયિક” ઉદ્દેશો-૧ છે — x — x — x — x − x — • સૂત્ર-૫ થી ૮૦ - [૫] તે નૈરયિકો શું છે ? તે સાત ભેદે છે - પહેલી પૃથ્વી નૈરયિક, બીજી પૃથ્વી નૈરયિક યાવત્ સાતમી પૃથ્વી નૈરયિક. [૬] ભગવન્ ! પહેલી પૃથ્વીનું શું નામ, શું ગોત્ર છે ? ગૌતમ ! નામ‘ધમ્મા’ છે. ગોત્ર રત્નપ્રભા છે ભગવન્ ! બીજી પૃથ્વીનું શું નામ, શું ગોત્ર છે ? ગૌતમ ! નામ‘વંસા' ગોત્ર શર્કરાભા છે, એ રીતે આ આલાવાથી બધાંની પૃચ્છા કરવી નામો આ પ્રમાણે – શ્રીજી સેલા, સૌથી અંજના, પાંચમી રિષ્ઠા, છઠ્ઠી મઘા, સાતમી માઘવતી. [૭] સાત પૃથ્વીના ક્રમશઃ નામ છે – ધર્મા, વંશા, શૈલા, અંજના, રિષ્ટા, મઘા, માઘવતી... [૮] સાત પૃથ્વીના ગોત્ર ક્રમશઃ છે – રત્ના, શકરા, વાલુકા, પકા, ધૂમા, તમા, તમામા. [૯] ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી કેટલી મોટી છે ? ગૌતમ ! તે ૧,૮૦,૦૦૦ યોજન બાહલ્સથી છે. આ આલાવા મુજબ આમ જાણવું – [૮૦] ક્રમશઃ સાતેનું બાહ્ય એક લાખ ઉપરાંત એંશી, બત્રીશ, અઠ્ઠાવીશ, વીશ, અઢાર, સોળ, આઠ હજાર યોજન છે. • વિવેચન-૭૫ થી ૮૦ : આ નૈરયિકો સાત ભેદે છે – પહેલી પૃથ્વીના નૈરયિક ઈત્યાદિ. હવે પ્રત્યેક પૃથ્વીના નામ, ગોત્ર કહે છે. તેમાં - અનાદિકાળ સિદ્ધ અન્વર્ય રહિત તે નામ, સાન્વર્ટ નામ તે ગોત્ર. તેના પ્રતિપાદન માટે કહે છે – અનાદિ કાળ પ્રસિદ્ધ અન્વર્ટ રહિત નામ કયા છે ? અને અન્વર્ણયુક્ત નામ [ગોત્ર] કયા છે? નામથી ધર્મા, ગોત્રથી રત્નપ્રભા. અન્વર્થ આ રીતે – રત્નોનું બાહુલ્ય જ્યાં છે, તે રત્નપ્રભા. આ રીતે બાકીના સૂત્રો પ્રત્યેક પૃથ્વી પ્રશ્ન-ઉત્તર રૂપે કહેવી. વિશેષ આ - શર્કરાનું બાહુલ્ય જેમાં છે તે શર્કરાપ્રભા, ધૂમના જેવી પ્રભા ધૂમપ્રભા, તમસનું બાહુલ્ય જેમાં ૫૨ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ છે તે તમઃપ્રભા, પ્રકૃષ્ટ તમઃપ્રભા, તે તમામપ્રભા. કોઈક પુસ્તકમાં સંગ્રહણી ગાથા છે – જેમાં સાત પૃથ્વીના ધર્મ આદિ સાત નામો, રત્ના આદિ સાત ગોત્રોનો ઉલ્લેખ છે. હવે પ્રત્યેક પૃથ્વીનું બાહુલ્ય - નામની અપેક્ષા ગોત્રની પ્રધાનતા છે, તેથી રત્નપ્રભાદિ ગોત્રના ઉલ્લેખથી પ્રશ્નોત્તર કરાયા છે. ભગવંતે કહ્યું – ૧,૮૦,૦૦૦ બાહલ્યથી છે. એ રીતે બધાં સૂત્રો કહેવા. • સૂત્ર-૮૧ : ભગવન્ ! આ નપભા પૃથ્વી કેટલા ભેદે છે? ગૌતમ ! ત્રણ ભેટે ખકાંડ, પંકબહુલકાંડ, બહુલકાંડ... ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીનો ખરકાંડ કેટલા ભેટે છે ? ગૌતમ ! ૧૬-ભેટે-રત્ન, વજ્ર, વૈર્ય, લોહિતાક્ષ, મસારગલ્લ, હંસગર્ભા, પુલક, સૌગંધિક, જ્યોતિસ, અંજન, અંજનપુલક, રજત, જાત્યરૂપ, અંક, સ્ફટિક અને ષ્ટિ. ભગવન્ ! આ રત્નપભા પૃથ્વીનો રત્નકાંડ કેટલા ભેદે છે? ગૌતમ! એક પ્રકારે. અબહુલકાંડ કેટલા ભેદે છે ? એક પ્રકારે... ભગવન્ ! શર્કરાપ્રભા પૃથ્વી કેટલા ભેદે છે ? ગૌતમ ! એક પ્રકારે. આ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું. ♦ વિવેચન-૮૧ : આ રત્નપ્રભાપૃથ્વીના કેટલા પ્રકાર, કેટલા વિભાગ કહ્યા છે? ગૌતમ! ત્રણ વિભાગ છે - ખરકાંડ આદિ, કાંડ એટલે વિશિષ્ટ ભૂભાગ. ખર-કઠિન, તેમાં પહેલા ખરકાંડ, પછી પંકબહુલ, પછી અબહુલ. રત્નપ્રભા પૃથ્વીમાં ખરકાંડ કેટલા ભેદે છે? ગૌતમ! સોળ વિભાગ છે. પહેલો રત્નકાંડ, બીજો વજ્રકાંડ, ત્રીજો વૈસૂર્યકાંડ ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું તેમાં રત્ન - કર્કેતનાદિ, તેની મુખ્યતાવાળો કાંડ તે રત્નકાંઠ, એ રીતે બધાં કહેવા. એકૈક કાંડનું હજાર યોજન બાહલ્સ છે. રત્નકાંડના કેટલા વિભાગ કહ્યા છે? એક પ્રકાર. એ રીતે બાકીના કાંડના પ્રશ્નોત્તર ક્રમથી કહેવા. એ રીતે પંકબહુલ, અબહુલ પણ કહેવા. બાકી સૂત્રો પાઠ સિદ્ધ છે. હવે પ્રત્યેક પૃથ્વી નકાવાસ સંખ્યા કહે છે – • સૂત્ર-૮૨ થી ૮૫ : [૮૨] ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નક-આવાસ છે ? ગૌતમ! ૩૦-લાખ. આ આલાવાથી બધી પૃચ્છા-ગાથા. [૮૩] ત્રીશ, પચીશ, પંદર, દશ, ત્રણ લાખ, પાંચ ન્યૂન એક લાખ અને પાંચ અનુત્તર નસ્કો... [૮૪] યાવત્ અધસપ્તમીમાં પાંચ અનુત્તર મહા-મોટા મહાનકો કહ્યા છે કાલ, મહાકાલ, રૌરવ, અતિૌરવ અને પતિષ્ઠાન... [૮૫] ભગવન્ ! આ રત્નપ્રભાપૃથ્વી નીચે નોદધિ, ઘનવાત, તનુવાત, અવકાશાંતર છે? હા, છે. અધઃસપ્તમી સુધી કહેવું. -

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104