Book Title: Agam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૩}તિચ-૧/૧૩૧
પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની પૃચ્છા. ભુજમ પરિસર્ષ મુજબ કહેવું. વિશેષ એ - ઉદ્ધતીને આધ:સાતમી નરક સુધી જાય. સાડા બાર લાખ કુલ કોડી યોનિ પ્રમુખ ચાવત કહી છે.
ભગવાન ! ચતુરિન્દ્રિયની કેટલી જાતિ કુલ કોડી યોનિ પ્રમુખ કહી છે ? ગૌતમ ! નવ લાખ જાતિ કુલ કોડી પ્રમુખ યાવતું કહી છે. કેન્દ્રિયોની પૃચ્છા.. ગૌતમ ! આઠ લાખ જાતિ કુલ વાવ કહી છે. ભગવાન ! બેઈન્દ્રિયોની ? ગૌતમ ! સાત લાખ જાતિ કુલ કોડી પ્રમુખ.
વિવેચન-૧૩૧ -
ભગવન્પક્ષીઓને કેટલી વેશ્યા છે ? ગૌતમ ! છ - કૃષ્ણ યાવતુ શુક્લ લેશ્યા. પરિણામના સંભવથી તેમને દ્રવ્ય કે ભાવથી બધી લેશ્યા છે. તે જીવોની દષ્ટિ સમ્યક - મિથ્યા - સમ્યકમિટ્યા છે ? ગણે છે. તે જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? બંને છે, જે જ્ઞાની છે, તે બે કે ત્રણ જ્ઞાની છે. અજ્ઞાની પણ બે કે ત્રણ અજ્ઞાનવાળા છે. તે જીવો મન-વચન-કાય યોગી છે ? ગણે. તે જીવો સાકારોપયુક્ત છે કે અનાકારોપયુક્ત? ગૌતમ ! બંને છે. તે પક્ષીઓ મરીને ક્યાં ઉત્પન્ન થાય છે ? જેમ પ્રજ્ઞાપનાના વ્યુત્ક્રાંતિષદમાં કહ્યું છે, તેમ જાણવું.
ભગવન! તે પક્ષીની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ. તે જીવોને કેટલા સમુદ્ધાતો છે ? પાંચ - વેદના, કષાય, મારણાંતિક, વૈક્રિય અને તૈજસ સમુઠ્ઠાત. તે જીવો મારણાંતિક સમુદ્ધાતથી સમવહત થઈને મરે છે કે અસમવહત? બંને રીતે મરે.
તે જીવો અનંતર ઉદ્વર્તીને કયા જાય છે ? જેમ દ્વિવિધ પ્રતિપત્તિમાં કહ્યું છે તેમ કહેવું. તે જીવોની કેટલા પ્રમાણમાં યોનિ પ્રમુખ જાતિ કુલકોટિ છે ? બાર લાખ. તેમાં જાતિ કુલ યોનિનું સ્થૂળ દેટાંત પૂર્વાચાર્યોએ આ પ્રકારે બતાવેલ છે - જાતિ એટલે તિર્યગૃજાતિ, વન - કૃમિ, કીટ, વૃશ્ચિકાદિ. આ કુલ યોનિપ્રમુખ છે અથતુ એક યોનિમાં અનેક કુળ હોય છે. જેમકે છગણ યોનિમાં કૃમિકુળ, કીટકુળ, વૃશ્ચિકકુળ આદિ અથવા “જાતિકુળ' એક પદ છે. જાતિકુળ અને યોનિમાં પરસ્પર આ વિશેષતા છે કે એક યોનિમાં અનેક જાતિકુળ સંભવે છે. • x • આ પ્રકારે એક જ યોનિમાં અવાંતર જાતિભેદ હોવાથી અનેક યોનિપ્રમુખ જાતિકુળ હોય છે.
દ્વારોના સંબંધમાં અહીં સંગ્રહણી ગાથા છે - યોનિ સંગ્રહ, લેશ્યા, દૈષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, ઉપપાત, સ્થિતિ, સમુઠ્ઠાત, ચ્યવન, જાતિ કુલકોટિનું આ સૂત્રમાં પ્રતિપાદન છે.
ભગવદ્ ! ભુજગોનો કેટલા ભેદે યોનિસંગ્રહ કહ્યા છે ? ઇત્યાદિ પક્ષિવત્ સંપૂર્ણ કહેવું. વિશેષ આ- સ્થિતિ, ચ્યવન, કુલકોટિમાં તફાવત છે. સ્થિતિ - જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોટી. ચ્યવન-ઉદ્વર્તના. નરકમાં નીચે બીજી પૃથ્વી સુધી અને ઉપર સહસાર કા સુધી ઉપજે છે. જાતિકુલ કોટિ યોનિ પ્રમુખ નવ લાખ છે. એ
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) પ્રમાણે ઉર:પરિસર્પ પણ કહેવા. વિશેષ આ - ઉદ્વર્તના પાંચમી નરક સુધી કહેવી. જાતિકુલ કોટિ દશ લાખ છે.
ચતુષદોનો યોનિસંગ્રહ બે ભેદે છે - પોતજ અને સંમૂર્ણિમ. જે અંડજ સિવાયના ગર્ભ બુકાંત છે, તે બધાં જરાયુજ કે જરાયુજ ‘પોતજ' કહ્યા છે. તેથી જ બે પ્રકારનો યોનિ સંગ્રહ કહેલ છે. અન્યથા ગાય આદિ જરાયુજ છે અને સપદિ અંડજ છે આ બે અને એક સંમૂર્ણિમ એમ ત્રણ પ્રકારે યોનિસંગ્રહ કહેવાત. પોતજ ત્રણ ભેદે કહ્યા - સ્ત્રી, પુરુષ અને નપુંસક. તેમાં સંમૂર્ણિમ છે તે બધાં નપુંસક છે. બાકીના દ્વારા પૂર્વવત્ કહેવા. વિશેષ આ - સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. ઉદ્વર્તના ચોથી નક સુધી અને ઉપર સહસાર કા સુધી. ઈત્યાદિ - ૪ -
જલચરોનો કેટલો યોનિસંગ્રહ છે ? ત્રણ ભેદે છે - અંડજ, પોતજ, સંમૂર્ણિમ. બાકી સૂત્રાર્થ મજુબ જાણવું. - x •x - ચઉરિન્દ્રિયની જાતિકુલ કોડી યોનિ પ્રમુખ નવ લાખ, તેઇન્દ્રિયની આઠ લાખ અને બેઈન્દ્રિયની સાત લાખ. - - - આ જાતિકુલ કોટી યોનિજાતિયા છે, તેથી ભિન્ન જાતિયના અવસરથી ભિન્નજાતિય ગંઘાંગોની પ્રરૂપણા કરે છે –
• સૂત્ર-૧૩ર :
ભગવન! ગંધ કેટલા કહ્યા છે? ગંધશત કેટલા છે? ગૌતમ! સાત ગંધ, સાત ગંધશત કહેલ છે. ભગવાન ! ફૂલોની કેટલા લાખ જાતિકુલ કોડી યોનિ પ્રમુખ કહી છે? ગૌતમ! ૧૬ લાખ. તે - ચાર લાખ જલજ યુપોની, ચાર લાખ સ્થલજ પુષ્પોની, ચાર લાખ મહાવૃક્ષોના ફૂલોની, ચાર લાખ મહામુભિક ફુલોની.
ભગવાન ! વલ્લી અને વલ્લીશત કેટલા પ્રકારે છે ? ગૌતમ ચાર વલ્લી, ચાર વલ્લીશત છે... ભગવન ! લતા કેટલી છે, લતાશત કેટલા છે? આઠ લતા અને આઠ ઉતારશત છે.
ભગવન! હરિતકાય અને હરિતકાયશત કેટલા છે ? ગૌતમ ત્રણ હરિતકાય, ત્રણ હરિતકાયત કહેલ છે. બિંટબદ્ધ ફળના હજાર પ્રકાર, નાલબદ્ધ ફળના હાર પ્રકાર, એ બધાં હરિતકામમાં સમાવિષ્ટ છે. આ પ્રમાણે સૂઝ દ્વારા
વય સમજવાથી, બીજા દ્વારા સૂત્રમાં સમજાવવાથી, ચિંતન કરવાથી, પુનઃ પયલિોયન કરવાથી આ બધાં ત્રસ અને સ્થાવર બે કાયોમાં સમાવિષ્ટ થાય છે. આ પ્રમાણે પૂafપર વિચારણાથી આજીવિક દૈષ્ટાંતથી ૮૪-લાખ પતિ કુલ કોડી યોનિ પ્રમુખ થાય છે તેમ જિનવરોએ કહેલ છે.
• વિવેચન-૧૩૨ :
અહીં મૂળપાઠમાં “ગંધ” શબ્દ છે, તે ‘ગંધાંગ'નો વાચક છે. તેથી ‘ગંધાંગ’ કેટલા છે ? ગંધાંગશત • ગંધાંગની પેટા જાતિ કેટલા ૧૦૦ છે ? ગંધાંગ સાત છે, ગંધાંગશત સાત છે. સાત ગંધાંગ આ પ્રમાણે - મૂલ, વચા, કાઠ, નિયતિ, પત્ર,