Book Title: Agam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
3/મનુષ્ય/૧૪૩
09
ચમતથી લવણ સમુદ્રમાં 300 યોજન ગયા પછી દક્ષિણ દિશામાં એકોટક મનુણોનો એકોરક નામે દ્વીપ કહ્યો છે. તે દ્વીપની લંબાઈ-પહોળાઈ 300 યોજન છે, ૯૫o યોજનથી કંઈક અધિક પરિધિયુક્ત છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી ઘેરાયેલ છે. તે પાવર વેદિકા આઠ યોજના ઉચ્ચત્વથી ઉક્ત છે, ૫૦૦ ધનુષ વિકંભથી એકોકદ્વીપને ઘેરીને રહી છે. તે પાવર વેદિકાનું આવા પ્રકારે વર્ણન છે - તેની નિમા વજમય છે. એ પ્રમાણે વેદિકા વર્ણન રાજાશ્મીય સૂત્રમાં જેમ કરેલ છે, તેમ કહેવું.
• વિવેચન-૧૪૩ :
દક્ષિણ દિશાના એકોરુકાદિ મનુષ્યો શિખરી પર્વતાદિ ઉપર પણ હોય છે, તે મેરની ઉત્તરે છે, તેથી તેના વ્યવચ્છેદાર્થે અહીં ‘દક્ષિણ દિશાનો' એમ કહ્યું. ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતનો અન્ય સંભવ હોવાથી, અહીં “આ જંબૂદ્વીપમાં" એમ કહ્યું મેરની દક્ષિણે ચુલ્લ હિમવત્ વર્ષધર પર્વતની. અહીં “ચુલ્લ' ગ્રહણ મા હિમવંત વર્ષધર પર્વતના વવચ્છેદાર્ચે છે. પૂર્વરૂપ ચરમાંતથી ઇશાન ખૂણામાં લવણ સમુદ્રમાં ૩૦૦ યોજના ગયા પછી ચુલ્લ હિમવંત દાઢાની ઉપર, દક્ષિણ દિશાનો કોક દ્વીપ છે. તે લંબાઈ-પહોળાઈથી ૩૦૦ યોજન, સાધિક ૯૪૯ યોજના પરિધિચી છે.
• સૂત્ર-૧૪૪ -
તે પાવર વેદિકા એક વનખંડ વડે ચોતરફથી ઘેરાયેલ હતી. તે વનખંડ દેશોન બે યોજન ચકવાત વિખંભથી વેદિકાસમ રિધિથી કહેલ છે. તે વનખાંડ કૃણ, કૃણાવભાસ ઈત્યાદિ જેમ રાજપનીયમાં વનખંડ વર્ણન છે, તેમ સંપૂર્ણ કહેવું. તૃણોના વર્ણ, ગંધ, સ્પર્શ, શબ્દ તથા વાવડી, ઉત્પાત પર્વત, પૃedીશિલાપટ્ટક કહેવા યાવતું ત્યાં ઘણાં સંત દેવ-દેવીઓ યાવત્ વિચરે છે.
• વિવેચન-૧૪૪ :
તે એકોક નામક દ્વીપ એક પાવરવેદિકારી, એક વનખંડથી બધી દિશામાં સમસ્તપણે ઘેરાયેલ છે. તેમાં પાવર વેદિકા આદિ વર્ણન કહેવાનાર જંબૂદ્વીપ જગતી ઉપરની પાવર વેદિકા અને વનખંડ વર્ણનવત્ કહેવું. * * *
• સૂઝ-૧૪૫
કોરઠદ્વીપ દ્વીપનો અંદરનો ભૂમિભાગ બામરમણીય કહેલ છે. જેમ કોઈ આલિંગપુર હોય એ રીતે શયનીય કહેવું યાવતુ પૃedીશિલાપક, ત્યાં ઘણાં એકોકદ્વીપક મનુષ્યો અને સ્ત્રીઓ બેસે છે યાવત્ વિચરે છે.
હે આયુષ્યમાન શ્રમણ ! એકોક દ્વીપમાં તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણાં ઉદ્દાલક, કોદ્દાલક, કૃતમાલ, નયમાલ, નૃત્યમાલ, શૃંગમાલ, શંખમાલ, દંતમાલ, શેલમાલક નામે હુમગણ કહ્યા છે. તે કુસ-વિકુસ-વિયુદ્ધ-વૃક્ષ મૂળવાળા, મૂલમંત ચાવતુ બીજમંત, સ્ત્ર અને પુષ્પોથી આચ્છન્ન પતિજીજ્ઞ છે અને શ્રી વડે અતીઅતી શોભતા-સોહતા રહેલા છે. તે એકોક દ્વીપમાં ઘણાં વૃક્ષો છે - તેમાં હું
૧૦૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) તાલ : ભરતાલ - મેરતાલ - સેરતાલ - સાલ - સરલ-સપ્તપર્ણ-સોપારી-ખજૂરનારિયેલના વન છે. તે કુશ-કાંસાદિ રહિત ચાવત્ છે.
તે કોટકતીપમાં ત્યાં ત્યાં ઘણાં તિલક, લવક, વ્યગોધ યાવત્ રાજવૃક્ષ, નંદિવૃક્ષ છે. જે દર્ભ-કાંસથી રહિત છે. ચાવત શોભે છે. એકોર્ડદ્વીપમાં ત્યાં ઘણી લતા યાવન શ્યામલતમાં છે. જે નિત્ય કુસુમિત છે ઈત્યાદિ ઉતા વર્ણન ઉવવાઈ સૂર મુજબ પાવતુ પ્રતિરૂપ સુધી કહેવું. એકોરૂકદ્વીપમાં ત્યાં ઘણાં સેરિકામુલ્મ ચાવત મહાજાતિ ગુલ્મ છે. તે ગુલ્મો પંચવણ ફૂલોથી કુસુમિત રહે છે. તેની શાખા પવનથી હલતી રહે છે, તેથી તેના ફૂલો એકોરુકદ્વીપના ભૂમિભાગને આચ્છાદિત કરતા રહે છે.
- એકોકદ્વીપમાં ત્યાં ઘણી વનરાજીઓ છે. તે વનરાજી કૃષ્ણા, કુષ્ણાવભાસા યાવ4 રમ્યા, મહામેળ નિકુરંબરૂપ યાવતું મહાન ગંધને મુક્તી તથા પ્રાસાદીયાદિ છે.
| [] એકોટક દ્વીપમાં ત્યાં ઘણાં મત્તાંગ નામે વૃક્ષગણો કહ્યા છે. જેમ ચંદ્રપ્રભા, મણિશલાકા, શ્રેષ્ઠ સીધુ પ્રવર વારુણી, જાતિવંત ફળ-મ-પુણ સુગંધિત દ્રવ્યોથી કાઢેલ સારભૂત રસ અને વિવિધ દ્રવ્યોથી યુક્ત અને ઉચિત કાળે સંયોજિત કરીને બનાવેલ આસવ, મધુ, મેરક, રિટાભ, દુગ્ધતુલ્યસ્વાદવાળી પ્રસti, મેલ્લક, તાજુ, ખજૂર અને દ્રાક્ષનો રસ, કપિશ વનો ગોળનો રસ, સુપક્વ ક્ષૌદસ, વરસૂરાદિ વિવિધ મધ પ્રકારોમાં જેવો વર્ણ-રસ-ગંધા તથા બળવીર્ય પરિણામી છે. તે રીતે જ તે મત્તાંગ વૃક્ષ વિવિધ પ્રકારે વિવિધ સ્વાભાવિક પરિણામવાળી મધવિધિથી યુક્ત, ફળોથી પરિપૂર્ણ અને વિકસિત છે. તે કુશકાંસરહિત ચાવત્ રહેલ છે.
]િ કોક દ્વીપમાં ત્યાં ઘણાં બૃત્તાંગ નામે વૃક્રમણ કહેલા છે. જેમ વાસ્ક, ઘટ, કચ્છ, કળશ, કર્કરી, પાદકંચનિકા, ઉર્દક, વદ્ધણિ, સુપતિષ્ઠક, પાણી, ચક્ષક, ભંગાફ, કરોટી, શક, કફ, પાખી, થાળી, પાણી ભરવાનો ઘડો, વિઝિ વર્તક, મણીના વતક, સોના અને મણિરત્નના બનેલા શુક્તિ આદિ વાસણ કે જેના ઉપર વિવિધ ચિત્રકારી કરેલી છે, તેવા આ બૃત્તાંગ વૃક્ષ ભાજન વિધિમાં વિવિધ પ્રકારના વિસા પરિણત ભાજનોથી યુક્ત હોય છે. ફળોથી પરિપૂર્ણ અને વિકસિત હોય છે. કુશ-કાસ રહિત યાવત્ રહેલા છે.
]િ એકોરકીપમાં ત્યાં ત્યાં ઘણાં બુટિતાંગ નામે વૃક્ષગણો કહ્યા છે. જેમ કોઈ મુરજ, મૃદંગ, પ્રણવ, પટહ, દર્દક, રિટી, ડિડમ, ભંભા, હોરંભ, કવણિત, ખરમુખી, મુકુંદ, શંખિકા, પરિણી, પરિવાદિની, વંશ, વીણા, સુઘોષા, વિપંચી, મહી, કચ્છી, રિંગમકા, તલતાલ, કાંચતાલ આદિ વાજિંત્ર, જે સમ્યફ પ્રકારે વગાડાય છે. વાર્ધકળામાં નિપુણ અને ગંધર્વશાસ્ત્રમાં કુશલ વ્યક્તિ દ્વારા જે પંદિત કરાય છે. જે આદિ-મધ્ય-અવસાનરૂપ ત્રણ સ્થાનોથી શુદ્ધ છે, તે રીતે આ ત્રુટિતાંગ વૃક્ષ વિવિધ પ્રકારે સ્વાભાવિક પરિણામ થકી