Book Title: Agam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 65
________________ ૩/મનુષ્ય/૧૪૫ બળદ, સિંહ અને ચમર, તે એકોરુકદ્વીપની સ્ત્રીઓ હંસ સમાન ચાલવાળી, કોયલ સમાન સ્વરવાળી, કમનીય, બધાંને પ્રિય છે. તેમના શરીરમાં કડચલીઓ પડતી નથી, વાળ સફેદ થતા નથી. તેઓ વ્યંગ્ય, વવિકાર, વ્યાધિ, દૌભગ્નિ, શોકથી મુક્ત હોય છે. તેઓ ઉંચાઈમાં પુરુષ અપેક્ષાએ કંઈક નીચી હોય છે. તેઓ સ્વાભાવિક શૃંગાર અને શ્રેષ્ઠ વેશવાળી હોય છે. તેઓ સુંદર ચાલ, હાસ્ય, બોલ, ચેષ્ટા, વિલાસ, સંલાપમાં ચતુર, યોગ્ય ઉપચાર કુશળ હોય છે. તેમના સ્તન-જન-મુખ-હાથપગ-નેત્ર ઘણાં સુંદર હોય છે. તેઓ સુંદર વર્ણવાળી, લાવણ્યવાળી, યૌવનવાળી, વિલાસયુક્ત હોય છે. નંદનવનમાં વિચરણ કરનારી અપ્સરા માફક તેઓ આશ્ચર્યથી દર્શનીય છે. તે સ્ત્રીઓ પ્રાસાદીયાદિ છે. ૧૧૫ ભગવન્ ! તે સ્ત્રીઓને કેટલા કાળના અંતરે આહાર-અભિલાષા થાય છે? ગૌતમ ! ચતુર્થભક્ત પછી થાય છે. ભગવન્ ! તે મનુષ્ય કેવો આહાર કરે છે? તેઓ પૃથ્વી-પુષ્પ-ફળોનો આહાર કરે છે. ભગવન્ ! તે પૃથ્વીનો સ્વાદ કેવો છે ? જેમકે – ગોળ, ખાંડ, સાકર, મિશ્રી, કમલકદ, ટિમોદક, પુષ્પ વિશેષની શર્કરા, કમલ વિશેષની શર્કરા, અકોશિતા, વિજયા, મહાવિજયા, આદર્શોપમા, અનોપમાના સ્વાદ જેવો તેનો સ્વાદ હોય છે અથવા ચતુઃસ્થાન પરિણત, ગોળ-ખાંડ-મિશ્રી યુકત ગાયનું દૂધ, જે મંદાગ્નિ ઉપર પકાવાયેલ તથા શુભ વિિદથી યુક્ત હોય, એવો ગોક્ષીર જેવો તે સ્વાદ હોય છે? ના, આ અર્થ સંગત નથી. તે પૃથ્વીનો સ્વાદ તેનાથી ઈષ્ટતર યાવત્ મણામતર છે. ભગવન્! ત્યાંના પુષ્પો અને ફળોનો સ્વાદ કેવો હોય છે? ગૌતમ! જેમ કોઈ ચાતુરંત ચક્રવર્તીનું ભોજન, જે કલ્યાણ ભોજનના નામે પ્રસિદ્ધ છે, જે લાખ ગાયોથી નિષ્પન્ન થાય છે. જે શ્રેષ્ઠ વ-ગંધ-સ-સ્પર્શથી યુક્ત છે, આસ્વાદનીય છે. જે દીપનીય, બૃહણીય, દર્પણીય, મદનીય, સમસ્ત ઈન્દ્રિય અને શરીરને આનંદદાયક હોય છે. શું તે પુષ્પાદિનો આવો સ્વાદ છે? ના, આ અર્થ સંગત નથી. તે પુષ્પ-ફળોનો સ્વાદ આનાથી અધિકતર યાવત્ કહેલો છે. ભગવન્ ! તે મનુષ્યો તે આહારનો ઉપભોગ કરીને કેવા નિવાસોમાં રહે છે? ગૌતમ ! તે મનુષ્યો ગેહકાર પરિણત વૃક્ષોમાં રહે છે, તે વૃક્ષોના આકાર કેવો છે? ગૌતમ ! તે કૂટાકાર-પેક્ષાગૃહ-છત્રાકાર-ધ્વજ-સ્તૂપ-તોરણ-ગોપુરરૌત્ય પાલક-લક-પ્રાસાદ-હતિલ-ગવાક્ષ-વાલાગ્રહપત્તિય અને વલભી આકારે રહેલા છે. બીજા પણ ત્યાં ઘણાં ઉત્તમ ભવન, શયન, આસન, વિશિષ્ટ સંસ્થાન સંસ્થિત સુખશીલ છાયાવાળા વૃક્ષગણો કે આયુષ્યમાનૢ શ્રમણ ! ત્યાં કહેલા છે. ભગવન્ ! એકોરુક દ્વીપમાં ઘર અને માર્ગ છે ? ના, તે અર્થ સંગત ૧૧૬ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ નથી. મનુષ્યો ગૃહાકાર બનેલ વૃક્ષમાં રહે છે. ભગવન્ ! એકોકદ્વીપમાં ગામ, નગર યાવત્ સન્નિવેશ છે? ના, તે અર્થસંગત નથી. તે મનુષ્યો ઈચ્છાનુસાર ગમન કરનારા કહ્યા છે. ભગવન્ ! એકોકદ્વીપમાં અસિ-મસિ-કૃષિ-પણ્ય અને વાણિજ્યાદિ છે ? ના, તે અર્થ સમર્થ નથી. તે મનુષ્યો અસિ, મિસ, કૃષિ, પથ્ય, વાણિજ્યાદિ રહિત કહેલા છે. ભગવન્ ! એકોકદ્વીપમાં હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, વસ્ત્ર, મણી, મોતી, વિપુલ ધન-કનક-રત્ન-મણિ-મોતી-શંખ-શિલ-પ્રવાલ-સંતસાર દ્રવ્ય છે ? હા, છે. પણ તે મનુષ્યોને તેમાં તીવ્ર મમત્વભાવ ઉપજતો નથી. ભગવન્ ! એકોકદ્વીપમાં યુવરાજ, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઈમ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહાદિ છે ? ના, તે અર્થસંગત નથી. તે મનુષ્ય ઋદ્ધિ સત્કાર રહિત છે. ભગવન્ ! એકોર્કદ્વીપમાં દાસ, પેથ્ય, શિષ્ય, ભૃતક, ભાગીયા, કર્મકર પુરુષો છે ? ના, તે અર્થ સંગત નથી. તે મનુષ્યો આભિયોગ્યાદિ વ્યવહાર રહિત કહેલા છે. ભગવન્ ! એકોરુકદ્વીપમાં માતા, પિતા, ભાઈ, બહેન, ભાઈ, પુત્ર, પુત્રી, પૂત્રવધૂ છે શું? હા, છે. પરંતુ તે મનુષ્યોને તીવ્ર પ્રેમબંધન હોતું નથી. તેઓ અલ્પ પ્રેમબંધનવાળા કહ્યા છે. ભગવન્ ! એકોરુકદ્વીપમાં અરિ, બૈરી, ઘાતક, વધક, પત્યનીક, પ્રત્યમિત્ર છે શું? ના, તે અર્થ સંગત નથી. તે મનુષ્યો વૈરાનુબંધ રહિત કહેલા છે.... ભગવન્ ! એકોણૂક દ્વીપમાં મિત્ર, વ્યસ્ક, પ્રેમી, સખા, સુહૃદ, મહાભાગ, સંગતિક છે? ના, તે અર્થ સમર્થ નથી. તે મનુષ્યગણ પ્રેમરહિત હોય છે. ભગવન્ ! એકોરુકદ્વીપમાં આબાહ, વિવાહ, યજ્ઞ, શ્રદ્ધા, સ્થાલિપાક, ચૌલોપનયન, સીમંતોન્નયન, પિતૃ પિંડદાનાદિ સંસ્કાર છે? ના, તે અર્થ સમર્થ નથી. તે મનુષ્યો આબાધા, વિવાહ, યજ્ઞ, શ્રાદ્ધ, ભોજ, ચોલોપનયન, પિતૃપિંડદાનાદિ વ્યવહાર રહિત છે. ભગવન્ ! એકોરુકદ્વીપમાં ઈન્દ્ર-સ્કંદ-રુદ્ર-શિવ-વૈશ્રમણ-મુકુંદ-નાગ-યક્ષભૂત-કૂપ-તળાવ-નદી-દ્રહ-વતિ વૃક્ષારોપણ-ચૈત્ય કે સ્તૂપ મહોત્સવ છે ? ના, તે અર્થ સંગત નથી. હે શ્રમણો ! તે મનુષ્યગણ મહોત્સવાદિ રહિત છે. ભગવન્ ! એકોમુકદ્વીપમાં નટ-નાટ્ય-મલ-મૌષ્ટિક-વિડંબક-કથક-પ્લવક અક્ષાટક-લાસક-લેખ-મંખ-તૂણઈલ્લ-ટુંબવીણ-કાયણ-માગધ-જલ્લપેક્ષક છે. ના તે અર્થ સંગત નથી. હે શ્રમણો ! તે મનુષ્યો વ્યગત કુતૂહલવાળા છે. ભગવન્ ! એકોરુકદ્વીપમાં શકટ, રથ, યાન, યુગ્ય, ગિલ્લી, ચિલ્લી, પિપિલ્લી, પ્રવહણ, શિબિકા, સ્વયંદમાનિકા છે ? ના, તે અર્થ સમર્થ નથી, તે મનુષ્યો પગે ચાલનારા કહેલા છે.

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104