Book Title: Agam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 41
________________ 3નૈર- ૨૬,૬૭ ६८ આકારે, પિડઠ-જેમાં ઘણાં લોકો માટેનું ધાન્ય પકાવાય, ઉટજ-તાપસ આશ્રમ, નંદીમૃદંગ-બાર પ્રકારના વાજિંત્રો અંતર્ગત મૃદંગ, તે બે પ્રકારે - મુકુંદ, મર્દલ. આલિંગ-માટી મય મુરજ, સુઘોષ-દેવલોકની ઘંટા, દર્દ-એક વાધ, પણવ - ભાંડનું પહ, ભેરી-ઢક્કા, ઝલ્લરી-ઝાલર, નાડી-ઘટિકા. - X - શર્કરપ્રભા પૃથ્વી નરકાવાસ કયા આકારે છે. તે બે ભેદે છે - આવલિકાપવિષ્ટ, આવલિકાબાહ્ય આ રીતે બધા નરકાવાસ કહેવા. સાતમી અધઃસપ્તમી નરક વિષયક સૂણ સાક્ષાત્ કહેલ છે. તે બે ભેદે છે - વૃત, ચુસ. અધઃસપ્તમી પૃથ્વીના નરકાવાસો આવલિકા પ્રવિષ્ટ જ છે, આવલિકા બાહ્ય નથી. તે પણ પાંચ ભેદ છે, અધિક નથી. તેમાં મધ્યે રહેલ અપ્રતિષ્ઠાન નસ્કેન્દ્ર વૃત છે. બાકીના ચાર ચસ પૂવદિમાં છે. હવે નરકાવાસ બાહલ્ય-રત્નપ્રભા પૃથ્વી નરક બાહલ્ય- પિંડભાવ ઉસેધ. તે Booo યોજન છે. અધતન પાદપીઠ ઘન-નિચિત. મધ્ય-પીઠના ઉપરના ભાગે પોલું, ઉપર સંકુચિત-શિખરાકૃતિ. તે ત્રણે એક-એક હજાર યોજન છે. એ પ્રમાણે સાતે પૃથ્વી કહેવી. • x - - હવે નરકાવાસનો આયામ-વિખંભ અને પરિણોપ-વે બે ભેદે છે – સંધ્યેય વિસ્તૃત અને અસંખ્યય વિસ્તૃત. ‘વ’ શબ્દ સ્વગત અનેક ભેદ દેખાડે છે. ઈત્યાદિ સર્વ પાઠ સૂણાર્થમાં કહ્યા મુજબ છે. આ પ્રમાણે સાતે પૃથ્વી જાણવી • x • તેમાં અધઃસપ્તમી નકો કેટલા આયામ-વિખંભ અને પરિધિથી છે ? ગૌતમ ! બે ભેદે - સંખ્યય વિસ્તૃત એક, તે પ્રતિષ્ઠાન નામક નસ્કેન્દ્રક જાણવું. બાકીના ચાર અસંગેય વિસ્તૃત છે. તેમાં અપ્રતિષ્ઠાન નક્કેન્દ્ર એક લાખ યોજન આયામ-વિઠંભથી છે, ઈત્યાદિ સૂગાર્ચ મુજબ. આ પરિક્ષેપ પ્રમાણનું ગણિત જંબૂદ્વીપ પરિક્ષેપ પ્રમાણવત્ કહેવું. બાકીના ચાર નકાવાસો એક હજાર યોજન આયામ-વિકુંભથી, અસંખ્યાત હજાર યોજન પરિધિથી હવે નરકાવાસ વર્ણ પ્રતિપાદના કહે છે • સૂત્ર-૯૮ (અધુ) - ભગવાન ! નાપભા પૃથ્વીના નકાવાસ વણથી કેવા છે ? ગૌતમ ! કાળ-કાળી આભાવાળા, ગંભીર, રુંવાડા ઉભા કરી દે તેવા, ભયાનક, પ્રાસદાયી, પરમકૃષ્ણ વર્ષથી કહ્યા છે. એ રીતે ચાવતુ આધસપ્તમી. ભગવન ! આ રતનભા પૃeતીના નારકાવાસો કેવી ગંધવાળા છે ? ગૌતમ! જેમ કોઈ સગાય-કુતરાબીલાડા-મનુષ્ય-ભેંસ-ઉંદર-ધોડો-હાથી-સીંહ-વાઘ-વૃક-સ્લીપિકનું મૃત કલેવર હોય, જે ધીમે-ધીમે સૂઝ, ફૂલી, સડી ગયું હોય, દુર્ગધ ફૂટતી હોય, માંસ સડી ગયુ હોય, અત્યંત શુચિ અને બિભત્સ દર્શનીય હોય, જેમાં કીડા ખદબદતા હોય, શું તેવી દુધિ ત્યાં હોય ? ના, આ અર્થ સમર્થ નથી. ગૌતમ ! આ રનપભાના નરકો આનાથી અનિષ્ટતર અને એકાંતતર યાવત મામતર ગંધથી કહેલા છે. એ રીતે ચાવત આધસપ્તમી પૃedી કહેવું. જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ભગવન્! આ રસ્તનપાના નકાવાસો કેવા સાઈ વાળા છેગૌતમાં જેમ આસિત્ર, સુરપત્ર, કદંબરીરિકાપત્ર, શકિત-ક્ત-તોમર-નારાય-ફૂલલગુડ-ભિંડિમાલનો અગ્રભાગ, સોયનો સમૂહ, કપિકચ્છ, વિંછીના કાંટા કે અંગારા, વાલા, મુર, , અલાત કે શુદ્ધાનિ જેવો તે પણ હોય? ના, તે અર્થ સમર્થ નથી. ગૌતમાં આ રનપભાના નરકાવાસ આનાથી અનિષ્ટતર યાવત્ અમરામત સ્પર્શવાળા કહ્યા છે. એ રીતે અધઃસાતમી પૃથ્વી સુધી કહેવું. • વિવેચન-૯૮ (અધુરુ) : આ રનપ્રભાનો વર્ણ - ૮ - કાળો છે. તેમાં કોઈ વળી મંદ કાળો છે તેવી શંકા કરે તો ? તેથી કહ્યું - કાળી પ્રભાવાળા, કાળી પ્રભાવાળા પટલથી યુક્ત. અતી ઉત્કટ રોમાંચ ભયના વશથી થાય તેવા. તે જોવા માત્રથી નાકીને ભય ઉપજાવતા. તેથી જ ભયાનક, ભીમવથી ત્રાસજનક - X - વર્ણથી પરમકૃષ્ણ-જેનાથી વધુ કંઈપણ ભયાનક નથી તેવા. એમ અધઃસપ્તમી સુધી કહેવું. ગંધથી-મરેલા સર્પનું મડદ, ગાય-ઘોડો-બીલાડી-હાથી-સિંહ-વાઘ-યિતાના મડદા. વળી આ મડદા તુરંતના હોય તો ગંધાય નહીં, તેથી કહે છે - મર્યા પછી તે મડદુ સડી ગયું હોય, તે સૂઝી-ફૂલી જવાથી ચાય, દુર્ગધ ફૂટતી હોય, તે પણ તેટલું દુર્ગધી ન હોય, તેથી કહે છે - જેનું માંસ સડી-ગળી ગયેલ હોય, સૌથી વધુ દુષ્ટ ગંધયુક્ત હોય, અશુચિ અને ધૃણા ઉત્પાદક હોય, તેની પાસે કોઈ ભટકતું ન હોય, જેનું દર્શન નિંદનીય હોય, કૃમિના જાળાથી સંસક્ત હોય, શું આ વિશેષણો કહ્યા, તેવી ગંધ હોય? ના, આ અર્થ સમર્થ નથી - યુક્ત નથી. ચોક્ત વિશેષણ વિશિષ્ટ સપના મૃતકાદિથી અનિષ્ટતર જ છે, કયાંક રમ્ય હોવા છતાં નિષ્ણતર હોય, તેથી કહ્યું - ‘અકાંતતર' સ્વરૂપથી જ અકમનીય, અર્થાત અભવ્ય. કાંત છતાં કોઈને પ્રિય હોય છે, જેમ લંડને અશુચિ, તેથી કહ્યું – અપિયતર છે, તેથી જ અમનોજ્ઞતર - મનને પ્રતિકૂળ, વળી સ્વવિષયમાં મનને અત્યંત આસક્ત કરે તે મણામ, તેથી વિરુદ્ધ તે અમણામ. અથવા આ બધાં શબ્દો એકાર્થિક છે. સ્પર્શને આશ્રીને- અસિપત્રાદિ, તેમાં અસિ-ખડ્ઝ, કદંબરીરિકા-તૃણ વિશેષ, શક્તિ-પ્રહરણ વિશેષ, ભિંડિમાલ-પ્રહરણ વિશેષ, કપિકછૂ-ખુજલી કરનારી વનસ્પતિ, અંગાર-નિર્ધમ અગ્નિ, જુવાલા-અગ્નિ સંબંધી, મુર્મર-અગ્નિના કણિયા, અર્ચિ-અગ્નિથી છુટી પડેલ જવાલા, અલાત-ઉલ્કા, શુદ્ધાગ્નિ-લોહના પિંડનો અનુગત અગ્નિ કે વિધતુ. ‘વા' શબ્દ, પરસ્પર સમુચ્ચયમાં છે. આ કોઈપણ નરકનો સ્પર્શ (કોઈને) શરીરના અવયવનો છેદક, બીજાને ભેદક, અન્યને વ્યથાજનક, બીજાને દાહક ઈત્યાદિ, તેથી સામ્યતા જણાવવા અસિપત્રાદિ વિવિધ ઉપમા સ્વીકારી છે. - - હવે નકાવાસનું મોટાપણું બતાવે છે –

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104