Book Title: Agam Pratipaksh Nirakaranam Author(s): Kalyanbodhisuri Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 7
________________ જનબિંબ ઔ૨ જ નાગમ ભલિયાડું આધાર જિનબિંબની આરાધના અનેક રીતે થઈ શકે છે. (૧) તેનું ધ્યાન કરવાથી (૨) તેના દર્શન કરવાથી (૩) તેની પૂજા કરવાથી (૪) તેની દેખરેખ કરવાથી. આ આરાધનાઓ પ્રસિદ્ધ છે. આગળ વધીને કહું તો, તેના પર કોઈ આક્રમણ આવે, ત્યારે તેનો પ્રતિકાર કરવો એ પણ જિનબિંબની આરાધના છે. કોઈ એને અલગ સ્વરૂપમાં રજુ કરે, અને તેના મૂળ સ્વરૂપની અવગણના કરે ત્યારે, યોગ્ય ઉપાયો દ્વારા તેના મૂળ સ્વરૂપને પ્રગટ કરવું એ પણ જિનબિંબની આરાધના છે. એનો તિરસ્કાર કરનારાઓનો વિરોધ કરવો, તેમનું નિરાકરણ કરવું, એ પણ જિનબિંબની આરાધના છે. આ જિનબિંબની આરાધનાના જે જે પ્રકારો કહ્યા, તે તે પ્રકારોથી જિનાગમની પણ આરાધના થઈ શકે છે. કલ્પસૂત્રની અષ્ટપ્રકારી પૂજા કરીને તેને મોતીઓથી વધાવવું, એ પણ કલ્પસૂત્રની આરાધના છે. અને કલ્પસૂત્રના વચનોને મારી-મચડીને વિસંસ્થૂલ રૂપમાં રજુ કરવામાં આવે, ત્યારે તેનું નિરાકરણ કરીને કલ્પસૂત્રના યથાર્થ તાત્પર્યનું પ્રાકટ્ય કરવું, એ પણ કલ્પસૂત્રની આરાધના છે. પ્રસ્તુત પ્રકરણ એટલે આવી જ એક આરાધના. કેટલાક સમય પૂર્વે એક એવો મત ઊભો થયો હતો, કે જેણે જિનશાસનને બોડી-બામણીનું ખેતર સમજી લીધું. અનેક વિચિત્ર સિદ્ધાન્તો અને આચારોનું નિરૂપણ કર્યું. સુવિહિત મુનિઓ કરતાં પણ પોતાને ઉંચા દરજ્જાના ગણોવ્યા. અનેક ઉત્સુત્ર પ્રરૂપણાઓ કરી. તેમણે જે ગ્રંથોમાં આવી પ્રરૂપણાઓ કરીPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 240