Book Title: Agam Chatusharan Prakirnakam Author(s): Kirtiyashsuri Publisher: Sanmarg Prakashan View full book textPage 8
________________ વર્ણન કરતાં પૂર્વે ગ્રંથકારશ્રીએ ત્રણ વાર મંગળ કર્યું છે. જાણે ત્રણેય અધિકારની સિદ્ધિ મેળવવી ન હોય ! - પાપ શુદ્ધિરૂપ મંગળ કરનાર છ આવશ્યકના વર્ણન દ્વારા પ્રથમ મંગળ, પરમ મંગળરૂપ પરમાત્માની માતાને આવેલા 14 સ્વપ્નોના નામોચ્ચાર વડે દ્વિતીય મંગળ અને વર્તમાન શાસનનું વિશિષ્ટ મંગળ કરતા ચરમ તીર્થપતિ ભગવાન મહાવીરને વંદન કરવા દ્વારા તૃતીય મંગળ કરે છે. નવમી ગાથાથી વિષયનો પ્રારંભ થાય છે. સૌ પ્રથમ વીર પરમાત્માને નમસ્કાર-વંદનરૂપ મંગળ કર્યા બાદ ગ્રંથના નામનું સૂચન કરે છે. ગ્રંથનું પાવન નામ પૂર્વે જણાવ્યું તેમ “કુશલાનુબંધી અધ્યયન’ છે. ટીકાકાર મહર્ષિએ વ્યાખ્યામાં સુંદર અર્થ કરતાં જણાવ્યું છે કે કુશલ એટલે મોક્ષ અને અનુબંધી એટલે જોડનાર. આ સ્થળે યોગગ્રંથોની ‘મુશ્લેખ નોયાનો નોવો, મોક્ષે યોનનાદ્યોr:' વ્યાખ્યાઓનું સહેજે સ્મરણ થઈ આવે છે. અહી પણ મોક્ષ સાથે જોડનાર હોવાથી આ અધ્યયન યોગરૂપ બને છે. ત્રણ અધિકારનાં વર્ણનમાં સૌ પ્રથમ દશમી ગાથાથી પ્રારંભીને યાવત્ અડતાલીશમી (48) ગાથા સુધી ચાર ગતિનું હરણ કરનાર એવા ચાર શરણનું સ્વરૂપવર્ણન વિસ્તારથી રસપ્રદ શૈલીમાં કરે છે. ત્યાંથી આગળ વધતાં છેક ચોપનમી (54) ગાથા સુધી બીજા નંબરે દુષ્કતની નિંદાનો અચિંત્ય એવો સરળ માર્ગ બતાવે છે. અંતે પંચાવનમી ગાથામાં (55) સુકૃત-અનુમોદનાનો અધિકાર ટૂંકમાં પણ સર્જાશે રજૂ કરે છે. ચાર શરણાદિને આચરતો આત્મા અશુભ પ્રકૃતિનો નાશ અને શુભ પ્રકૃતિના બંધ રૂપ આત્મિક વિકાસને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે પ૯, 70 આ બે ગાથામાં ચતુ:શરણાદિનું ફળ વર્ણન કરીને ગ્રંથકાર ઉપસંહારમાં ખેદ વ્યક્ત કરે છે કે જે આત્માઓએ આ મનુષ્ય જીવન પ્રાપ્ત કર્યા પછી દાનાદિ ચાર પ્રકારના જિનધર્મનું આચરણ નથી કર્યું, અરિહંતાદિ ચાર શરણનો સ્વીકાર નથી કર્યો અને તે દ્વારા નરકાદિ ચાર પ્રકારના સંસારનો ઉચ્છેદ નથી કર્યો; તેવા આત્માનું જીવન ખરેખર નિષ્ફળ છે.અંતે 'ता एयं कायव्वं बुहेहिं निच्चं पि संकिलेसम्मि / होइ तिकालं सम्मं असंकिलेसम्मि सुगईफलं' / / 6 / / - આ ગાથાના માધ્યમથી તત્ત્વને જાણનાર આત્માને સંક્લેશની ક્ષણોમાં નિત્ય અને અસંક્લેશમાં નિયમિત ત્રણવાર આ ચતુ:શરણાદિની ભાવનાથી આત્માને ભાવિત કરવાનો ઉપદેશ આપતાં ઉપસંહાર કરે છે. આ મૂળભૂત પદાર્થને જ શ્રી ચિરંતનાચાર્યજીએ પંચસૂત્ર ગ્રંથમાં પરિપુષ્ટ કરી પીરસ્યો છે. સૂરિપુરંદર પૂ.આ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે એના ભાવ વૃત્તિમાં ખૂબ જ રમણીય રીતે ખોલી આપણા જેવા મુક્તિકામી સાધકો પર મતદુપકાર કર્યો છે. ચઉસરણગમાં, દુક્કડગરિણા, સુકડાણુમોયણા” શ્રી ચતુ:શરણ પ્રકીર્ણક મહામહિમ આગમના પરમ પવિત્ર શબ્દો. અસમાધિના સંયોગોમાં સમાધિપ્રાપ્તિના મંત્ર તુલ્ય આ શબ્દો. સાધનાની પ્રત્યેક ભૂમિકામાં ઉપકારક આ પાવન શબ્દો. આ પ્રાસ્તાવિકPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 342