________________ મિથ્યાત્વ છે. મિથ્યાત્વના યોગે આત્મા અવિરતિ, કષાય, દુષ્ટ યોગો આદિને વશ થઈ અનેક પ્રકારનાં અકાર્યો કરે છે. ચારનાં ઉત્તમ શરણ પામેલો આત્મા પાપોથી ભારે થતા પોતાના આત્માને હલકો કરવા માંટે પાપ-પ્રવૃત્તિમાં પડેલા પોતાના આત્માની નિરંતર નિંદા કરે છે. અજ્ઞાનપણે કરેલી શ્રી જિનેશ્વરદેવોની આશાતના, ગુણી પુરુષોની નિંદા, ગુર્નાદિક જનોની અવજ્ઞા, કલ્પિત માન્યતાઓને વશ બની કરેલો અજ્ઞાનનો પ્રચાર ઇત્યાદિક અનેક પાપો અનેક જન્મોમાં આત્મા આચરે છે, પરિણામે ઘોર કર્મોને ઉપાર્જે છે અને દુર્ગતિઓમાં રખડે છે. પાપથી ભીરુ બનેલ સમ્યગ્દષ્ટિ આત્મા પોતાનાં એ અજ્ઞાનજનિત પાપોને વારંવાર યાદ કરે છે, આત્મસાક્ષીએ નિંદે છે અને ગુરુસાક્ષીએ ગર્હ છે. અવિરતિપણે કરેલી ઘોર હિંસા, ઉચ્ચારેલાં મિથ્યા વચન, હર્ષપૂર્વક હરણ કરેલાં પારકાં ધન, ઉન્મત્તપણે સેવેલા કામના ઉન્માદ અને લુબ્ધ બની સેવેલી ધનધાન્યની ગાઢ મૂછ એ સર્વને સમ્યગુદૃષ્ટિ આત્મા નિંદે છે. કષાયવશ બની, રાગ દ્વેષને આધીન થઈ, કલહ, પરનિંદા, જૂઠાં આળ, પૈશુન્ય આદિ પાપસ્થાનકો સેવી, ક્ષણમાં રતિ તથા ક્ષણમાં અરતિ ધારણ કરી અને માયામૃષાવાદાદિ સેવી ઉપાર્જન કરેલો દીર્ઘ સંસાર, દુષ્કતની નિંદા કરનાર આત્મા અલ્પ કરે છે, અલ્પસંસારને વધુ અલ્પ કરે છે અને પરિણામે મુક્તિસુખને આત્માની નિકટ લાવી મૂકે છે. સુકૃત અનુમોદના: ત્રણે કાળ એ રીતે પોતાનાં દુષ્કતની નિંદા કરી સમ્યગ્દષ્ટિ આત્મા સુકૃતની અનુમોદના કરવા ઉત્કંઠિત થાય છે. સુકૃતની અનુમોદના કર્મનો નાશ કરવા માટેનું એક અમોઘ હથિયાર છે. સુકૃત કરનાર વ્યક્તિઓમાં સૌથી આગેવાન વ્યક્તિ શ્રી જિનેશ્વર દેવ છે. શ્રી તીર્થંકર નામકર્મના યોગે જગત ઉપર તે મહાપુરુષો મહાન ઉપકાર કરે છે. તેઓના લોકોત્તર ગુણની અનુમોદનાથી આત્મા પુણ્યાનુબંધી પુણ્યના સમૂહને ઉપાર્જન કરે છે. આઠે કર્મોના ક્ષયથી સિદ્ધ બનેલા સિદ્ધાત્માઓ પંચાચારના પાલન કરનારા તથા - તે દ્વારા ચારિત્રવનને મેઘની જેમ સીંચનારા આચાર્ય ભગવંતો, એકાદશાંગાદિ સૂત્રોનો નિરંતર સ્વાધ્યાય કરનારા ઉપાધ્યાય ભગવંતો, મૂલોત્તર-ગુણોના એક ધામતુલ્ય પૂજ્ય સાધુ ભગવંતો, દેશવિરતિ ગુણને ધરનાર મહાશ્રાવકો, સદાચારના પાલનમાં રત બનેલા સમ્યગ્દષ્ટિ આત્માઓ તથા અન્ય પણ સમ્યગ્દષ્ટિ દેવ તથા મનુષ્યોનાં ત્રણે કાળનાં સુકૃતોની અનુમોદના કરવી એ આરાધનાનો ત્રીજો ઉત્તમ માર્ગ છે. શ્રી જિનેશ્વરદેવનાં વચનોને અનુસરતા કોઈપણ સદ્ગુણને ધારણ કરનાર કોઈપણ વ્યક્તિના ગુણની અનુમોદના કરવી એ સમ્યગ્દષ્ટિ આત્માઓની આરાધનાનો વિષય છે. મિથ્યાદર્શનમાં હોવા છતાં પાપકાર્યોને તીવ્ર રસથી નહિ સેવનારા, સંસાર પર અતિશય આસક્તિને નહિ ધારણ કરનારા તથા સર્વદા ઉચિત સ્થિતિનું પાલન કરનારા સપુરુષના ગુણો જરૂર અનુમોદવા યોગ્ય છે. એ રીતે સુકૃતની અનુમોદ-નાનો અભ્યાસ કરનાર આત્મા અન્યમાં રહેલા થોડા ગુણને પણ જોઈ આનંદ પામે છે તથા પોતાનામાં અલ્પ દોષને પણ દેખતાં પોતાની જાતને નિર્ગુણ સમજે છે. - પરમતારકની પાવનવાણી