________________ પ.પૂ. મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજાનો દીક્ષા સંવત જાણવામાં આવેલ નથી. તેઓ શ્રીમદે સંયમ સાધનમાં વિનય-સ્વાધ્યાયાદિ ગુણો દ્વારા વિદ્વત્તા અને પરમ ગીતાર્થતાને પ્રાપ્ત કરેલ હતી. આ મહાપુરુષે જૈન શાસનને અનેક નોંધપાત્ર ગ્રંથોની ભેટ આપી છે. જેમાં શ્રી કલ્પસૂત્ર મહાઆગમની સુબોધિકા ટીકા (સં. 1696), લોકપ્રકાશ (સં. 1708), નયકર્ણિકા (સં. 1701), હેમલધુપ્રક્રિયા (સં. 1710), હેમલઘુપ્રક્રિયાની સ્વોપજ્ઞ ટીકા, ઈન્દુદૂત (સં. 1718), શાન્ત સુધારસ (સં. 1723), ષત્રિશત્ જલ્પ સંગ્રહ (સં. 1979), જિનસહસ્રનામ સ્તોત્ર (સં. 1731). આવી અનેક સંસ્કૃત રચના આ મહાપુરુષે કરેલ છે. એ ગ્રંથોનો વિષય વિભાગ અને વિવરણ વ્યાપ જોતાં સૌ કોઈને તેઓશ્રીમની વિદ્વત્તા અને પરમ ગીતાર્થતા જણાઈ આવે તેવી છે. આ ઉપરાંત ગુજરાતી ભાષામાં પણ અનેક રચનાઓ કરેલ છે. પુણ્યપ્રકાશનનું સ્તવન, ઉપમિતિ ભવપ્રપંચા સ્તવન, શ્રીપાળ મહારાજાનો રાસ, ભગવતીસૂત્રની સક્ઝાય આદિ તેમાં અઠંગણ્ય કૃતિઓ છે. સિદ્ધારથના રે નંદન વિનવું, વિનતડી અવધાર' જેવી એમની રસાળ જિનભક્તિ ભરી કૃતિ જૈન સંઘના આબાલવૃદ્ધો પણ હોંશે હોંશે ગાય છે. તે તેઓશ્રીમની કૃતિની લોકપ્રિયતાને વર્ણવે છે. આ પ્રસ્તુત ચતુ:શરણ પ્રકીર્ણક ઉપર બાલાવબોધની રચના પણ આ જ મહાપુરુષે જ કરેલ છે. આ મહાપુરુષની શિષ્ય પરંપરાનો કોઈ ઉલ્લેખ મળતો નથી. આ મહાપુરુષ ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહામહોપાધ્યાય પ.પૂ. યશોવિજયજી મહારાજાના સમકાલીન હતા. બંને મહાપુરુષોએ ઘણાં વર્ષો સુધી, શાસ્ત્રાભ્યાસ, શાસ્ત્રસંરચના પરસ્પર સહસહાયક બનીને કરેલ છે. એમની ઈચ્છા મુજબ જ અધૂરા રહેલા શ્રીપાળ રાજાના રાસને પૂર્ણ કરીને પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ સાહિત્યસહકારનો એક અનેરો આદર્શ પૂરો પાડ્યો હતો. લગભગ 70-75 વર્ષનું આયુષ્યપૂર્ણ કરી આ મહાપુરુષ સુરત શહેરની બાજુમાં રાંદેરગામ મુકામે સંવત ૧૭૩૮ના ચાતુર્માસમાં કાળધર્મ પામ્યા હતા. || સતસુવ: || वि०आ०भा० - विशेषावश्यकभाष्य उत्तरा० सू० - उत्तराध्ययनसूत्र आ. नि० - आवश्यकनियुक्ति પર્શી નૂ - પશશસૂત્ર आचा० सू० ___- आचाराङ्गसूत्र स्था. सू० - स्थानाङ्गसूत्र दर्श० शु० प्र० - दर्शनशुद्धिप्रकरण आरा. पताका० - आराधनापताकाप्रकीर्णक आतुर० प्र० - आतुरप्रत्याख्यानप्रकीर्णक प्रव० सारो० - प्रवचनसारोद्धार ध्या० श. वृ० - ध्यानशतकवृत्ति बृहत्संग्र० - बृहत्संग्रहणी आव. चू० - आवश्यकचूर्णि षड्द० समु. वृ० - षड्दर्शनसमुच्चयवृत्ति दश. हारि० वृ. - दशवैकालिकहारिभद्रीयवृत्ति सम० सू० - समवायाङ्गसूत्र व्य. भा० - व्यवहारभाष्य स्याद् मञ्जरी - स्याद्वादमञ्जरी . सम० सू० - समवायाङ्गसूत्र ટીકાકાર મહર્ષિઓનો પરિચય 20