Book Title: Agam Chatusharan Prakirnakam
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ પ્રાdiવિક શ્રી ચતુઃશરણ પ્રકીર્ણકનો આછેરો અણસાર પરમાત્મા શ્રી મહાવીર સ્વામીના શ્રીમુખે “૩પુને વા, વિપામેવા, ધુવેવા” ની ત્રિપદી પ્રાપ્ત કરીને શ્રી ગૌતમસ્વામી આદિ અગ્યાર ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી. તારક પરમાત્માએ વાસચૂર્ણના ક્ષેપ દ્વારા એ દ્વાદશાંગીને પ્રમાણી. પાંચમા આરાના ભવ્યજીવોને સંસાર સાગર તરવા જહાજ રૂપ તેના અનુયોગની અનુજ્ઞા પણ આપી. તે પરમાત્માના શાસનકાળમાં જ પરમાત્માના ચૌદ હજાર શિષ્યોએ પણ એક-એક પ્રકીર્ણક ગ્રંથોની રચના કરી. આ રીતે શાસ્ત્ર રચનાનો શુભારંભ થયો. તે જ દ્વાદશાંગી અને પ્રકીર્ણક ગ્રંથોના માધ્યમથી આજ સુધીના દરેક કાળમાં ગ્રંથ રચનાઓ થતી આવી છે. પ્રસ્તુત ચૌદ હજાર પન્નામાંથી આજે તો ગણતરીના જ પન્ના ઉપલબ્ધ છે. આ પન્ના ગ્રંથોમાં મુખ્યતયા સાધના જીવનને વિવિધ પ્રકારે સાર્થક કરવાની અને અંત સમયને ઉજ્વળ કરવાની વાતો કરેલ છે. સાથોસાથ અંગ-ઉપાંગ ગ્રંથોની અનેક પ્રકારની અભૂતવાતોનો સમાવેશ પણ કરેલ છે. પ્રસ્તુત ‘ચતુ:શરણ પ્રકીર્ણક' આગમ પરમાત્માના જીવનકાળ દરમ્યાન પરમાત્માના પોતાના હાથે સંયમ ગ્રહણ કરનારા શ્રીવીરભદ્રગણી નામના મહાન આચાર્ય ભગવંતની એક અદૂભૂત રચના છે. તેઓશ્રીમદે આ ઉપરાંત આતુર પ્રત્યાખ્યાન, ભક્ત પરિજ્ઞા અને સંસ્કારક પ્રકીર્ણક આગમની પણ અનુપમ રચના કરી હોવાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત આગમગ્રંથનું પ્રચલિત નામ જો કે ચતુ:શરણ પ્રકીર્ણક છે; છતાં તેનું મૂળ નામ “કુશલાનુબંધી અધ્યયન” છે. વર્તમાન કાળમાં ઉપલબ્ધ શ્રી 45 આગમમાં સમાવિષ્ટ દશ પયામાં આ ગ્રંથ શિરમોર સ્થાને છે. "63" ગાથા પ્રમાણ આ ગ્રંથ પ્રાકૃત ભાષામાં રચાયેલ છે. તો આના ઉપર સંસ્કૃતમાં વૃત્તિઓ અને અવચૂરીઓ તેમજ ગુજરાતી-રાજસ્થાની મિશ્ર ભાષામાં બાલાવબોધ પણ રચાયેલા છે. આ ગ્રંથકારશ્રીએ આ આગમગ્રંથમાં સાધનાનાં અમૂલ્ય બીજોનું નિદર્શન કરેલ છે. સાધનાની સફળતા સમાધિભાવમાં રહેલી છે. સદ્ગતિ અને મુક્તિરૂપ ફળની અપેક્ષા રાખનાર સાધક આત્માને પ્રત્યેક સાધનામાં સમાધિ અને જીવનના અંત સમયે પરમ સમાધિ અનિવાર્ય બને છે. આ જ વાતને આંખ સામે રાખીને ગ્રંથકારશ્રીએ અપુનર્બન્ધક દશાથી લઈને યાવતુ સર્વવિરતિ સુધીની ભૂમિકા ધરાવતા સાધકોની પ્રત્યેક આરાધના-સાધનાને સફળ કરનાર ઉચ્ચત્તમ સમાધિ માર્ગનું માર્ગદર્શન આપેલ છે. અસમાધિનાં નિમિત્તોથી ભરપૂર આ સંસારમાં રહીને જ સાધકે સંસારથી છૂટવાની સાધના કરવાની હોય છે. તે સાધના દરમ્યાન ઉભા થતા ‘અનુકૂળતાનો રાગ’ અને ‘પ્રતિકૂળતાના દ્વેષ' રૂપ અસમાધિના સ્થાનોમાં સાધક આત્માને અસમાધિથી બચાવવા ગ્રંથકારશ્રીએ ‘ચાર શરણનો સ્વીકાર', ‘દુષ્કતની ગહ' અને ‘સુકતની અનુમોદના’નો ઉચ્ચત્તમ માર્ગ બતાવ્યો છે. એક-એક અધિકારમાં આ ત્રણેયનું વિસ્તારથી પ્રાસ્તાવિક

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 342