________________ વચનને અનુસરીને કરેલાં, કરાવેલાં અને અનુમોદેલા સર્વ સુકૃતોની અનુમોદના કરવાની પદ્ધતિ તેમજ તીર્થકરો, સિદ્ધો, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ વગેરેના સુકૃતોની અનુમોદના દ્વારા સુકૃત-અનુમોદનાના અધિકારને પણ એમણે સારી રીતે વર્ણવ્યો છે. આ વિવરણ અજ્ઞાત-કક કેમ ? અત્યંત આત્મલક્ષી આ આગમગ્રંથ છે. એના ઉપર થયેલ આ વિવરણ જૈન જગતમાં સૌ પ્રથમવાર આ રીતે સંપાદન પામી પ્રગટ થઈ રહ્યું છે. વિવરણકાર મહર્ષિએ ગ્રંથના પ્રારંભથી લઈ પ્રાંત ભાગ સુધી ક્યાંય પોતાના નામનો ઉલ્લેખ કરેલ નથી. અમને ઉપલબ્ધ થયેલ ચારે પ્રતોમાં કર્તાનો નામોલ્લેખ ન મળતાં છેવટે આ વિવરણને ‘અજ્ઞાત કર્તક' તરીકે જ અમે ગ્રહણ કર્યું છે. વર્તમાનમાં આ આગમ ગ્રંથ ઉપર અનેક પ્રકારનું સાહિત્ય પ્રાપ્ત થાય છે. તેમાં સૌથી વિસ્તૃત અને મહત્ત્વપૂર્ણ જો કોઈ સાહિત્ય હોય તો આ જ બૃહ વિવરણ છે. આ વિવરણકારનું નામ-ઠામ સંપ્રાપ્ત કરવા છેલ્લા ત્રણેક વર્ષોમાં ઘણી શોધ કરી, ઈતિહાસ અને સાહિત્યના જાણકારો પાસે તપાસ પણ કરી. છતાં હજુ સંતોષ થાય તેવા કોઈ પ્રમાણો મળ્યા નથી. અંચલગચ્છ દિગ્દર્શન” નામના પુસ્તકમાં “આચાર્ય શ્રી ભુવનતુંગ સૂ.મ.એ આ ગ્રંથ ઉપર 800 શ્લોક પ્રમાણ ટીકાગ્રંથની રચના કરેલ છે.” એમ જણાવેલ છે. તે ઉપરાંત બૃહથ્રિપનિકામાં પણ “વડસરામ્-૬૪ વડસરગવૃત્તિઃ માન્વેસ્ટિવમુવતુંમાસૂરિયાં-૮૦૦” આ પ્રમાણે ઉલ્લેખ મળે છે. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૩માં આ.શ્રી મહેન્દ્રસૂરિ મ.ના શિષ્ય આ.શ્રી. ભુવનતુંગ સૂરિ મ. એ ચતુ:શરણ આદિ ત્રણ પ્રકીર્ણકો ઉપર અવચૂરિ-વૃત્તિની રચના કર્યાનો ઉલ્લેખ મળે છે. તેનો રચના સંવત લગભગ ૧૨૯૪ની સાલ છે. શ્રી જૈન પ્રવચન કિરણાવલી ગ્રંથમાં પૂ.આ.શ્રી પદ્મસૂરિજી મહારાજે પણ ચતુ:શરણ પ્રકીર્ણક ઉપર આ.શ્રી. ભુવનતુંગસૂરિ મ.ની 800 શ્લોક પ્રમાણ અવચૂરિનો ઉલ્લેખ કર્યો છે. આ રીતે આ શ્રી. ભુવનતુંગસૂરિ મ.ની આ આગમ પ્રકીર્ણક ઉપર વૃત્તિ કે અવચૂરિ છે તેવું અનેક જગ્યાએથી જાણવા મળે છે. તો પણ આજ સુધીમાં તેમના નામોલ્લેખવાળી એક પણ પ્રત.ક્યાંથી પણ અમને મળેલ નથી. જ્યારે અહીં પ્રગટ થઈ રહેલા બૃહદ્ વિવરણ'ના કર્તાનું નામ અજ્ઞાત છે. તેથી એક વિકલ્પ ઉભો થાય છે કે, ‘આ બૃહદ્ વિવરણ કદાચ આ .શ્રી. ભુવનતુંગસૂરિજી મ.નું જ રચેલું હોય.” પરંતુ આ વિકલ્પને સત્ય માનવામાં બાધક ગ્રંથનું ગાથા પ્રમાણ છે. આ શ્રી. ભુવનતુંગ સુ.મ.ની વૃત્તિ 800 થી 850 શ્લોક પ્રમાણ હોવાના ઉલ્લેખો મળે છે. જ્યારે આ બૃહદ્ વિવરણ તો 1080 શ્લોક પ્રમાણ જોવા મળે છે. એથી જ આને આ શ્રી. ભુવનતુંગસૂરિકૃત માની શકાય તેમ નથી અને આ કારણે આ બૃહદ્ વિવરણના કર્તાના નામનો નિર્ણય એ હજુ શોધનો જ વિષય બની રહે છે. વર્તમાનમાં ઉપલબ્ધ સ્રોતોથી તો તે શક્ય બન્યું નથી. ભવિષ્યમાં કોઈ સંશોધકને તેઓશ્રીના નામોલ્લેખવાળી પ્રત ક્યાંથી પણ ઉપલબ્ધ થશે તો આ અંગેનો વધુ ચોક્કસ નિર્ણય થઈ શકશે. આ વાત થઈ બૃહદ્ વિવરણ અને તેના રચયિતાની. 12 પ્રાસ્તાવિક