________________ સંપ્રતિ રાજાના પૂર્વભવના દ્રમુકના ઉદાહરણ દ્વારા તેમજ, શ્રી શાલિભદ્રજી, શ્રી નંદીષેણ મુનિ અને કપિલ આદિના શાસ્ત્ર પ્રસિદ્ધ દૃષ્ટાંતો આપવો દ્વારા દર્શાવી છે. - “સેવા વિતં નમંસંતિ, નસ્સ થને સયા મનો” શ્રી દશવૈકાલિક આગમના પ્રથમ અધ્યયનની પહેલી ‘ધષ્પો મંત્' ગાથાનો આ ઉત્તરાર્ધ મૂકીને એક જ આર્ષાંકિત દ્વારા ધર્મનું વિશિષ્ટ માહાસ્ય દર્શાવ્યું છે. દુષ્કૃત ગહ પર અનેરો પ્રકાશ : ગ્રંથકારે, “ચાર શરણના સ્વીકાર’ રૂ૫ ‘પ્રથમ અધિકાર’નું વર્ણન કરીને દુષ્કૃત ગહનું સ્વરૂપ પ્રસ્તુત કરેલ છે. મિથ્યાત્વના પ્રબળ ઉદયથી જીવ અરિહંતાદિ પૂજ્ય પુરુષો અને ધર્મપદોનો અવર્ણવાદ કરી કેવાં અનર્થને પામે છે તે દર્શાવતાં સચોટ દૃષ્ટાંતો પણ આપ્યાં છે. એવાં કેટલાંક અવતરણો જોઈએ. 1. ત્રણ જ્ઞાનના ધણી એવા અરિહંતો ગૃહવાસમાં રહી ભોગોને શા માટે ભોગવતા હશે ? 2. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને વીતરાગ બની ગયા પછી પણ અરિહંતો સમવસરણ આદિ વિભૂતિને શા માટે ભોગવતા હશે ? 3. જે જ્ઞાન તીર્થકરો પાસે અનિષ્ટ ચેષ્ટા કરાવે તેવા જ્ઞાનનો શો મતલબ ? આ બધા શ્રી અરિહંત પરમાત્માના અવર્ણવાદના નમૂના છે એ જ રીતે; 1. વિશ્વમાં સિદ્ધ ભગવંતો હોય ખરા ? 2. સિદ્ધોને કેવળજ્ઞાન અને કેવળદર્શનનો એકી સાથે ઉપયોગ કેમ ન હોય ? 3. સિદ્ધો અશરીરી છે તો શરીર વિનાનું સુખ કેવું? અર્થાત્ તેમને સુખ ન હોય... આ છે સિદ્ધ પરમાત્માનો અવર્ણવાદ ! એ જ રીતે; 1. આચાર્યો થયા તો શું થયું, ભિક્ષા લેવા જાતે કેમ ન જાય ? 2. બીજાને વૈયાવચ્ચનો ઉપદેશ શા માટે આપે છે ? 3. પોતાની શક્તિ હોવા છતાં પોતાનાં કામ જાતે કેમ ન કરે ? આવા વિચાર, વાક્યો અને વર્તન એ આચાર્ય ભગવંતનો અવર્ણવાદ છે. આ જ રીતે ઉપાધ્યાય, સાધુ, શ્રાવક, શ્રાવિકા, દેવ-દેવી, કાળ અને શ્રુતના અવર્ણવાદ - નિંદાનું વર્ણન બહુ જ સુંદર રીતે કર્યું છે. તારક તત્ત્વોના અવર્ણવાદથી જીવ મહામોહનીય કર્મ બાંધે છે. આ કર્મ જીવને ભવાંતરમાં જૈન ધર્મની પ્રાપ્તિ થવા દેતું નથી. તીર્થકર આદિના સુકૃતની અનુમોદના : જીવે ધર્મથી વિરુદ્ધ એવું જે કાંઈ મનથી, વચનથી અને કાયાથી કર્યું હોય, કરાવ્યું હોય કે અનુમોડ્યું હોય તે દુષ્કતોની ગહ કરવાની રીત અહીં ગ્રંથકારે બતાવી છે. તો વળી શ્રી વીતરાગ પરમાત્માનાં પ્રાસ્તાવિક