________________ - સંદિગ્ધતા દૂર કરવા એની હસ્તપ્રતોને મેળવીને પાઠોનું શોધન કરાયું. ઘણી મહેનતના અંતે એની ઠીક ઠીક શુદ્ધ કહી શકાય તેવી પ્રેસ કોપી તૈયાર થઈ શકી. ન સંપાદન કામ ચાલુ હતું એ જ અરસામાં પાટણ જવાનું થતાં ત્યાંના શ્રી હેમચન્દ્રાચાર્ય જ્ઞાનભંડારમાંથી પૂ.આ.શ્રી ગુણરત્નસૂ .કૃત ચતુ:શરણ ટિપ્પણની એક પ્રત, અજ્ઞાતકર્તક સંક્ષિપ્ત અવસૂરિની એક પ્રત તથા પૂ. મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવર્ય રચિત ગુજરાતી ટબાની એક, એમ કુલ જુદી જુદી રચનાની ત્રણે પ્રતો મળતાં તેને સંપાદિત - સંશોધિત કરી તેને પણ અહીં આમેજ કરાઈ છે. આ સંપાદન કાર્યમાં શાસ્ત્ર સંશોધક સૌજન્યમૂર્તિ આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજી મહારાજ અનેક રીતે સહાયક બનેલ છે, જે અનુમોદનીય છે. મારા શિષ્યવર્તુળે વર્ષો, મહિનાઓ, દિવસો અને કલાકોનો સ્વાધ્યાય કરી આ કાર્યને આજે જે રીતે દેખાય તે રીતે પ્રકાશિત કરવામાં ફાળો આપ્યો છે. આનાં પ્રૂફો પણ અનેકવાર વાંચીને મેળવ્યાં-સુધાર્યા છે. એ જ કાર્યમાં દાક્ષિણ્યમૂર્તિ પંન્યાસપ્રવર શ્રી બોધિરત્નવિજયજી ગણિવરના શિષ્યરત્ન મુ. શ્રી ધર્મરત્નવિજયજી મ., સિદ્ધાંત નિષ્ઠ પૂ.આ.દે.શ્રી વિ. શાંતિચન્દ્ર સૂ. મહારાજાના પ્રપ્રશિષ્યરત્ન વિદ્વાન આચાર્ય શ્રી યોગતિલકસૂરિજીના શિષ્યરત્ન મુનિ શ્રી કૃતતિલકવિજયજી મ. આદિએ પણ સમયાદિનો ભોગ આપી શ્રુતસેવા કરી છે. તો વિદુષી સાધ્વી શ્રી ચંદનબાળા.શ્રીજી મહારાજે અત્યંત નાદુરસ્ત તબીયતમાં ય પોતાની સમાધિના સાચા ઔષધરૂપ જાણીને આના બૃહદ્ વિવરણની પ્રેસકોપીને સંશોધિત કરવામાં તેમજ તે તે ગ્રંથકર્તાના નામનો નિર્ણય કરવામાં પણ પોતાનો મોટો ફાળો આપ્યો છે. અંતે ! શ્રી ચતુ:શરણ પ્રકીર્ણક આગમ ગ્રંથના જ ભાવોને જુદી શૈલીમાં સમજાવતાં શ્રી ચિરંતનાચાર્યકૃત શ્રી પંચસૂત્ર નામના મહાન ગ્રંથના ટીકા સહિત પ્રથમ સૂત્રનો અનુવાદ કરવાપૂર્વક સમાવેશ કરેલ છે. પ્રસ્તુત પ્રકાશનના વાંચન-મનન-ચિંતન દ્વારા સાધક આત્માઓ સમાધિને પ્રાપ્ત કરે, તે સમાધિના બળે ઉપસર્ગો અને પરિષહો રૂપી વિદ્ગોને જીતી શકે, તે દ્વારા ઝડપથી મોક્ષમાર્ગમાં આગળ વધે અને પરિણામે સદ્ગતિની પરંપરાને પામી મોક્ષ સુખને વહેલામાં વહેલા પ્રાપ્ત કરે એ શુભાભિલાષા. સાથોસાથ આ સંપાદન-સંશોધન દ્વારા પ્રગટ થયેલ આ પ્રસ્તુત પ્રકાશનના માધ્યમથી જે આત્માઓ આત્મકલ્યાણ સાધે તે સુકૃતમાં યત્કિંચિત્ સહભાગી બનવા દ્વારા પરમ સમાધિને પ્રાપ્ત કરીને શાશ્વત - સુખનો સ્વામી બનું તે જ શુભ ભાવના. વિ.સં. 2074 કાર્તિક સુદ-૧૧ બુધવાર તા. 21-11-2007 મુંબઈ-વાલકેશ્વર-ચંદનબાળા પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરિ આરાધના ભવન વ્યાખ્યાન વાચસ્પતિ જૈનશાસન શિરતાજ તપાગચ્છાધિરાજ ભાવાચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યપ્રવર વર્ધમાનાદિ તપ: પ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજનો ચરણ ચંચરીક વિજય કીર્તિયશસૂરિ પ્રાસ્તાવિક