________________ ટીકાકાર મહર્ષિઓનો પરિચય તપાગચ્છપુરંદર પૂ.આ.શ્રી. સોમસુંદરસૂરિ મહારાજા શ્રી તપાગચ્છનાં આદ્ય મહાપુરુષ, પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ જગદૂચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની ઉજળી પાટ પરંપરામાં પૂ.આ.દે.શ્રી. દેવસુન્દરસૂરિજી મ. થયા. (જન્મ વિ.સં. 1396, દીક્ષા વિ.સં. 1404 તથા આચાર્યપદ વિ.સં. 1420) તેઓશ્રીમદ્ના વિદ્વાન શિષ્યોમાં મુખ્યત્વે પૂ.આ.શ્રી. જ્ઞાનસાગરસૂ.મ., પૂ.આ.શ્રી. કુલમંડનસૂરિ મ., પૂ.આ.શ્રી. ગુણરત્નસૂરિ મ., પૂ.આ.શ્રી. સાધુરત્નસૂરિ મ., પૂ.આ.શ્રી સોમસુન્દરસૂરિ મ., પૂ.શ્રી સાધુરાજગણિ મ., આ શ્રી. ક્ષેમકરસૂરિ મ. આદિના નામો ઉપલબ્ધ થાય છે. તેઓ શ્રીમદુના પ્રત્યેક શિષ્યરત્નો એ અનેક ગ્રંથોની રચનાઓ કરેલ છે. તેમાં પાંચમા શિષ્યરત્ન પૂ.આ.શ્રી. સોમસુન્દરસૂરિ મ. તે સમયના સર્વશ્રેષ્ઠ પ્રભાવક મહર્ષિ હતા. તેઓ શ્રીમદ્રનો જન્મ વિ.સં. ૧૪૩૦માં અલ્હાદનપુર (વર્ત. પાલનપુર)માં થયો હતો. પિતાનું નામ “સજ્જન” તથા માતાનું નામ માલ્હણદેવી” હતું. વિ.સં. ૧૪૩૭માં માત્ર સાત વર્ષની ઉમરે સંસારનો ત્યાગ કરી સંયમનો સ્વીકાર કર્યો હતો. વિ.સં. ૧૪૫૦માં વાચક પદની પ્રાપ્તિ થઈ હતી અને વિ.સં. ૧૪૫૭માં પાટણ મુકામે ગુરુદેવ પૂ.આ.શ્રી. દેવસુન્દરસૂરિજી મહારાજે એમને આચાર્યપદ આપી પોતાની પાટે સ્થાપીને તપાગચ્છ નાયક બનાવ્યા હતા. વિ.સં. ૧૪૯૯માં તેઓશ્રીનો સ્વર્ગવાસ થયો હતો. તેઓશ્રીનો આત્મા શ્રી સીમંધર પ્રભુના સાનિધ્યમાં પૂર્વમહાવિદેહ ક્ષેત્રમાં સારા કુળમાં ઉત્પન્ન થયો છે એવું અતિશયવાળા સ્થવિર મુનિઓએ કહ્યું હતું. આવો ઉલ્લેખ સોમસૌભાગ્ય મહાકાવ્યના નવમા સર્ગમાં જોવા મળે છે. એ મહાપુરુષ જેવા જ્ઞાની હતા. તેવા જ અપરિશ્રાવી-ગંભીર હતા. તેથી સ્વપક્ષની જેમ જ પરપક્ષના સાધકો તેઓશ્રી પાસે નિ:શંકપણે આલોચના ગ્રહણ કરી શુદ્ધિ સાધતા હતા. - આ મહાપુરુષના જીવન સંબંધી વિશેષ માહિતી પૂ.આ.શ્રી મુનિસુન્દરસૂરિકૃત “ગુર્નાવલી” (રચના વિ.સં. 1469), પૂ. શ્રી ચારિત્રરતિ ગણિકૃત “શ્રી ચિત્રકૂટ મહાવીર પ્રસાદ પ્રશસ્તિ” (રચના વિ.સં. 1495), પૂ. મુનિ શ્રી પ્રતિષ્ઠાસોમકૃત “સોમસોભાગ્ય કાવ્ય” (રચના વિ.સં. 1524), પૂ. શ્રી સોમચરિત્રગણિકૃત “ગુરુગુણરત્નાકર” (રચના વિ.સં. 1541) આદિ ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. તેઓશ્રીમદે પોતાના જીવનકાળ દરમ્યાન અનેક ગ્રંથરત્નોની રચના કરેલ છે; તેમાં ‘આરાધના રાસ', | ‘ઉપદેશ માળા બાલાવબોધ’, ‘યોગશાસ્ત્ર બાલાવબોધ', પડાવશ્યક બાલાવબબોધ, નવતત્ત્વાદિ બાલાવબોધ અને તેના ભાષ્યાદિ “આવશ્યક નિર્યુક્તિ અવસૂરિ', “સાધુ સમાચારી કુલક' ઉપરાંત કલ્યાણકાદિ અનેક સ્તવો આદિ અગ્રગણ્ય અનેકગ્રંથોની રચના કરી હતી, જેમાનાં ઘણા ખરાં, આજે ઉપલબ્ધ થાય છે. પ્રસ્તુત શ્રી ચતુઃશરણ પ્રકીર્ણક અવચૂરિ (વૃત્તિ) પણ તેઓ શ્રીમની જ એક રચના છે. ટીકાકાર મહર્ષિઓનો પરિચય