________________ જૈન શાસનના મહાપુરુષોની પંક્તિમાં પોતાની વિદ્વત્તા, પુણ્ય પ્રતિભા આદિ ગુણોથી સ્થાન-માનપ્રતિષ્ઠાને પામનારા આ મહાપુરુષના ચાર શિષ્યો આચાર્યપદને પામેલા હતા. (1) પૂ.આ.શ્રી. મુનિસુન્દર સૂરિ મ., (2) પૂ.આ.શ્રી. જયસુન્દરસૂરિ મ., (3) પૂ.આ.શ્રી. ભુવનસુન્દરસૂરિ મ., (4) પૂ.આ.શ્રી. જિનસુન્દરસૂરિ મ. જે પ્રભાવક કક્ષાના હતા અને જેમણે અનેક ગ્રંથોનું સર્જન કર્યાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. આ મહાપુરુષના જીવનનો વિસ્તૃત વૃત્તાંત શ્રી સોમસૌભાગ્ય મહાકાવ્ય, ઉ. ધર્મસાગરજી કૃત પટ્ટાવલી, ગુરુગુણ રત્નાકર કાવ્ય, તપાગચ્છ પટ્ટાવલી વગેરેમાં વર્ણવેલ છે, એ પૈકી સંક્ષિપ્ત વૃત્તાંત ‘પટ્ટાવલી પરાગ’, ‘તપાગચ્છ કા ઇતિહાસ ભાગ-૧' વગેરે પુસ્તકોમાં વર્ણવેલ છે. તેમાંથી તારવીને અત્રે સાભાર ગ્રહણ કર્યો છે. સોમયુગ'ના તેજસ્વી નક્ષત્ર પૂ.આ.શ્રી ગુણરત્નસૂરિજી મહારાજા તપાગચ્છની ઉજળી પરંપરામાં બે યુગો સાહિત્યની દૃષ્ટિએ ખાસ નોંધપાત્ર થયા. એક સોમયુગ અને બીજો હીરયુગ. યુગપ્રધાન પૂ.આ.શ્રી સોમસુંદરસૂરીશ્વરજી મહારાજા તેમજ અકબરઅસુરત્રાણ પ્રતિબોધક પૂ.આ.શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાના સમયે શ્રમણ સંઘ ખૂબ ફૂલ્યો-ફાલ્યો. આચાર, વિચાર અને પ્રરૂપણા વિષયક ચોક્કસ સ્થિરતા અને કુશળ અનુશાસન મળતાં સાહિત્યની સર્વાત્રિણ નવસર્જન પ્રવૃત્તિ ખૂબ જ જોરશોરથી બની. આ બંને મહાપુરુષોના આસપાસના કાળમાં ખૂબ જ નોંધપાત્ર ગ્રંથોનાં નવનિર્માણ થવાથી જૈન દર્શનની પ્રભાવકતાએ પણ એક અજબ ઊંચાઈ અને આભા પ્રાપ્ત કરી હતી. ચઉસરણ પયગ્રાની લઘુ ટીકાના રચયિતા પૂ.આ.શ્રી ગુણરત્નસૂરિજી મહારાજા “સોમયુગ'ના એક તેજસ્વી નક્ષત્ર હતા. એમના અંગે જો કે વ્યાપક પ્રમાણમાં પરિચય સામગ્રી મળતી નથી. છતાં યત્ર, તત્ર છુટક યા પ્રશસ્તિ આદિ રૂપે થોડો ઘણો પરિચય જરૂ૨ ઉપલબ્ધ થાય છે. ‘શ્રી સોમસૌભાગ્ય મહાકાવ્ય’ અને ‘ગુર્નાવલી” જેવા ગ્રંથોમાં પૂ.આ.શ્રી દેવસુંદરસૂરિજી મહારાજાની પ્રશંસાના અનેક પદો ઉપલબ્ધ છે, તેમાં એમના પ્રભાવક પટ્ટધરોનો ય ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તેઓશ્રીના અનેક પટ્ટધરો પૈકીના જ એક પૂ.આ.શ્રી ગુણરત્નસૂરિજી મહારાજા છે. સહસ્રાવધાની પૂ.આ.શ્રી મુનિસુદંરસૂરીશ્વરજી મહારાજાએ પોતાના ગુરુભાઈ થતાં પૂ.આ.શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજાનો ખૂબ ભાવપૂર્ણ પરિચય આપ્યો છે. તેઓ જણાવે છે કે તેઓ વાદવિદ્યામાં કુશળ હતા. I તેમણે અનેક વાદ જીત્યા હતા. I તેમની કીર્તિ દેશ-વિદેશમાં ફેલાયેલી હતી. કઠિનમાં કઠિન ગ્રંથોમાં તેમની મતિ પ્રવેશ પામતી હતી. એમનું ચારિત્ર નિષ્કલંક હતું. ટીકાકાર મહર્ષિઓનો પરિચય