________________ અને રસાળ શૈલીમાં વર્ણવેલ છે. “સ્વકૃત સુકૃતની અનુમોદના ન કરાય” એવી માન્યતાનું નિરસન આ ગાથાઓ જોતા સારી રીતે થઈ જાય છે. જેમ પરફત સુકૃતની અનુમોદના કરવાની છે. તેમ સ્વકૃત સુકૃતની પણ અનુમોદના કરવાની જ છે. સંપાદનના અવસરે : સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ.આ.દે.શ્રી.વિ. મહોદયસૂરીશ્વરજી મહારાજાની અંતિમ વેળા હતી. સમાધિના પ્રશમરસમાં તેઓ લયલીન બન્યા હતા. તેઓ શ્રીમન્ની આરાધનામાં સ્વાધ્યાય સુકૃતરૂપે સંભળાવેલ શ્રુત ઉપાસનાના પરિણામે પ્રસ્તુત સંપાદનની શરૂઆત થઈ હતી. શ્રુતાભ્યાસી મુનિ શ્રી ધર્મરત્નવિજયજી મહારાજે પ000 શ્લોક પ્રમાણ અપ્રગટ સાહિત્યનું કાર્ય પરિપૂર્ણ કરવાનું સુકૃત સંભળાવેલ હતું; તેના ઉપક્રમે તેમણે પ્રકીર્ણક ગ્રંથોના અપ્રગટ સાહિત્યને ભેગું કરવાનું કામ પ્રારંભ કર્યું. અનેક ભંડારોમાં રૂબરૂ જઈને, તપાસ કરવા દ્વારા અનેક હસ્તલિખિત પ્રતોને એકઠી કરી. તે પ્રતોમાં તેમણે શ્રી ચતુ:શરણ પ્રકીર્ણક-૧, શ્રી આતુર પ્રત્યાખ્યાન-૨, શ્રી ભક્ત પરિજ્ઞા-૩ અને શ્રી સંતારક પ્રકીર્ણક-૪ ની અપ્રગટ વૃત્તિઓની પ્રેસ કોપી તૈયાર કરાવી. તેમણે પોતે પણ તે પ્રેસકોપીમાં અનેક રીતે શુદ્ધિકરણ કર્યું. તેમાં પ્રથમ પ્રકીર્ણક રૂપે ગણના પાત્ર શ્રી ચતુદશરણ પ્રકીર્ણકના બૃહવિવરણની જુદી જુદી ચાર પ્રતોમાંથી તેમણે પાઠાંતરો તૈયાર કર્યા. તે પછી પણ સંપૂર્ણ શુદ્ધિ માટેનો સંતોષ ન થતાં તે કાર્ય સુયોગ્ય અધિકારી સ્તરે સંપાદિત થાય તેવી ભાવનાથી તેમણે વર્તમાન ગચ્છાધિપતિ પૂ.આ.શ્રી.વિજય હમભૂષણસૂરીશ્વરજી મહારાજાને આ અંગે માર્ગદર્શન આપવા વિનંતી કરતાં તેઓશ્રીજીએ સંશોધન, શુદ્ધિકરણ અને સંપાદન પરિપૂર્ણ કરી પ્રકાશન કરવા માટે મારા નામની તેમને ભલામણ કરી. તે અંગેનો મુનિશ્રીનો પત્ર મારા પર આવ્યો. ત્યારે એ કાર્ય માટે અવસરની અનુકૂળતા જણાતાં તેમની પાસે એકત્રિત થયેલ સામગ્રી મંગાવતાં તેમણે તે બધું જ મેટર મારી ઉપર મોકલી આપ્યું. ત્યાર બાદ એનું અવલોકન, અધ્યયન કરી કાર્યની વ્યાપક રૂપરેખા નક્કી કરી તેનું શુદ્ધિકરણાદિ કાર્ય પ્રારંભાયું. વિ.સં. ૨૦૬૧માં આ કાર્ય શરૂ થયું. એમાં સૌ પ્રથમ સંપૂર્ણ મેટર કંપોઝ કરાવી પ્રતોને મૂળ હસ્તપ્રતો સાથે મેળવી શુદ્ધ કરવાનો પ્રયાસ કરાયો. પાઠાંતરો મોટી સમસ્યા હતી. તેના ઢગલમાંથી સુયોગ્ય પાઠનો નિર્ણયાત્મક સમાવેશ કરી બાકીના પાઠોને ટિપ્પણી તરીકે સમાવવામાં આવ્યા. લહીયાની ભૂલોના કારણે જે જે પાઠો સદંતર ખોટા જણાયાં તે તે પાઠોને વિવેકપૂર્વક દૂર કરાયા. આ રીતે બૃહદ્ વિવરણનું કામ લગભગ પુરું થતાં, આ જ સંપાદનમાં ચતુ:શરણ પ્રકીર્ણકને લગતું. અન્ય-અન્ય સાહિત્ય પણ સાથે જ સાંકળીને પ્રકાશિત કરવાનો અભિલાષ જાગ્યો; કે જેથી અભ્યાસી જનોને વિશેષ ઉપયોગી બને. તેમાં આ પ્રકીર્ણકની પ્રગટ થયેલી અવચૂરિ અને સંક્ષિપ્તવૃત્તિનો પણ પૂર્વ પ્રકાશિત આવૃત્તિમાંથી ગ્રહણ કરી સમાવેશ કરાયો. તેમાં ય ઢગલાબંધ અશુદ્ધિ નજરે પડતાં એ અંગેની 14. પ્રાસ્તાવિક