________________ મહાપુરુષે સ્પષ્ટ કરતાં વિવરણકારશ્રીજીએ સુકૃત અનુમોદનાની વ્યાખ્યામાં જણાવ્યું છે કે, “સોમનં વૃત સુતં તસ્યાનુમોદના ખર્ચે મયંત વૃતમતિ" ભાવાર્થ સારુ કરાયું તે સુકૃત. તેની અનુમોદના. મારાથી આ સુંદર કાર્ય થયું; એમ થાય તે સુકૃત અનુમોદના કહેવાય.આમાં સ્વ-કૃત સુકૃતની અનુમોદનાનો શાસ્ત્રીય માર્ગ સ્પષ્ટ અક્ષરોમાં ખોલી એ મહાપુરુષે આ વિષયમાં મુંઝાતા વિદ્વાનોને ય નિ:શંક કરી દીધા છે. ચારશરણાં : મૂળમાં વર્ણવેલા શરણવિષય શ્રી અરિહંત આદિના ગુણોને વિસ્તારથી વર્ણવીને તેઓનું સ્વરૂપ સમજાવ્યું છે. આ વિવરણ વાચતી વખતે આપણને “સાક્ષાત્ અરિહંત આદિના શરણે બેઠાં છીએ.” તેવી અનુભૂતિ થાય - એવી એ નિરૂપણની શૈલી છે. શ્રી અરિહંત પરમાત્માનું શરણું સ્વીકારવા ૧૮મી ગાથામાં ત્રણ ગઢ રૂ૫ સમવસરણનું, ચોત્રીશ અતિશયોનું અને વાણીના પાંત્રીશ ગુણોનું વર્ણન ચોથા અંગ આગમ સૂત્ર શ્રી સમવાયાંગના આલાવાના માધ્યમથી કર્યું છે. | પરમાત્મા અનેક જીવોના અનેક સંદેહને એક જ વચન દ્વારા એક સાથે છેદી યથાસ્થિત પદાર્થને એ જીવોના હૃદયમાં સુપ્રતિષ્ઠિત કરી દે છે. આજ વાતને ગાથા-૧૯ના વિવરણમાં સિદ્ધ કરી આપી છે. શ્રી અરિહંત ભગવંતોનું વિસ્તારથી વર્ણન કર્યા પછી સિદ્ધ ભગવંતોનું શરણ સ્વીકારવાના પ્રસંગે સિદ્ધ ભગવંતોના એક-એક વિશેષણોને બહુ જ વિસ્તારથી વર્ણવ્યાં છે. એક “ત્રલોકમસ્તકસ્થા” વિશેષણને સમજાવવા ત્રણ લોક રૂપ વિશ્વ અને તેના મસ્તક રૂપ સિદ્ધશિલા, તે સિદ્ધશિલાનું માપ અને તેમાં સિદ્ધ ભગવંતોનું સ્થાન વગેરે બાબતોનું રોચક વર્ણન કરેલ છે. | સાધુ ભગવંતોનું શરણ સ્વીકારવાની ઘડીએ સાધુજીવનનાં દરેક ઉજળાં પાસાંને આંખ સામે લાવીને એમનું ધ્યાન થઈ શકે તે રીતે મૂળગ્રંથમાં વર્ણવેલા કેવળજ્ઞાની, પરમાવધિ, વિપુલમતિ, ચૌદપૂર્વી, દશપૂર્વી, અગ્યાર અંગી વગેરે સાધુપદના વિશેષણોને ખૂબ જ આકર્ષક રીતે પ્રસ્તુત કર્યા છે. સાધુ ભગવંતનું શરણ સ્વીકારનાર સાધકના પ્રત્યેક આત્મપ્રદેશો પર શરણ સ્વીકારના કારણે આંદોલિત થતો આનંદ અને એના કારણે શરીરનાં પ્રત્યેક અંગોમાં પ્રમોદ ભાવથી વ્યાપેલો રોમાંચ “ઝભ્રૌનૂણિી " પદ દ્વારા સૂચિત કર્યો છે. અનાદિકાળથી દરેક સાધન સામગ્રીને મેળવવા છતાં અલભ્ય એવા ધર્મ અને ધર્મની સામગ્રીને તો કેવળ પ્રકૃષ્ટ પુણ્યનો સ્વામી આત્મા જ પ્રાપ્ત કરે છે. એ વાત વર્ણવીને સર્વવિરતિ ધર્મ, દેશવિરતિ ધર્મ, સમ્યકત્વ ધર્મની પ્રાપ્તિ જીવને ક્યારે-ક્યારે થાય છે. તે વાત પણ વિવરણકારશ્રીજીએ દર્શાવી છે. સંસારમાં મનુષ્યપણાનાં, દેવપણાનાં પૌદ્ગલિક સુખો તો સમ્યગ્દર્શનાદિ ધર્મને પ્રાપ્ત કરનારને અથવા પ્રાપ્ત નહિ કરનાર આત્માને પ્રાપ્ત થઈ શકે છે, જ્યારે પૌગલિક વાસનાથી રહિન્ન, આત્મિક મોક્ષનું સાદિ-અનંત સુખ તો માત્ર સમ્યક્ત્વાદિ ધર્મને પ્રાપ્ત કરનારને જ પ્રાપ્ત થાય છે. આ જ વાતને 10 પ્રાસ્તાવિક