Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Dipratnasagar, Deepratnasagar View full book textPage 6
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૧૨ સૂત્ર-પ૨૯ બારમાં શતકમાં દશ ઉદ્દેશા છે - શંખ, જયંતિ, પૃથ્વી, પુદ્ગલ, અતિપાત, રાહુ, લોક, નાગ, દેવ, આત્મા. શતક-૧૨, ઉદ્દેશો-૧ “શંખ' સૂત્ર-પ૩૦ થી 532 પ૩૦. તે કાળે, તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી. કોષ્ટક ચૈત્ય હતું .(નગરી અને ચૈત્યનું વર્ણન ઉજવાઈ સૂત્ર અનુસાર જાણવું) તે શ્રાવસ્તી નગરીમાં શંખ આદિ ઘણા શ્રાવકો રહેતા હતા. તેઓ સમૃદ્ધ યાવત્ અપરિભૂત હતા, જીવાજીવના જ્ઞાતા હતા યાવત્ સ્વયં સ્વીકૃત તપોકર્મ વડે આત્માને ભાવિત કરતા વિચરતા હતા. તે શંખ શ્રાવકને ઉત્પલા નામે પત્ની હતી. તે સુકુમાલ યાવત્ સુરૂપા, શ્રાવિકા, જીવાજીવની જ્ઞાતા યાવત્ વિચરતી હતી. તે શ્રાવસ્તી નગરીમાં પુષ્કલી નામે શ્રાવક હતો, સમૃદ્ધ યાવતુ અપરિભૂત હતો, જીવાજીવનો જ્ઞાતા હતો, યાવત સ્વીકૃત તપોકમ વડે આત્માને ભાવિત કરતા વિચરતો હતો. તે કાળે, તે સમયે ભગવંત મહાવીર સ્વામી પધાર્યા, પર્ષદા નીકળી યાવત્ પર્યાપાસે છે. ત્યારે તે શ્રાવકોએ ભગવંતના આગમનના સમાચાર સાંભળીને આ વૃત્તાંત જાણ્યો, આલભિકા નગરીના શ્રાવકોની માફક વંદન માટે ગયા યાવતુ પર્યાપાસે છે. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રાવકોને તથા તે મોટી પાર્ષદાને ધર્મકથા કહી, યાવત્. પર્ષદા પાછી ગઈ. તે શ્રમણોપાસકો ભગવંત પાસે ધર્મ સાંભળીને, અવધારીને હર્ષિત-સંતુષ્ટ થયા. ભગવંત મહાવીરને વંદનનમસ્કાર કર્યા, વાંદી-નમીને પ્રશ્નો પૂછે છે, તેના અર્થોને ગ્રહણ કરે છે, ત્યાર પછી પોતાના ઉત્થાનથી ઉઠી, ભગવંત પાસેથી, કોષ્ટક ચૈત્યથી નીકળી, શ્રાવતી નગરી જવાને રવાના થયા. પ૩૧. ત્યારે તે શંખ શ્રાવકે, તે શ્રાવકોને આમ કહ્યું - હે દેવાનુપ્રિયો ! તમે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવો પછી આપણે વિપુલ અશનાદિનું આસ્વાદન કરતા, વિસ્વાદન કરતા, ભોજન કરતા-કરાવતા. પાક્ષિક પૌષધનું અનુપાલન કરતા વિચરીશું. ત્યારે તે શ્રાવકો, શંખ શ્રાવકના આ કથનને વિનયપૂર્વક સ્વીકારે છે, ત્યારપછી તે શંખ શ્રાવકને આ આવા પ્રકારનો મનોગત સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો - તે વિપુલ અશનાદિનું આસ્વાદન આદિ કરતા, વિશેષ આસ્વાદન કરતા, પરસ્પર આપતા અને ભોગવતા, પાક્ષિક પૌષધનું અનુપાલન કરી. વિચરવું. મારા માટે શ્રેયસ્કર નથી. પણ મારી પૌષધશાળામાં બ્રહ્મચારી રહી, મણિ-સુવર્ણના ત્યાગ કરી, માલાવર્ણક-વિલેપનથી રહિત થઈ, શસ્ત્ર-મુસલ આદિના ત્યાગરૂપ, એકલા, કોઈના સાથ વિના, દર્ભ-સંસ્તારકે બેસીને પાક્ષિક-પૌષધનું અનુપાલન કરી વિચરવું શ્રેયસ્કર છે. આ પ્રમાણે વિચારીને જ્યાં શ્રાવસ્તી નગરી છે, જ્યાં પોતાનું ઘર છે, જ્યાં ઉત્પલા શ્રાવિકા છે, ત્યાં આવે છે. આવીને ઉત્પલા શ્રાવિકાને પૂછીને, જ્યાં પૌષધશાળા છે, ત્યાં આવે છે, આવીને પૌષધશાળામાં પ્રવેશે છે, પૌષધશાળામાં પ્રવેશીને પૌષધશાળા પ્રમાર્જે છે, પ્રમાર્જીને ઉચ્ચાર પ્રસવણ ભૂમિને પડિલેહે છે પછી દર્ભનો સંથારો પાથરે છે, પાથરીને તેના ઉપર આરૂઢ થાય છે. પછી પૌષધશાળામાં બ્રહ્મચર્યપૂર્વક પાક્ષિક પૌષધ યાવત્ પાલના કરતો રહે છે. ત્યારે તે શ્રાવકો જ્યાં શ્રાવસ્તી નગરી, જ્યાં પોતાના ઘરો છે ત્યાં આવે છે, આવીને વિપુલ અશનાદિ તૈયાર કરાવે છે, કરાવીને પરસ્પર બોલાવે છે, બોલાવીને આમ કહ્યું - એ પ્રમાણે હે દેવાનુપ્રિયો ! અમે તે વિપુલ અશનાદિ તૈયાર કરાવ્યા છે, શંખ શ્રાવક હજી આવેલ નથી, તો હે દેવાનુપ્રિયો ! આપણે શંખ શ્રાવકને બોલાવીએ તે શ્રેય છે. ત્યારે તે પુષ્કલી શ્રાવક, તે શ્રાવકોને આમ કહે છે - તમે બધા સારી રીતે સ્વસ્થ અને વિશ્વસ્ત થઈને બેસો, હું મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 6Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 240