Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
१२
આ અનુવાદમાં જે ખંડે પાડવ્યા છે, તે સ્કૂલ રીતે જ પાડ્યા છે. ચારિત્રખંડમાં સિદ્ધાંતખંડનું વસ્તુ ન જ -આવે, કે સિદ્ધાંતખંડમાં સાધનખંડનું વસ્તુ ન આવે, એમ બને જ નહિ. તેમ જ નારકખંડ, દેવખંડ, કે અન્યજીવખંડમાં સિદ્ધાંતભાગ ન હોય તે બીજું શું હોય? પરંતુ -આ રીતનું જાડું વગીકરણ પણ વાચકને તથા અભ્યાસીને ઉપયોગી થઈ પડશે. ગણિતખંડ અને કુતૂહલખંડ એ બે ખંડ તો આ ગ્રંથની ખાસિયત વાચકના ધ્યાનમાં આવે તે દષ્ટિએ જ જુદા તારવ્યા છે. બાકી, તે બે ખંડનું વસ્તુ તો અન્ય ખંડેમાં સમાઈ જાય તેવું જ છે.
એક લાલબત્તી અહીંથી જ ધરી લીધે છૂટકે. આ ગ્રંથ પ્રાથમિક અભ્યાસ માટે નથી જ. આ માળાના -અન્ય જૈન ગ્રંથનું જેને સ્મૃતિયુક્ત જ્ઞાન છે, તથા તત્વાર્થસૂત્ર જેવા ગ્રંથે જેણે સમજીને વિચર્યા છે, તે અભ્યાસી જ આ ગ્રંથને સમજી શકે કે તેનો આસ્વાદ લઈ શકે. આ ગ્રંથને પ્રાથમિક અર્થાસીની જરૂરિયાતની દષ્ટિએ ટીકા-ટિપ્પણથી સરળ કરવા પ્રયત્ન કરવો એ તો નિરર્થક જ લાગે છે. કારણ કે અત્યારના કદથી બમણું કદ કરી નાખીએ તે જ એ હેતુ પાર પડે. અને તો પણ આ જ માળાના અન્ય ગ્રંથના વસ્તુનું આ ગ્રંથમાં પુનરાવર્તન કરવું, એ સમય અને દ્રવ્યનો નિરર્થક વ્યય કરવા જેવું કહેવાય. તો પણ સિદ્ધાંતના માહિતગાર અભ્યાસીને તે તે વિગતની યાદ લેવરાવવા પૂરતી તો ઠેર ઠેર વેરી જ છે; તેમ જ પ્રશ્નની શરૂઆતમાં વિસ્તૃત વિવરણે ઉમેર્યા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org