Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 13
________________ બુત સેવાનો સત્કાર શ્રુતાધાર (મુખ્યદાતા) માતુશ્રી જશવંતીબેન શાંતિલાલ તુરખીયા શ્રીમતી ભાવનાબેન દિલીપભાઈ તુરખીયા સત્સંગ સત્ - ત્રિકાલ શાશ્વત આત્મતત્ત્વના સંગની પ્રેરણા આપે છે, સત્સંગ પાપીને પવિત્ર બનાવે છે. સત્સંગથી જીવનની દિશા બદલાઈ જાય છે, દષ્ટિકોણમાં આમૂલ પરિવર્તન થાય છે. રાણપુર નિવાસી માતુશ્રી જશવંતીબેન તથા પિતાશ્રી શાંતિલાલ કેશવલાલ તુરખીયાના સુપુત્ર શ્રી દિલીપભાઈના જીવનમાં પણ સત્સંગની ઊંડી છાપ ઉપસી આવી છે. શાસન અરુણોદય ગુરુદેવ પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. નાં સમાગમમાં આવ્યા. તેઓશ્રીની જીવન પરિવર્તન કરાવે તેવી વાણી સાંભળી અને શ્રી દિલીપભાઈ પ્રભાવિત થયા એટલું જ નહીં પરંતુ આ મનુષ્ય જીવનની સફળતા માટે ધર્મને કર્મની સમજણને આચરણમાં ઉતારવા માટે સાવધાન બની ગયા. તેઓના જીવનમાં અકલ્પનીય પરિવર્તનનો પ્રારંભ થઈ ગયો. સહધર્મચારિણી ભાવનાબેનની વિદાયનો ગમ સમજણમાં પરિવર્તિત થયો. તેઓના સુપુત્ર - પારસ તથા પુત્રવધુ સૌ. રિદ્ધિ અને સુપુત્રી સૌ. શ્વેતા આનંદ શાહ પણ ગુરુભક્તિના રંગે રંગાયેલા છે. પૂ.ગુરુદેવના જન્મદિન નિમિત્તે કલકત્તા દર્શનાર્થે આવ્યા. સર્વથા નિપરિગ્રહી પૂ. ગુરુદેવને જન્મદિનની શું ભેટ આપવી, તે મથામણ દિલીપભાઈના મનમાં ચાલતી હતી. ત્યાં જ પૂ. ગુરુદેવના શ્રીમુખેથી ગુરુ પ્રાણ આગમ બત્રીસીના પ્રકાશનનું આયોજન જાણ્યું અને શ્રી દિલીપભાઈએ તક ઝડપી લીધી. ગુરુભક્તિથી પ્રેરિત થઈ તેઓશ્રુતાધાર તરીકે લાભ લઈ રહ્યા છે. તેઓની ભક્તિની અમો વારંવાર અનુમોદના કરીએ છીએ તથા તેઓ હંમેશાં ગુરુકૃપાના માધ્યમથી જીવનમાં સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પ્રગટ કરીએ છીએ. ગરપ્રાણ પ્રકાશન PARASDHAM on tination o Elevate & Personisson Sorry

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 286