Book Title: Adhyatma Vaibhav1
Author(s): Rajkumar Jain
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 5
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકાશકીય નિવેદન આ ગ્રંથનું પ્રકાશન પ. પૂ. આચાર્યશ્રી કુંદકુંદ દ્વિ-સહસ્ત્રાબ્દી મહોત્સવ તથા પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામી જન્મ-શતાબ્દી વર્ષ અંતર્ગત કરવામાં આવેલ છે. પરમ પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પ્રભાવના ઉદય વર્તમાનમાં આધ્યાત્મિક શાસ્ત્રોનું પઠન-પાઠન સમાજમાં વધતું જાય છે. પ્રાચીન શાસ્ત્રો પ્રાકૃત તથા સંસ્કૃત ભાષામાં લખાયાં હતાં. પ્રવૃત્તિમય જીવનમાં “સ્વાધ્યાય માટે જે કાંઈ સમય ફાળવી શકાય તેમાં જૈનદર્શનના સૂક્ષ્મ તેમજ ગહન સિદ્ધાંતોને સાદી ભાષામાં મુમુક્ષુઓને પીરસી શકાય એ હેતુથી શ્રી કુંદકુંદ કહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટ દ્વારા પરમાગમ સમયસારજી પર પૂ. ગુરુદેવશ્રીનાં પ્રવચનોનું સંકલન ૧૧ ગ્રંથરૂપે થયું. મુ. શ્રી લાલચંદભાઈની પ્રેરણાથી અગિયારે ભાગોમાંથી નવનીત તારવી ૫. રાજકુમારજીએ નિઃસ્પૃહભાવે સંકલન કર્યું અને “અધ્યાત્મ વૈભવ” ગ્રંથાકારે તૈયાર થયું. આ ગ્રંથ બે ભાગમાં છાપવા નક્કી કરેલ છે. હાલ ભાગ ૧ આપની સમક્ષ પ્રસ્તુત કરતાં અમે સૌ આનંદ અનુભવીએ છીએ. આ સંકલનકાર્ય યુવાવિદ્વાન પં. રાજકુમારજી જૈન દ્વારા થયેલ તેથી અમે તેમનો હાર્દિક આભાર માનીએ છીએ. જિજ્ઞાસુઓને અધ્યાત્મ વૈભવ” ગ્રંથ પ્રેરણારૂપ બની રહે તેવી ભાવના સાથે સત્ ધર્મપ્રેમી મુમુક્ષુ બેન શાંતાબેન શાંતિલાલ ઝવેરીના આર્થિક સહયોગથી આ કાર્ય ત્વરાએ સંપૂર્ણ થયું છે. તે માટે અમે સૌ તેમનાં આભારી છીએ. તા. ૨૨-૧૨-૧૯૮૯ પૂજ્ય શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ દેવલાલી (દેવલાલી ) સંકલનકાર શ્રી રાજકુમાર (શાસ્ત્રી) નો સંક્ષિપ્ત પરિચય યુવાવિદ્વાન પં. શ્રી રાજકુમારજી જૈન, મૂળ ખાનીયાધાના (મ. પ્ર.) ના વતની છે. તેમનું ધાર્મિક અધ્યયન શ્રી ટોડરમલ દિગંબર જૈન સિદ્ધાંત મહાવિદ્યાલયમાં થયું. શાંત અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા શ્રી રાજકુમારજી જૈનદર્શનના શાસ્ત્રી છે અને વર્તમાનમાં મૌ (મ. પ્ર.) ખાતે એક ઉત્સાહી આધ્યાપક તેમ જ પ્રવચનકાર છે. બાલ્યવયથી જ તેમની અભિરુચિ સ્વાધ્યાય, ચિંતન, મનન ને લેખન છે. તેમની સ્વયંલિખિત કૃતિઓ “કહાની સંગ્રહ’, ‘વિરાગવાટિકા”, “સમક્તિ સાવન', તેમ જ “ધન્યભાગ્ય’ વિ. ને મુમુક્ષુસમાજે હર્ષપૂર્વક વધાવી લીધેલ છે. તે ઉપરાંત તેમણે “વિરાગસરિતા', “આધ્યાત્મિક રત્નત્રય', મંગળવચનામૃત' વિ. નું સંકલન તેમ જ અનુવાદન બહુ જ સફળતાપૂર્વક કર્યું છે. પરમ પૂ. સદ્ગદેવ શ્રી કાનજી સ્વામીનાં આચાર્ય કુંદકુંદ વિરચિત મહાન અધ્યાત્મિક ગ્રંથ શ્રી સમયસારજી” પર પ્રકાશિત થયેલાં પ્રવચનોના અગિયાર ભાગોનું સંક્ષિપ્તમાં સંકલન કરવાનું આદરણીય શ્રી લાલચંદભાઈ મોદીએ વિચાર્યું ને તેની ફલશ્રુતિમાં, પં. રાજકુમાર દ્વારા, બે વર્ષ સુધી ચીવટપૂર્વક સતત અભ્યાસ કરી. આ સંકલન તૈયાર કરવામાં આવ્યું, ને ગ્રંથરૂપે “આધ્યાત્મ વૈભવ” નો જન્મ થયો. જૈનદર્શનના સિદ્ધાંતોને આધ્યાત્મિક આંખોએ પૂ. સદ્દગુરુદેવે જોયાં અને તેનો નિચોડ તે “અધ્યાત્મ વૈભવ”! તા. ૨૨–૧૨–૧૯૮૯ પૂ. શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ દેવલાલી (દેવલાલી) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 492