Book Title: Abhaykumar Charitra
Author(s): Sumtishekharvijay
Publisher: Govardhannagar Vinanagar S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 7
________________ અભયકુમાર ચરિત્ર છે. જે જિતવાની ઈચ્છાવાળો ઐશ્વર્યને ધારણ કરે છે તેથી આને મધ્યમાં રાખીને બીજા દ્વીપોરૂપી રાજાઓ આનું રક્ષણ કરી રહ્યા છે. ૨૦. જે તીર્થકરોની જન્મભૂમિ બને તેને વચનથી કેવી રીતે વર્ણવી શકાય? અથવા હાથીના પગલામાં બધાનાં પગલાનો સમાવેશ થઈ જાય છે. કહેવાનો ભાવ એ છે કે જંબૂદ્વીપ સર્વ દ્વિીપોમાં શ્રેષ્ઠ છે. ૨૧. તેમાં ધર્મરૂપી.અનાજને ઉગવા માટે મેઘ સમાન એવું ભરતક્ષેત્ર છે. જેમ સાધુધર્મ છ વ્રતોથી સહિત છે તેમ તે છ ખંડોથી સહિત છે. ૨૨. પોતાના ખારા પાણીના અટકાવને કાબૂમાં નહીં રાખનાર લવણ સમુદ્રના ઉચ્છેદ માટે બાણનું અનુસંધાન કરવાની ઈચ્છાવાળા જંબૂદ્વીપે જગતરૂપી ધનુષ્યની સાથે હિમાદ્રીનું પણછ બાંધીને વૈતાઢય પર્વતરૂપી બાણ ફેંકવાની તૈયારી કરી રાખી છે. કહેવાનો ભાવ એ છે કે જંબૂઢીપે જગતી દ્વારા લવણ સમુદ્રના ખારા પાણીને રોકી રાખ્યા છે. ૨૩-૨૪. તે ભરતક્ષેત્ર વસુંધરા રૂપી સ્ત્રીનું લલાટ છે એમાં કોઈ સંશય નથી કારણ કે એની ઉપર ગંગા નામનું ચંદનનું તિલક છે. ૨૫. અમે આને આઠમના ચંદ્રનું સાદગ્ધ કેવી રીતે આપીએ? કારણ કે આની હજારમાં ભાગની કળાને પણ ચંદ્ર ધારણ કરતો નથી. ૨૬. તે ભરતક્ષેત્રમાં મગધ નામનો દેશ છે તે નિશ્ચયથી સ્વર્ગનો એક ભાગ છે કેમ કે અહીં આવીને દેવો અમૃતનું ભોજન કરનારા થયા છે. ૨૭. તેમાં (મગધદેશમાં) માનસરોવર સમાન સરોવરો છે. ગંગા સમાન નદીઓ છે. દેવલોકની વાવડીઓ સમાન વાવડીઓ છે. પદ્મદ્રહ સમાન દ્રહો છે. ૨૮. જેમ પાપી ચોરો વડે પુણ્યશાળીઓની લક્ષ્મી હરણ કરાવે છતે ફરી ફરી વધે છે તેમ અનાજની લણણી થયા પછી ફરી ફરી ઉગે છે. ર૯.વિચિત્ર પ્રકારના તાજા હરિત ઘાસથી શંખવર્ણી થયેલી મગધ દેશની ભૂમિ જાણે મેરુપર્વતની સુવર્ણ ઘાસવાળી ભૂમિ ન હોય તેમ શોભી. ૩૦. જેમ વિંધ્યાચલની ભૂમિ ઉપર હાથિણીઓ ચરે છે તેમ મગધની ભૂમિ પર ઘડો ભરીને દૂધ આપનારી હજારો ગાયો ઈચ્છા મુજબ ચરે છે. ૩૧. જેમ નગરમાં રહેલો માણસ આજીવિકાથી સીદાતો નથી તેમ મગધ દેશના નારંગી-કેળ-આમ્ર-બીજપુર વગેરેથી ભરપુર અરણ્યમાં ભમતો માણસ સીદાતો નથી. ૩૨. ઉત્કંઠિત સ્ત્રીઓ જેમ સુભગ પુરુષને ભજે તેમ સૌભાગ્ય, નિર્ભયત્વ અને નિરીતિઓએ હંમેશા તેને ભજ્યા અર્થાત આ બધા ગુણો મગધ દેશમાં આવવા ઉત્કંઠિત હતા કેમકે મગધ દેશ આ બધા ગુણો માટે યોગ્ય હતો. ૩૩. જેમ સંધિવગેરે છ ગુણો સુરાજાને ભજે તેમ પોતપોતાનું ફળ આપતી છએ ઋતુઓ એકીસાથે મગધભૂમિને ભજવા લાગી. ૩૪. આકાશમાં જેમ સૂર્ય શોભે સરોવરમાં જેમ કમળ શોભે તેમ ત્યાં ભુવનમાં વિખ્યાત કુશાગ્રપુર નામનું નગર શોભતું હતું. ૩૫. તે નગરમાં મુનિઓને સંયમ (ચારિત્ર) હતું પણ બીજાઓને સંયમ (બંધન) ન હતું. મુનિઓને ત્રણ ગુપ્તિ (મનો ગુપ્તિ, વચનગુપ્તિ અને કાય ગુપ્તિ) હતી બીજા કોઈને ગુપ્તિ (કારાગૃહ) નહતું. મુનિઓને પાંચ સમિતિ (ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષ્ણા સમિતિ, આદાનભંડમતનિક્ષેપણાસમિતિ, પારિષ્ઠાપનિકા સમિતિ) હતી. પણ બીજાઓને સમિતિ (વૈર) ન હતું. મુનિઓના જ હાથમાં મોક્ષદંડ દેખાતો હતો લોકમાં કોઈને દંડ કરવામાં આવતો ન ૧. નિરીતિઃ તિવૃષ્ટિનીવૃષ્ટિ: નમ: મૂષT: શૂT: | પ્રત્યાનાશ્વ રીનાનઃ પડેતા રૃત: મૃત: || (૧) અતિવૃષ્ટિ (ઘણો વરસાદ) (૨) અનાવૃષ્ટિ (દકાળ) (૩) તીડનો ભય (૪) ઊંદરનો ભય (૫) પોપટનો ભય અને (૬) પરરાજ્યનો ભય એમ છ ઈતિઓ છે. તે તે દેશમાં આ ઈતિઓ ન હતી. ૨. સંધિઃ (૧) સંધિ (મંત્રી) (ર) વિગ્રહ (યુદ્ધ)(૩) યાન (લડવા માટે કૂચ કરવીતે) (૪) આસન (પડાવ નાખીને રહેવું તે) (૫) કૈધીભાવ (શત્રને બહારથી મૈત્રીભાવ દર્શાવવો તે છેતરપીંડી) અને (૬) આશ્રય (શક્તિ ન હોય તો બળવાન ધાર્મિક રાજાનો આશ્રય કરવો તે.)

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 322