Book Title: Abhaykumar Charitra Author(s): Sumtishekharvijay Publisher: Govardhannagar Vinanagar S M P Jain Sangh View full book textPage 6
________________ અભયકુમાર ચરિત્ર सर्वज्ञाय नमः પાઠક પ્રવર શ્રી ચન્દ્રતિલકોપાધ્યાય રચિત શ્રી અભયકુમાર ચરિત્ર પ્રથમ સર્ગ ગ્રંથનું મંગલાચરણઃ આ અવસર્પિણીમાં પ્રથમ ધર્મના ઉપદેશક, કેવળજ્ઞાનરૂપી સૂર્ય, સુર અને અસુરોથી વંદન કરાયેલા શ્રી ઋષભ જિનેશ્વરને હું વંદન કરું છું. ૧. ઈન્દ્રો પણ જેઓના ચરણકમળમાં હંમેશા નમસ્કાર કરે છે તે અજિતનાથ વગેરે બીજા જિનેશ્વરો જય પામે છે. ૨. જેના શરીરની ઉલ્લાસ પામતી સુવર્ણની કાંતિએ ચૈત્ય વૃક્ષ ઉપર રહેલ ગરુડની કાંતિને ધારણ કરી તે શ્રી વીર જિનેશ્વર મારા કલ્યાણ માટે થાઓ. ૩. વસ્તુ પોતાની પાસે ન હોવા છતાં જેણે પોતાના શિષ્યોને આપી તે લબ્ધિમંત ગૌતમ ગણધાર ભગવંતને નમસ્કાર થાઓ. કહેવાનો ભાવ એ છે કે ગૌતમ સ્વામી મહારાજા પાસે કેવળજ્ઞાન ન હતું છતાં તેના બધા શિષ્યોને કેવળજ્ઞાન થઈ જતું હતું. ૪. શ્રી સુધર્મ ગણધર ભગવંતથી માંડીને છેલ્લા દુપ્રભસૂરિ સુધીના શ્રી યુગપ્રધાનોની શ્રેણી મારા હૃદયકમળમાં વાસ કરો. ૫. જેના બે ચરણ જ્ઞાન અને ક્રિયાને ચડવા માટે નિશ્ચિતપણે સ્કંધની ગરજ સારે છે, જેની બે બાજુઓ બે શાખાની ગરજ સારે છે, જેની આંગળીઓ પ્રશાખાની ગરજ સારે છે, જેના નખો પલ્લવોની ગરજ સારે છે. જેની દંતાલી પુષ્પોની ગરજ સારે છે. જેના હોઠ મકરંદની ગરજ સારે છે. જેની બે આંખો ભ્રમર જેવું આચરણ કરે છે. જેની કર્ણલતા સંયમશ્રી અને સરસ્વતીને હિંચકવાના બે ઝૂલાની ગરજ સારે છે, જેનો કપાળ સહિતનો નાસિકાવંશ ઘણાં કલ્યાણકારી મોક્ષરૂપી ફળોથી સારી રીતે ફલિત થયો છે. હિંચોડવાના સમયે સરસ્વતી વડે તુંબડીથી યુક્ત વીણાદંડ જેની નાસિકાવંશની ઉપર સ્થાપિત કરાયો છે તે આ વિબુધો વડે સેવાયેલ જિનેશ્વરસૂરિ રૂપી જંગમ કલ્પવૃક્ષ અભિવાંછિતને પૂરો. (૬-૧૦) સર્વ સાધુઓમાં શિરોમણિ સર્વ વિદ્યા રત્નોનાં સમુદ્ર, વિશાળ નિર્મળ ચિત્તવાળા એવા શ્રી વિજયદેવસૂરિ પાસેથી અર્થની પૂંજીની (મૂડીની) પ્રાપ્ત કરીને સ્વયં મંદ બુદ્ધિવાળો હોવા છતાં વણિકપુત્ર ધનાઢય થાય તેમ હું કંઈક જાણનારો થયો. તેથી શ્રી વિજયદેવસૂરિની સ્તવના કરું છું. અર્થાત્ ગુરુની કૃપાથી શાસ્ત્રાર્થને જાણનારો થયો. (૧૧-૧૨). જડ પણ નિસરણીની જેમ જેની (સરસ્વતીની) કૃપાને પ્રાપ્ત કરીને કવિ વડે રચાયેલ કાવ્યરૂપી મહેલ ઉપર સુખપૂર્વક આરોહણ કરે છે. ૧૩. જિનેશ્વરના મુખરૂપી કમળમાં વાસ કરનારી ચિંતામણિની જેમ અભીષ્ટ ફળને આપનારી સરસ્વતીની હું સ્તવના કરું છું. ૧૪. શાંત વગેરે અનેક અદ્ભુત રસો' રૂપી પાણીના સરોવર સમાન શ્રી અભયકુમારના ચરિત્રની હું સ્તવના કરું છું. ૧૫. ચારિત્રનો પ્રારંભ જેમ સર્વ તારાઓમાં નક્ષત્ર અને જ્યોતિષિમાં ચંદ્રમા તેમ આ તીર્ચ્યુલોકમાં સર્વ દ્વીપોમાં પ્રથમ જંબૂ નામનો વિખ્યાત દ્વીપ છે. આ જંબુદ્વીપ હિમવર્ વગેરે સાત વર્ષધર પર્વતોથી ભરતાદિ છ વર્ષધર ક્ષેત્રોમાં વિભાજન કરાયો છે. વિદેહરૂપી ચાર દુકાનની શ્રેણીની શોભાવાળો છે. તેમાં ઊંચા સુંદર સુરાલયો આવેલા છે. (વ્યંતર દેવોના આવાસો) વિજય વગેરે આ ચાર દરવાજાવાળા કિલ્લાથી ચારે તરફ ઘેરાયેલ છે. ૧૭. આ જંબુદ્વીપની ફરતે કિલ્લા રૂપ વેદિકા છે. કિલ્લા પછી ચારે બાજુ પરિખા રૂપ લવણ સમુદ્ર રહેલો છે. આવો જંબુદ્વીપ નગરની શોભાને ધારણ કરે છે. અર્થાત્ નગરની જેમ શોભે છે. ૧૮. આ જંબૂઢીપ સર્વ દ્વીપોનો સ્વામી છે એમ અમે માનીએ છીએ. કારણ કે આ જંબુદ્વીપમાં કીર્તિસ્તંભરૂપ એક લાખયોજન ઊંચાઈવાળો મેરુ પર્વત મધ્યમાં આવેલો છે. ૧૯. આ જંબુદ્વીપમાં બત્રીસ વિજય રૂપ આભૂષણો ૧. રસઃ શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત એમ નવ રસ છે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 322