________________
બલિદાનનું મહતું કાર્ય તો તેમનાય અદનામાં અદના આદમી દ્વારા થાય છે.
છતાં એ કઠોર ભૂમિ તેમજ તેથી વધુ કઠોર પર્યાવરણવાળા ટાપુના સામાન્ય જનોનાં કાર્યો તથા કુ-કાર્યો દ્વારા લેખક એક અનોખી - રસપ્રદ – નવલકથા ઊભી કરે છે. નવલકથાનું એકેએક પગરણ (પ્રકરણ પણ) વાચકને ઘેરા રસમાં ખેંચતું જાય છે. સારાં-નરસાં બેઉ તત્ત્વોનો બનેલો માનવી જેવાં સારાં કામ કરી બતાવે છે, તેવાં જ કેટલાંય ખરાબ કાર્યો પણ કરે જ છે. પરંતુ નવલકથાકારે એ સારાં-નરસાં કાર્યોની ફૂલગૂંથણી એવી કુશળતાથી કરેલી છે કે, દરેક પગથિયું વાર્તાને રસની અંતિમ કોટીએ પહોંચાડતું જાય છે. કોઈ પગથિયા ઉપરથી વાચકને કોરેકોરા જવું પડતું નથી – દરેક પગથિયે તે વાર્તા-રસથી વધુ ને વધુ ભીંજાતો જાય છે.
પુરુષનું ચરિત્રા જેમ આ નવલકથામાં ઠીક ઠીક ઉપસાવવામાં આવ્યું છે, તેમ સ્ત્રીનું ચરિત્ર પણ સેળે કળાએ ખીલવાયું છે. સ્ત્રીનું હૃદય કેવું કોમળ, પ્રેમાળ, વફાદાર, તથા એકનિષ્ઠ હોઈ શકે, તે બતાવતાં લેખક જાણે થાકતા જ નથી. આઇસલૅન્ડ જેવા વેરાન પ્રદેશમાં એક સામાન્ય સ્ત્રીને શી મોટી કામગીરી બજાવવાની હોય? છતાં જે કંઈ કામગીરી બજાવવાની શ્રીબાને માથે આવે છે, તેને ઉદાત્ત રીતે પાર પાડતી બતાવવામાં નવલકથાકારે પિતાની કળાને પણ સમુચિત રીતે કૃતાર્થ કરી છે.
વાર્તા સીધી-સાદી રીતે જ ઊભી થતી કે વિસ્તરતી નથી. તેથી વાર્તાકારે આ નવલકથાનાં ત્રણ “પર્વ' પાડયાં છે. છતાં વાર્તા એટલી બધી અટપટી પણ બની જતી નથી કે જેથી વાચક વાર્તાનો રસતંતુ જ ખોઈ બેસે. વાર્તાનું એકેએક પ્રકરણ – એકેએક પગથિયું વાર્તાને જુદે જુદે છેડેથી આગળ ધપાવે છે; પરંતુ વાચકને કયાંય જાણે અટવાઈ ગયો હોય – ભૂલો પડ્યો હોય તેવો અનુભવ થતો નથી. વાર્તાનું એકેએક પાત્ર વાચકના માનસપટ ઉપર એવા ઘેરા