________________
તીર્થકરો
૨. ભગવાન આદિનાથ
સમય આદિ અને અંત વિનાનો છે. વિકાસના યુગથી શરૂ કરી વિનાશ સુધી સતત વિસ્તરતો રહે છે. જૈન પરંપરા પ્રમાણે વિકાસના યુગને ઉત્સર્પિણી અથવા ચઢતા પરિમાણનો સમય કહેવાય છે, જેમાં દીર્ઘ આયુષ્ય, અઢળક સંપત્તિ તથા તમામ પ્રકારના સુખ સમયે સમયે વધતા જોવા મળે છે. બીજી બાજુ પડતીના સમયને અવસર્પિણી કાળ અથવા ઊતરતા પરિમાણનો સમય કહેવામાં આવે છે, જેમાં જીવનનો કાળ ટૂંકો થતો જાય છે અને સામાન્ય રીતે તમામ પ્રકારના દુઃખો વધતા જોવા મળે. આ બે પ્રકારના યુગથી સમયનું ચક્ર ચાલે છે.
જૈનધર્મની કાળમીમાંસા (બ્રહ્માંડ મીમાંસા) પ્રમાણે દરેક ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળ છ આરામાં વહેંચાયેલો હોય છે. અત્યારનો સમય અવસર્પિણી કાળનો પાંચમો આરો ગણાય છે. હિંદુ પરંપરા પ્રમાણે તેને કળિયુગ કહે છે.
અવસર્પિણી કાળના ત્રીજા આરા સુધી લોકો વધુ સાહજિક અને સાદું જીવન જીવતા હતા. વસ્તી ઓછી હતી. કુદરત લોકોની તમામ જરૂરિયાત પૂરી કરતી હતી તેથી માણસને તે માટે વધુ મહેનત નહોતી કરવી પડતી. વૃક્ષ રહેવા માટે મકાન તથા ડાળી પાંદડા વસ્ત્રો પૂરા પાડતા. વળી ભૂખ લાગે તો ફળ ફૂલથી તૃપ્ત થતા. નહાવા ધોવા પાણી પણ પૂરતું મળી રહેતું. ટૂંકમાં જીવન નિર્વાહ માટે તેમને સંઘર્ષ નહોતો કરવો પડતો. શાંતિથી જીવન ચાલતું હતું. આ સમય હજારો કે કરોડો વર્ષ પહેલાંનો ગણાય છે
અને તે વખતે મનુષ્યનું આયુષ્ય લાખો વર્ષોનું હતું. તેઓ ટોળામાં રહેતાં. તેમના નાયકને કુલકર અથવા રાજા કહેતા. આ અરસામાં નાભિરાયા કુલકરની આગેવાનીમાં સહુ શાંતિમય જીવન વ્યતીત કરતા હતા. તેમને મરુદેવી નામની રાણી તથા ઋષભ નામનો પુત્ર હતા. ઋષભના જન્મ
પછી રાજ્યમાં વસ્તીનો વધારો થયો પણ તેના પ્રમાણમાં કુદરતે સાથ ન આપ્યો. તેથી લોકોને પોતાની રોજિંદી જરૂરિયાત માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો. લોકોમાં ઈર્ષ્યા અને વેરભાવ વધી પડ્યા. રાજા તરીકે નાભિરાયાએ લોકોની જરૂરિયાત પૂરી પાડવા ખૂબ જ પ્રયત્નો કર્યા. ઋષભ બહાદુર, ચતુર અને ખૂબ જ ઉત્સાહી યુવરાજ હોવાથી નાભિરાયાએ તેમના પર વિશ્વાસ મૂકી રાજયનો કારભાર તેમને સોંપ્યો.
cy
-
૧
E
AR
TOR
ઋષભ દીર્ધદષ્ટિવાળા હતા. વિચારક અને તકલીફમાંથી રસ્તા કાઢનારા હતા. જીવવા માટેના સંઘર્ષને નિવારવા માટે કોઈ ચોક્કસ યોજનાઓ જરરી હતી. તેમણે લોકોને અનાજ કેમ ઉગાડવું તથા કાપડ કેમ બનાવવું તે શીખવ્યું. જીવનમાં વધુ સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે તેમણે લોકોને વાસણો બનાવતા, રસોઈ બનાવતા, ઘર બાંધતા, કાપડ વણતાં તથા પશુપાલન જેવા વ્યવસાયો કરતાં શીખવ્યું. પથ્થર, ધાતુ તથા લાકડામાંથી સુંદર વસ્તુઓ બનાવતાં શીખવ્યું. આમ વિનિતા-જે પાછળથી અયોધ્યા નામે જાણીતું બન્યું - નગરનું નિર્માણ થયું.
शिल्प
જીવન જીવવાની કળા તથા વેપાર ધંધાનું કૌશલ્ય શીખવતા કષભદેવ
જૈન કથા સંગ્રહ