________________
ભગવાન મહાવીરના સમય પછીની કથાઓ
આ બાજુ વર્ષાઋતુ પૂરી થતાં વહાણનો કાફલો બધા માલસામાન સાથે પાછો ફર્યો. સવચંદ ઘણો જ ખુશ થયો અને નિરાંતનો શ્વાસ લીધો. એ માલસામાન વેચીને એણે મોટી મૂડી ઊભી કરી. વહાણો ગુમ થયા પૂર્વે જે આબરુ હતી તેના કરતાં પણ તેની આબરુ અનેકગણી વધી ગઈ. સોમચંદને પૈસા પાછા આપવાનો હવે એનો સમય હતો. આ હેતુથી તે અમદાવાદ ગયો અને એક લાખ રૂપિયા વ્યાજ સાથે પાછા વાળ્યા. સોમચંદના ચોપડામાં સવચંદના ખાતે કોઈ પણ રકમ બાકી બોલતી ન હતી તેથી તેણે તે પૈસા સ્વીકારવાની ના પાડી. દેવું ચૂકવ્યા વિના ઘેર પાછા પણ કેમ જવાય? એણે સોમચંદને ખૂબ દબાણ કરીને તે જે રકમ કહેશે તે આપવાની તૈયારી બતાવી. વધુમાં કહ્યું કે જો તે આપવામાં નિષ્ફળ જશે તો હૂંડી લખ્યાનો અફસોસ થશે. સોમચંદે જવાબ આપ્યો કે આંસુના બદલામાં તો હૂંડી ખરીદી હતી. એ આંસુના બે ટીપાંવાળો માણસ રૂા. બે લાખ કરતાં પણ વધુ કિંમતી હતો. મેં તો રાજકુમારને રૂા. એક લાખ જ આપ્યા હતા, બાકી રૂા. એક લાખ આપવાના તો હજુ બાકી છે.
પણ સવચંદ એ કેમ સ્વીકારી શકે? સોમચંદે પોતાની હૂંડી સ્વીકારી પોતાના પર કૃપા કરી છે તેથી તે તેનો ઋણી હતો. સોમચંદ કહે તેટલી રકમ તે આપવા તૈયાર હતો. રકમ સ્વીકારવાને બદલે સોમચંદ તો સામેથી રૂા. એક લાખ તેને હજુ આપવા માંગતો હતો. સવચંદ વારંવાર હૂંડીની રકમ સ્વીકારવા કાલાવાલા કરતો હતો. તો સોમચંદ કહેતો કે મારા ચોપડામાં તમારા નામની બાકી રકમ છે જ નહિ તો હું કેમ સ્વીકારું? એક રીતે જોઈએ તો સોમચંદ સાચો હતો કારણ કે હૂંડીની રકમ એણે પોતાના વ્યક્તિગત ખાતામાંથી આપી હતી.
રામાયણમાં એક બહુ સરસ પ્રસંગ છે. જયારે રામ અને ભરત બંનેમાંથી કોઈ રાજ્ય સ્વીકારવા તૈયાર નથી ત્યારે બંને એકબીજાને રાજ્ય સ્વીકારવા સમજાવે છે. એના જેવો જ ઘાટ અહીં સવચંદ અને સોમચંદ વચ્ચે થયો છે. બંને જણા બહુ મોટી રકમ એક બીજાને આપવા ઇચ્છે છે પણ બેમાંથી કોઈ તે સ્વીકારવા તૈયાર નથી. સવચંદે તો હૂંડીની રકમ સ્વીકારવાની વાત સતત ચાલુ રાખી તો સોમચંદે ના તો પાડી પણ હવે તો બાકીના એક લાખ રૂપિયા પણ સવચંદે સ્વીકારી જ લેવા જોઈએ તેવી જિદ્દ કરી. છેવટે જૈનસંઘને લવાદ તરીકે નીમી તે જેમ કહે તેમ કરવું તેવું નક્કી કર્યું.
અમદાવાદના જૈન સંઘના અગ્રણીઓએ બંનેને સાથે જ બોલાવ્યા. બંનેને શાંતિથી સાંભળ્યા પછી નક્કી કર્યું કે બંનેમાંથી કોઈને તે રકમ સ્વીકારવી નથી તો તે પૈસા સારા ઉમદા કામમાં વાપરવા જોઈએ. બંને જણા સહમત થયા અને તે રકમમાં સારી એવી રકમ ઉમેરી શત્રુંજય પર્વત પર મંદિરો બંધાવવા. વહેલામાં વહેલી તકે બાંધકામ શરૂ કરવાનું નક્કી કર્યું. મંદિરોનું કામ પૂર્ણ થતાં ઈ. સ. ૧૬૧૯ માં ખૂબ ધામધૂમથી તેની પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી. તેમની સ્મૃતિમાં તે મંદિરો આજે પણ સવા-સોમની ટૂંક તરીકે ઓળખાય છે.
જીવનમાં તેમ જ વૈતારમાં પ્રમાણિકતા ઘણું વળતર આપે છે. સોમચંદના ઉદા૨તા પ્રશંસાને પાત્ર છે. દુઃખમાં ફસાઢેલા માણસનો તે ખોટો લાભ નથી ઉઠાવતા. આખેલું કશું જ પાછું મેળવવાની અપેક્ષા રાચ્ચા બના અજાયા 'માણસને પણ તેઓ મદદશ્યપ થતા.
134
જૈન કથા સંગ્રહ