Book Title: $JES 202G Jain Katha Sangraha
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 145
________________ વીરચંદ આર. ગાંધી 3. શ્રી વીરચંદ આ૨. ગાંધી જીવન અને કવન (ઓગસ્ટ ૨૫,૧૮૬૪ થી ઓગસ્ટ ૭, ૧૯૦૧) સપ્ટેમ્બર ૧૧, ૧૮૯૩ નો એ યાદગાર દિવસ હતો. શિકાગોના કલા સંસ્થાનો (આર્ટ ઇસ્ટીટ્યુટ ઓફ શિકાગો) કોલંબસ હોલ જુદા જુદા દેશ અને ધર્મના લગભગ 3000 પ્રતિનિધિઓથી ખીચોખીચ ભરાયેલો હતો. જગતના ધર્મોની પરિષદનો એ ઉદ્ધાટનનો દિવસ હતો. માનવ ઇતિહાસમાં આવી પરિષદ આ પ્રથમ વખત જ ભરાઈ હતી. આ પરિષદનો હેતુ જગતના જુદા જુદા ધર્મોનું જ્ઞાન ફેલાવવાનો અને અનુયાયીઓ વચ્ચે ભાઈચારાની ભાવના વિકસાવી જગતની શાંતિ કાયમ રાખવાનો હતો. આ પરિષદ ૧૭ દિવસ ચાલી હતી. આ બધામાં તેમના ભારતીય પોષાક અને પાઘડી પહેરેલા બે જુવાન માણસો ખાસ આકર્ષણનું કેંદ્ર હતા. તેમાંથી એક જગ પ્રસિદ્ધ સ્વામી વિવેકાનંદ જેઓએ હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને બીજા શ્રી વીરચંદ રાઘવજી ગાંધી જેઓએ જૈનધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે યુ. એસ. એ. ની પરિષદ દરમિયાન ધર્મસભામાં પોતાના વક્તવ્ય અને વ્યક્તિત્વથી સહુને પ્રભાવિત કર્યા અને તેથી તેમને યુ. એસ. એ. માં વધુ રોકાઈને જુદા જુદા શહેરોમાં ભાષણ યોજવા જણાવ્યું. ત્યાં હાજર રહેલા સભાસદો ૨૯ વર્ષના યુવાન શ્રી વીરચંદ ગાંધીના વક્તવ્યથી જ પ્રભાવિત થયા એટલું જ નહિ પણ તેમના જ્ઞાનથી પણ પ્રભાવિત થયા. જૈનધર્મનો સમગ્ર દૃષ્ટિકોણ અને તે રજૂ કરવાની વાકછટાથી સભાસદો ચકિત થઈ ગયા. અમેરિકન છાપામાં છપાયું કે “પૂર્વીય તમામ વિદ્વાનોમાં જૈનધર્મની શ્રદ્ધા અને રીતરસમ અંગેના આ યુવાનનું ભાષણ ખૂબ જ રસ અને ધ્યાનથી સાંભળવામાં આવ્યું.” શ્રી વીરચંદ ગાંધી ઓગસ્ટ ૨૫, ૧૮૬૪ માં ગુજરાતમાં ભાવનગરની નજીક આવેલા મહુવામાં જન્મ્યા હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં પૂરું કર્યા બાદ તેઓ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં જોડાયા. તેમણે બી. એ. ઓનર્સની ડીગ્રી મુંબઈ યુનિ. માંથી ઈ.સ. ૧૮૮૪ માં મેળવી. સમગ્ર જૈન સમાજમાં તેઓ પ્રથમ જ ગ્રેજયુએટ હતા. તેઓ બૌદ્ધધર્મ, વેદાંત, તત્ત્વજ્ઞાન, યોગ, ખ્રિસ્તી ધર્મ અને પશ્ચિમના તત્ત્વજ્ઞાનના સંપૂર્ણ જાણકાર હતા. તેમણે ઘણાં બધાં ધર્મના તત્ત્વજ્ઞાનનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો જેને લીધે જુદા જુદા વિષયો પર ખૂબ જ પ્રભુત્વ અને વિશ્વાસથી ભાષણ આપી શકતા. તેમણે ગુજરાતી, હિન્દી, બંગાળી, અંગ્રેજી, પ્રાકૃત, સંસ્કૃત, ફ્રેંચ જેવી ચૌદ ભાષાનો અભ્યાસ કર્યો હતો. ઈ. સ. ૧૮૮૫ માં ૨૧ વર્ષની ઉંમરે શ્રી વીરચંદ આર. ગાંધી સર્વ પ્રથમ જૈન ધર્મસભાના માનદ્ મંત્રી બન્યા. મંત્રી તરીકે તેઓએ પવિત્ર યાત્રાધામ ભારતના ગુજરાતમાં આવેલા પાલીતાણા પાસેના શત્રુંજય પર્વત પર લેવામાં આવતા યાત્રાળુ વેરાને નાબૂદ કરાવ્યો. એ દિવસોમાં શાસનકર્તા સામે વિરોધ નોંધાવવો એ આકરી સજાને પાત્ર અથવા મૃત્યુને આમંત્રણ આપવા સમાન ગણાતું. તેમણે સમાધાન માટે શરતો નક્કી કરી. તે સમયના મુંબઈ રાજયના ગવર્નર લોર્ડ રે તથા સરકારી અધિકારી વોટસન સાથે નક્કર દલીલો દ્વારા યાત્રાળુઓ તથા ધાર્મિક સ્થળની સુરક્ષા પેટે વાર્ષિક ચોક્કસ રકમ રૂ૧૫000 ના બદલામાં માથાદીઠ વેરો તેમણે માફ કરાવ્યો. ઈ. સ. ૧૮૯૧ માં બોડમ નામના એક અંગ્રેજે ભારતના બિહાર રાજ્યમાં આવેલા કલકત્તા નજીકના પવિત્ર તીર્થધામ સમેતશિખર પર્વત પર ડક્કરને મારીને તેમાંથી ચરબી કાઢવાનું કારખાનું શરૂ કર્યું. શ્રી વીરચંદ ગાંધી પવિત્ર યાત્રાના સ્થળ પરના કારખાનાને જૈન કથા સંગ્રહ ( 145

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160