________________ બોધ કથાઓ બીજા દેડકાએ પોતાનામાં જેટલી શક્તિ હતી તે એકઠી કરીને કૂદકા મારવાનું ચાલુ રાખ્યું. તેનું શરીર પણ થાકથી દુ:ખવા લાગ્યું. ફરી તેના સાથીદારો તેને પોતાના ભાગ્યને ભરોસે મોતની રાહ જોઈ બેસી રહેવા કહ્યું, પણ થાકેલો દેડકો જીવવાની ઇચ્છાથી વધુને વધુ તાકાતથી કૂદકા મારવા લાગ્યો. અને કૌતુક થયું કે તેની આ કૂદાકૂદને કારણે દૂધનું માખણ થઈ ગયું. દેડકો હવે માખણના થર પર ઊભો રહી શક્યો. હવે બહાર નીકળવાની આશા જણાઈ. છેલ્લે તેણે પૂરી તાકાતથી જોરદાર ઊભો કૂદકો માર્યો અને તે ઘડાની બહાર ફેંકાઈ ગયો. બધા આશ્ચર્યથી દંગ રહી ગયા. બીજા દેડકાઓએ તેની મુક્તિ આનંદથી વધાવી તેઓ તેને પૂછવા લાગ્યા, “અમે તને બહાર નીકળવું અશક્ય છે એમ કહેતા હતા છતાં તે કૂદકા કેમ માર્યા કરતો હતો?” આશ્ચર્યથી દેડકાએ તેઓને સમજાવ્યું કે તે બહેરો હતો. એણે તેઓની ઘાંટા પાડવાની ચેષ્ટાઓ જોઈ તો તે એમ સમજયો કે સહુ તેને તેના પ્રયત્નો માટે બિરદાવે છે. જેને તે પ્રેરણા સમજ્યો હતો એનાથી જ તેને વધુને વધુ જોર કરી કૂદકા મારવાની હિંમત મળી અને ખરેખર અંતે સફળતા મળી. એક કહેવત છે કેં ‘પર્વે ચર્ડ જીભ વડે જ માનવી? તમારા પ્રેરણાદાયી વચનો કૉઈનું જીવંત ઊંચે લઈ જાય અને દવસ સુધાન્ન દે. તમારા બનાશક શબ્દો કોઈના હૃયૉ ઊંડું દુઃખ આપ્ટે, તે શત્રની ગરજ સાર્વે અને તેમના જીવનને પાયમાલ બનાવૈ. તમાત્ર બેદરકારીથી બોલાયેલા શબ્દો માણસને બીજાની નજરમાંથી ઉતારી પાડે છે. બીજા ઉપર તેમના કોઈ સારી છાપ રહેતી નથી. સમજી વિચારીને બોલો. તમનૅ મળતા દરૅકની સાથે પ્રોત્સાહનથી વાત કૉં. તમારૈ બીજાને ઉદારતાના, પ્રશંસાના તથા પ્રેરણાત્મક શબ્દો કહેતા હોય તો આજે જ કહો. તમારા અંતર-સ્માત્માને સાંભળો અને તે મુજબ વ. 160 જૈન કથા સંગ્રહ