________________
158
બોધ કથાઓ
વર્ષ દરમિયાનના વિચાર્યા વગરના કાર્યોથી તારું ભાગ્ય બદલાઈ ગયું. જે તાજ તારા માટે જ નિર્માયો હતો તે કેવળ જમીનમાંથી મળેલા સોનાનો ચરુ બનીને રહી ગયો.” તેણે વિજનને કહ્યું, “તારી પ્રાર્થનાઓ, માનવતા અને ધર્મ પ્રત્યેના વિશ્વાસને કારણે તારું ભાગ્ય પણ બદલાઈ ગયું જે ખૂનીને હાથે તારું મોત થવાનું હતું તે નાના સરખા ઘાથી પૂરું થઈ ગયું. બંને મિત્રો પોતાના કાર્યો તથા તેના પરિણામનો વિચાર કરતાં જિંદગીનો હેતુ સમજીને ગામમાં પાછા ફર્યા.
દરેકના ભાગ્યને તેમનું કર્મ ચલાવે છે. અથવા આ મમાં કે પાછલા કૉઈ જન્મમાં કરેલા સાશં કાર્યાં અને ઉમદા હ્રચાશે તમારા કર્મને ચલાવે છે. પોતાનું ભાત્ર જાણીને વિપુલ તથા વ્રજને તેમનું વર્તન બદલી નાંખ્યું એકની વર્તણુંક ખરાબ થઈ તૉ બીજાની સારી થઈ. ઉદ્ધતાઈ અને ભૌતિક વસ્તુઓ પ્રત્યેના રાગને કારણે પુલના ખરાબ કર્મો બંધાયા. જેથી તેની અવળી ગતિ થઈ. સામે પક્ષે માનવતા, પ્રાર્થના અને દૈવી તત્ત્વમાં વિશ્વાસને કારણૅ વજનના સાશં કર્માં બંધાયા. જેને લીધે તેનું ભાત્ર સારું બન્યું. આપણે સહુ સારી વર્તણુંક દ્વારા વર્તમાન તથા ભવિષ્યને ઉજળું કરી શકીએ.
જૈન ક્થા સંગ્રહ