Book Title: $JES 202G Jain Katha Sangraha
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 157
________________ વિપુલ અને વિજન કુદરતી રીતે જ જંગલની બહાર નીકળતાં વિપુલ આનંદથી પાગલ થઈ ગયો જ્યારે વિજન ખુબ જ નિરાશ અને ખિન્ન થઈ ગયો. શહેરમાં પાછા આવ્યા બાદ વિપુલ ઉદ્ધતાઈથી વર્તવા લાગ્યો, અને બધાંને કહેવા લાગ્યો કે જો તમે કોઈ અશિષ્ટ વર્તન કરશો તો જ્યારે હું રાજા થઈશ ત્યારે તમારું માથું છૂંદી નાંખીશ. ગામના બધા જ લોકો તેનાથી ગભરાવા લાગ્યા. તે સમય દરમિયાન શિક્ષક બનેલો વિજન તેનો સમય ભક્તિભાવથી પ્રાર્થના કરવામાં તથા સમાજના કામોમાં પસાર કરવા લાગ્યો. તે બધા પ્રત્યે ખૂબ જ નમ્ર રહેતો અને દાસીમાંથી બહાર આવવા પ્રયત્ન કરતો . તે મોતથી ગભરાતો ન હતો. હવે પોતાની જાતને નસીબને ભરોસે રાખી હતી. વિજનના સારાં કર્મો અને વિપુલના ખોટા કર્મો તેમના ભાવિને બદલી નાંખે છે છ મહિના પછી વિપુલે વિજનને પોતાના મહેલ માટે જગ્યા પસંદ કરવા મદદ કરવા જણાવ્યું. તેઓ કોઈ ઉજ્જડ પ્રદેશને જોઈ તપાસી માપતા હતા તે દરમિયાન વિપુલને અનાયાસે સોનાના સિક્કા ભરેલો ચરુ મળ્યો. તે ખૂબ જ આનંદમાં આવી ગયો અને વિજનને કહ્યું આ સિક્કાથી પોતે તાજ ખરીદશે. તરત જ તે ચરુ ઝૂંટવી લેવા ઝાડની ઘટા પાછળથી લૂંટારાઓ કૂદી પડ્યા. વિજન પોતાના મિત્રને છોડાવવા ગયો. લૂંટારાઓએ કટારથી તેના પર હુમલો કર્યો. વિજન બચાવ કરવાની યુક્તિઓ જાણતો હોવાથી લૂંટારાઓને ભગાડી મૂક્યા. પણ લૂંટારાઓ તેના ખભા પર કટારનો ઘા કરતા ગયા. પોતાને બચાવ્યો તેથી આભારવશ થઈ વિપુલે ચરુમાંથી અડધા ભાગના સિક્કા વિજનને આપવાનું નક્કી કર્યું, પણ વિજને નમ્રતાપૂર્વક જણાવ્યું કે મારું મોત નજીક છે. તેથી સોનાની મારે કોઈ જરૂર નથી. વિપુલે મળેલા ધનને ગમે તેમ ખાવા-પીવામાં વેડફવા માંડ્યું. એક આખું વર્ષ પસાર થઈ ગયું પણ ન તો વિપુલ રાજા થયો કે ન તો વિજન મર્યો. બંને મિત્રો પાછા જંગલમાં તે વનવાસી સંન્યાસી પાસે ખુલાસો માંગવા ગયા. સંન્યાસી ધ્યાનમાં હતા. તેમણે વિપુલને કહ્યું, “તારા જૈન કથા સંગ્રહ 157

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160