________________
રાજા હંસ
૩૭. રાજા હંસ
રાજપુર નામના શહેરમાં હંસ નામે અતિસુંદર રાજા રાજ્ય કરતો હતો. તેની સત્ય અને અહિંસા પ્રત્યેની ભક્તિને કારણે તે લોકોમાં જાણીતો હતો. રાજપુર શહેરથી બહુ જ દૂર આવેલ રત્નશૃંગ પર્વતની ટોચ પર બનાવેલું સુંદર જૈન મંદિર જૈનોના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવને અર્પણ કર્યું હતું. ચૈત્ર મહિનાની પૂનમે લોકો દૂર દૂરથી તે મંદિરમાં પૂજા માટે આવતા. એક વાર રાજાએ તે મંદિરની મુલાકાત લેવાનું નક્કી કર્યું. પોતાની લાંબી ગેરહાજરીના કારણે તેમના પ્રધાનોને રાજ્યની દેખભાળ રાખવાનું સોંપ્યું. અને આધ્યાત્મિક હેતુસર તેઓ રાજવી પરિવાર સાથે ઊપડી ગયા.
રાજા હંસને ગયાને થોડા દિવસ થયા ને પાડોશી રાજ્યના રાજા અર્જુને રાજ્ય પર હુમલો કર્યો. જોરદાર મુકાબલો કરવા છતાં રાજા હંસનું સૈન્ય હારી ગયું. મોટા મહારથીઓ યુદ્ધમાં માર્યા ગયા. અર્જુને રાજ્ય અને પ્રજા પર પોતાની સત્તા સ્થાપી દીધી. અર્જુને રાજ્ય સિંહાસન મેળવી લીધું, સમમ રાજ્ય પર તેની આણ વર્તાવા લાગી.
મંદિર જતાં રસ્તામાં રાજા હંસે પોતાના સૈન્યના હારના સમાચાર જાણ્યા. રાજાના સલાહકાર નિરાશ થઈ ગયા અને પાછા ફરવાની સલાહ આપી. રાજાએ કહ્યું, “હવે મેં રાજ્ય તો ગુમાવી દીધું છે. આપણે આધ્યાત્મિક હેતુસર જઈ રહ્યા છીએ તો આપણે તે અંગે વિચારવું જોઈએ. તેથી આપણે પૂજા માટે મંદિરે જ જઈએ.” રાજાના નિર્ણયથી બધા દરબારી નિરાશ થયા અને પોતાના કુટુંબીજનોની સલામતીની ચિંતા કરવા લાગ્યા. એક પછી એક બધા દરબારી વિખૂટ પડવા લાગ્યા. છેવટે એકલો છત્ર પકડનાર સેવક જ રાજા સાથે રહ્યો.
મંદિર જવા માટે રસ્તામાં ભયાનક જંગલમાંથી પસાર થવું પડતું. રાજાએ તેનો રાજવી પોષાક તથા અલંકારો ઉતારી કાઢવા અને નોકરને આપી દીધા. જંગલમાંથી પસાર થતી વખતે નોકર પણ રાજાથી છૂટો પડી ગયો.
રસ્તામાં રાજાને એક હરણ દેખાયું અને દોડીને અદશ્ય થઈ ગયું. એક શિકારી હાથમાં ધનુષબાણ લઈ દોડતો ત્યાં આવ્યો અને રાજાને હરણ વિશે પૂછવા લાગ્યો. રાજા સમજતા હતા કે જો તેઓ સત્ય કહેશે તો શિકારી હરણને પકડીને મારી નાંખશે. એણે મનમાં નક્કી કર્યું કે તે શિકારીને કોઈ જવાબ આપશે નહિ. શિકારી સાથે અસંબંધ વાતો કરવા લાગ્યા. તેણે કહ્યું પોતે રાજપુરથી આવે છે. શિકારીએ એની વાત સાંભળ્યા વગર ફરીથી હરણ વિશે પૂછવા માંડ્યું. તેણે જવાબ આપ્યો પોતે રાજા છે. શિકારી
શિકારીના પ્રશ્નોના જવાબ આપવાનું ટાળી હરણનું રક્ષણ કરતા રાજા હંસ
જૈન થા સંગ્રહ
151