Book Title: $JES 202G Jain Katha Sangraha
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 147
________________ વીરચંદ આર. માંથી શ્રી વીરચંદ ગાંધી જૈનધર્મના સિદ્ધાંતોને એવી સરસ અને સરળ રીતે સમજાવતા કે ત્યાંના છાપાંવાળાંઓ તેમના ભાષણને સંપૂર્ણપણે છાપતા. જૈનધર્મના અઘરામાં અઘરા પારિભાષિક શબ્દો તેઓ ખૂબ જ સરળ રીતે સમજાવતા. તેમની પાસે પોતાની વાતને સુસંગત અને તાર્કિક રીતે સમજાવવાની આગવી રાક્તિ હતી જેથી પરિષદમાં જૈનધર્મના સિદ્ધાંતોને ટૂંકમાં છતાં સ્પષ્ટ રીતે રજૂ કરતા. તેમણે જૈનધર્મનું તત્ત્વજ્ઞાન, જૈનધર્મની જીવન જીવવાની રીત તથા જૈનધર્મના સિદ્ધાંતોને બહુ જ સ્પષ્ટપણે સમજાવ્યા. શ્રી વીરચંદ ગાંધીના જૈનધર્મના ભાષણોની આગવી ઢબ હતી કે તેઓ બીજા કોઈ ધર્મની ટીકા કરતા નહિ. સાંપ્રદાયિકતાના ગમા અણગમાથી પર રહીને પોતાના વિચારોને બિન પક્ષપાતી રીતે વ્યક્ત કરવાથી તેઓ આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાંતવાદ આચરનાર એક આદર્શ જૈનની પ્રતિભા પ્રગટ કરતા હતા. જૈનધર્મની પ્રમાણભૂત અને બૌદ્ધિક ધાર્મિક પરંપરાઓને તેઓ જાગ્રત અમેરિકનો આગળ રજૂ કરતા અને તેની પ્રતિતી તેઓ પોતાના વક્તવ્યોમાં ઉત્તમ રીતે કરાવતા. તેમના ભાષણો શહેરના આગળ પડતા છાપાઓમાં ખાસ જગ્યા શોભાવતા. શ્રી વીરચંદ ગાંધી ભારતીય સંસ્કૃતિ અને ધર્મના મહાન પથદર્શક હતા. જૈનધર્મના પ્રકાંડ પંડિત હતા. ધર્મ પરિષદમાં એમણે આપેલા ભાષણોમાં ભારતની સંસ્કૃતિનો સાચો પડધો ોવા મળતો. અમેરિકામાં એવી છાપ હતી કે ભારત તો વાધ, સાપ, જાદુગરો તથા રાજાઓનો દેશ છે. ખ્રિસ્તી પાદરીઓએ પણ ભારતનું બેહૂદું ચિત્ર લોકો સમક્ષ દોર્યું હતું. શ્રી વીરચંદ ગાંધી અને સ્વામી વિવેકાનંદે પરદેશમાં ભારતનું સાચું ચિત્ર રજૂ કરવાના પ્રયાસો કર્યા. પરદેશીઓને ભારતીય સંસ્કૃતિની સમજ આપતા કહ્યું કે, “પરદેશીઓએ વારંવાર ભારત પર હુમલા કર્યા છે. છતાં તેનો સામનો કરતાં ભારતની પ્રજાનો આત્મા જીવંત અને સાવધાન છે. તેની વર્તણૂંક અને ધર્મ સલામત છે. આખી દુનિયા ભારત તરફ મીટ માંડીને બેઠી છે એ આશ્ચર્યજનક સત્ય છે.’ શ્રી વીરચંદ ગાંધી હઠાગ્રહી વ્યક્તિ ન હતા. તેઓ જૈન તરીકે ભાષણ આપતા પણ પરિષદમાં વિદેશીઓના પ્રહારથી હિંદુ ધર્મનો બચાવ કરતા કારણ તેઓ જૈન કરતાં પ્રથમ ભારતીય હતા. તેમણે અમેરિકા અને બીજા દેશોમાં ક્લબ, સાહિત્યિક અને ધાર્મિક મંડળ, તત્ત્વજ્ઞાનની શાળાઓ અને આધ્યાત્મિક સંગઠનો દ્વારા શ્રેષ્ઠ કદરદાની અને પ્રેમાળ આવકાર પ્રાપ્ત કર્યો. પોતાના ભાષણોમાં પશ્ચિમના લોકોને ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતાઓનું જ્ઞાન આપ્યું. ભારતની આઝાદીના પાંચ દાયકા પહેલાં વીરચંદ ગાંધીને ભવિષ્યદર્શન થયેલું. તેમણે તેમના એક ભાષણમાં કહ્યું હતું, "મારા ભાઈઓ અને બહેનો તમે જાણો છો કે આપણું રાષ્ટ્ર સ્વતંત્ર નથી આપણે મહાન રાણી વિક્ટોરીયાના તાબા હેઠળ છીએ. પણ આપણી પોતાની જ સરકાર અને પોતાના જ શાસનકર્તા હોય તો આપણે આપણા કાયદા અને સંસ્થાઓનો મુક્ત અને સ્વતંત્રપણે વહીવટ કરી શકીએ. તો હું ખાત્રી આપું છું કે આપણે જગતના તમામ રાષ્ટ્રો સાથે શાંતિમય સંબંધો સ્થાપી શકીએ.” વીરચંદ ગાંધી માત્ર તત્ત્વજ્ઞાની વિચારક જ ન હતા પણ દિલથી રાષ્ટ્રના હિતચિંતક પણ હતા. તેઓ જ્યારે અમેરિકામાં હતા ત્યારે ઈ. સ. ૧૮૯૯ માં ભારતમાં દુકાળ પડ્યો હતો. તે સમયે રૂ।. ચાલીસ હજારનું અનાજ વહાણમાં ભરીને અમેરિકાથી ભારત મોકલ્યું હતું. અમેરિકામાં વીરચંદ ગાંધીએ જુદા જુદા મંડળો શરૂ કર્યા હતા. (૧) શ્રી ગાંધી તત્ત્વજ્ઞાન મંડળ. (૨) પૌર્વાત્ય તત્ત્વજ્ઞાન શાળા. (૩) ભારતીય સ્ત્રીઓનું શિક્ષણ મંડળ. જૈન થા સંગ્રહ 147

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160