________________
શ્રીમદ રાજન
અનુયાયીઓ –
શ્રીમદે તેમની આધ્યાત્મિક જિંદગી બધાથી અંગત રાખવા પ્રયત્ન કર્યો હતો છતાં તેમને ઓળખી જનાર ઘણાં લોકો અંતિમ મુક્તિ માટે તેમને તેમના માર્ગદર્શક માનતા હતા અને તેમની ભક્તિ કરતા હતા. તેમના કેટલાક અંગત અનુયાયીઓ નીચે પ્રમાણે હતા. શ્રી સોભાગભાઈ -
૯૫૦ પત્રોમાંથી ૩૫૦ પત્રો તો શ્રીમદ્ રાજચંદ્રે શ્રી સોભાગભાઈને જેઓ તેમનાથી ૪૦ વર્ષ મોટા હતા તેમને લખ્યા હતા. પહેલી જ મુલાકાતમાં સોભાગભાઈએ શ્રીમને આત્મજ્ઞાની માણસ તરીકે ઓળખ્યા હતા અને તેમને સાચા ગુરુ માન્યા હતા. તેઓ વર્તનમાં બહુ સાદા હતા અને ભક્તિમાં ખૂબ જ ગંભીર હતા. તેઓ રાજકોટ નજીક આવેલા સાયલાના રહેવાસી હતા. એમની વિનંતીને માન આપીને શ્રીમદ્દે ગેય મહાકાવ્ય આત્મસિદ્ધિ શાસની રચના કરી હતી. જેથી તે યાદ કરવું ખૂબ સરળ બને. તેમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું અને સમાધિ અવસ્થામાં જ તેમનું મૃત્યુ થયું.
શ્રી લઘુરાજ સ્વામી –
શ્રી લઘુરાજ સ્વામી સ્થાનકવાસી જૈન સાધુ હતા અને શ્રીમના ઘણાં ભક્તોમાંના એક અનુયાયી હતા. તેઓ સાધુ હોવાને કારણે સંસારી શ્રીમદ્ પ્રત્યેની ભક્તિના લીધે જૈન સમુદાય તરફથી તેમને ઘણાં મોટાં પ્રશ્નો ઉભા થયા હતા.
શ્રીમદ્ રાજચંદ્રની હાજરીમાં જ એમને અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થયેલું અને વડોદરાની નજીક અગાસ આશ્રમની તેમણે સ્થાપના કરેલી. શ્રીમદ્ રાજચંદ્રના બધા લખાો સાચવવાનો અને મોટા પાયે લો કો સુધી પહોંચાડવાનો જશ આ આશ્રમને જાય છે. શ્રીમદ્ રાજચંદ્રના અનુયાયીઓ માટે અગાસ મહત્ત્વનું સ્થાન છે. આજે પણ ભારતમાં અને ભારતની બહાર શ્રીમદ્ રાજચંદ્રના પચાસ કરતાં પણ વધુ આશ્રમો છે. જ્યાં શ્રીમદ્ રાજચંદ્રના અનુષાથીઓ ભક્તિ કરે છે. અને શ્રીમદ્ રાજચંદ્રના સાહિત્યનો અભ્યાસ કરે છે.
શ્રી અંબાલાલભાઈ
ખંભાતના રહેવાસી શ્રી અંબાલાલભાઈ એકનિષ્ઠ શિષ્ય હતા. જેઓએ પોતાની ઝળહળતી વકીલાત શ્રીમદ્ રાજચંદ્રની સેવા માટે છોડી દીધી. શ્રીમદ્ રાજચંદ્રે તેમને તેમની અસામાન્ય યાદશક્તિને કારણે ધર્મગ્રંથોની નકલ કરવાનું તથા પોતાના પત્રોના ઉતારાનું કામ સોંપ્યું હતું. તેઓ અને શ્રીમદ્ રાજચંદ્રના નાના ભાઈ મનસુખભાઈ શ્રીમદ્ રાજચન્દ્રના પત્રો, સાહિત્ય ભેગું કરતા અને તેને છપાવવાનું કામ સંભાળતા. શ્રીમદ્ પછી ચાર વર્ષે ઈ. સ. ૧૯૦૫ (વિ. સં. ૧૯૬૧) માં અંબાલાલભાઈને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું અને સમાધિ અવસ્થામાં જ નાની ઉંમરે મૃત્યુ પામ્યા.
શ્રી જાભાઈ –
શ્રીમદ્ રાજચંદ્રના દૈવીતત્ત્વને પીછાણનાર સૌ પ્રથમ જૂઠાભાઈ હતા. તેમણે શ્રીમદ્ રાજચંદ્રને તેમના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે સ્વીકાર્યા હતા. તેઓના સંબંધો ગાઢ હતા. જૂઠાભાઈ ઈ. સ. ૧૮૯૦ (વિ. સં. ૧૯૪૬) માં ૨૩ વર્ષની નાની ઉંમરે શ્રીમદ્ભા આશ્રયે પોતાનું આત્મક્લ્યાણ સાધી સમાધિ મૃત્યુને વર્ષા.
શ્રીમદ્ રાજચંદ્રનો ઉપદેશ અને તેમનું પ્રદાન -
શ્રીમદ્ રાજચંદ્રનું તમામ સાહિત્ય ભગવાન મહાવીરના ઉપદેશ પર આધારિત છે. તેમણે આ ઉપદેશ કાવ્ય અને ગદ્યના રૂપમાં
જૈન કથા સંગ્રહ
141