________________
90
ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ
અને મૂંડન કરાવી નાંખ્યું. ભારે સાંકળોથી તેના પગ બાંધીને તેને મકાનના ભોંયરામાં પૂરી દીધી. નોકરોને કડક સૂચના આપી કે ધનાવહ શેઠ આવે ત્યારે ચંદનબાળા ક્યાં છે તે તમારે નહિ કહેવાનું. નહિ તો તમારા હાલ પણ ચંદનબાળા જેવા થશે. મૂલા તરત જ પોતાના પિયર ચાલી ગઈ.
ધનાવહ જ્યારે પ્રવાસેથી પાછા આવ્યા ત્યારે તેમણે ચંદનબાળા કે મૂલાને ન જોયાં. તેમણે નોકરોને પૂછ્યું ત્યારે નોકરોએ મૂલા પિયર ગઈ છે એમ જણાવ્યું, પણ મૂલાની બીકે ચંદનબાળા ક્યાં છે તે કહ્યું નહિ. ચિંતાતુર વદને તેમણે નોકરોને વારંવાર પૂછા કર્યું. “મારી દીકરી ચંદનબાળા ક્યાં છે? મને તમે જે જાણતા હો તે સત્ય કહો.'' છતાં કોઈએ એક હરફ સુદ્ધાં ન કહ્યો. તેઓ ખૂબ ખિન્ન થઈ ગયા અને શું કરવું તે વિચારવા લાગ્યા. એક ઘરડી નોકરબાઈ વિચારવા લાગી, “હું તો ઘરડી થઈ છું. લાંબુ જીવવાની નથી, મૂલા કરી કરીને મને શું કરશે? બહુ તો મને મારી નાંખશે.” આમ વિચારી ચંદનબાળા પ્રત્યેની સહાનુભૂતિથી પ્રેરાઈને મૂલાએ ચંદનબાળા સાથે શું કર્યું અને અત્યારે ચંદનબાળા ક્યાં છે તે વિગતવાર કહ્યું.
તે શેઠને ચંદનબાળાને જ્યાં પૂરી હતી ત્યાં લઈ ગઈ. ધનાવહે ભોંયરાના તાળાં ખોલ્યાં અને ચંદનબાળાને જોઈને તેમને ખૂબ જ આઘાત લાગ્યો. તેમણે ચંદનબાળાને કહ્યું, "મારી વહાલી દીકરી, હું તને અહીંથી બહાર કાઢીશ, તું ખુબ ભૂખી તરસી હોઈશ, પહેલાં મને તારા માટે ખાવાનું લાવવા દે.” તેઓ રસોડામાં ગયા પણ ત્યાં કંઈ જ ખાવાનું ન હતું. એક વાસણમાં બાફેલા અડદ હતા. તે લાવીને ચંદનબાળાને ખાવા આપ્યા. તેની બેડીઓ તોડાવવા માટે તેઓ લુહારને બોલાવવા ગયા.
ચંદનબાળા વિચારવા લાગી કે તેનું જીવન કેવું બદલાઈ ગયું છે. ભાગ્ય માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે? ક્યાં હું સુખી ઘરની રાજકુમારી અને ક્યાં મારી આ અસહાય દશા? તેણે કોઈ સાધુ કે સાધ્વીને પોતાને મળેલ ભોજનમાંથી કંઈક વહોરાવ્યા બાદ જ પોતે ખાશે તેવું વિચાર્યું. તે ઊઠી, બારણાં પાસે ગઈ અને એક પગ ઉંબરાની બહાર અને એક પગ ઉંબરાની અંદર રાખીને બેઠી. તેના આશ્ચર્ય વચ્ચે ભગવાન મહાવીરસ્વામીને તેની તરફ આવતા જોયા. તેમને શ્વેતાંજ ચંદનબાળા ભાવવિભોર થઈ અને તેની આંખમાં આંસુ આવી ગયાં. આંખમાં આંસુ સાથે તેણે કહ્યું, “હે પૂજ્ય ગુરુવર્ય, મારા આ બાકુળા સ્વીકારો.” ભગવાન મહાવીરે
અભિગ્રહ કર્યો હતો. તે અભિગ્રહ પ્રમાણેની વ્યક્તિ પાસેથી જ ગોચરી વહોરી શકે. તેમનો અભિગ્રહ હતો કે –
ખોરાક વહોરાવનાર રાજકુંવરી હોવી જોઈએ
તેને માથે મુંડન હોવું જોઈએ
* તેના પગમાં બેડીઓ હોથી જેઈએ
એક પગ ઉંબરની બહાર અને એક પગ બરની અંદર રાખી આ દ લઈને બેઠી હોય તે જ વહોરાવે
તેની આંખમાં આંસુ હોવા જોઈએ
ભગવાન મહાવીરે જોયું કે પોતાના અભિગ્રહ પ્રમાણે બધું બરાબર છે. અભિગ્રહની તમામ શરતો પૂર્ણ થતાં મહાવીરે ખુશ થઈને ચંદનબાળાના બાકળા વહોર્યા. અભિગ્રહને કારણે મહાવીરને પાંચ માસ અને પચ્ચીસ દિવસના ઉપવાસ થયા હતા. પારણું થવાથી સ્વર્ગના દેવી-દેવતા પણ ખુશ થયા. ત્યાં જ ચમત્કાર થયો અને ચંદનબાળાની બેડીઓ તૂટી ગઈ. માથાના વાળ ઊગી ગયા અને રાજકુંવરી જેવાં વસ્ત્રોમાં શોભીરહી. દૈવદુંદુભિનાનાદથી રાજાશતાનિકવિચારમાં પડ્યા. તે પોતાનારાજપરિવારતથા ગામલોકો સાથે
જૈન ક્થા સંગ્રહ
.