________________
106
ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ
ભદ્રા શેઠાણીએ આ બીના જાણી તો તેમણે માસ મ વીને વેપારીઓને પોતાને ઘેર તેડાવ્યા. તેઓની જવાની જરા પણ ઇચ્છા ન થઈ કારણ કે તેઓ વિચારવા લાગ્યા કે જો રાજા આવી કિંમતી શાલ ન ખરીદી શક્યા તો ગામનો સામાન્ય માણસ તો કેવી રીતે ખરીદી શકે? તેઓ જ્યારે ભદ્રા શેઠાણીને ઘેર પહોંચ્યા ત્યારે શેઠાણીએ પૂછ્યું, “તમારી પાસે કેટલી શાલ છે?” વેપારીએ જણાવ્યું કે સોળ શાલ છે. શેઠાણીએ કહ્યું, “બસ સોળ જ છે! મારે તો બત્રીસ શાલ જોઈએ. કારણ કે મારે બત્રીસ પુત્રવધૂઓ છે.” વેપારીઓને લાગ્યું કે આ મશ્કરી કરે છે, એક ખરીદે તો પણ સારું. શેઠાણીએ કહ્યું, “જાઓ, શાલ લઈ આવો. તેમણે સહેજ પણ વિચાર્યા વિના સોળે સોળ શાલ ખરીદી લીધી. વેપારીઓને ખૂબ જ આશ્ચર્ય થયું. આથી વધુ નવાઈ તો એમને ત્યારે થઈ જ્યારે શેઠાણીએ દરેક શાલના બે કકડા કરી નાંખ્યા, અને દરેક પુત્રવધુને તેમના પગ લુછવા આપ્યા. વેપારીઓ તો આકાર્યથી દિગ્મૂઢ થઈ ગયા. પણ રાજી થતા થતા ચાલ્યા ગયા. પુત્રવધૂઓએ પગ લૂછી તે કટકા ફેંકી દીધા.
પોતાની વહુઓ માટે કિંમતી શાલ ખરીદતા ભદ્રા શેઠાણી
શાલિભદ્રના મહેલના નોકરોમાંથી એક નોકરાણી રાણીને જાણતી હતી. તેથી શાલનો એક કટકો રાણી માટે લઈ લીધો. એક બાજુ રાણી મુઝાયાં પણ સાથે પોતાના રાજ્યમાં આવા શ્રીમંતો પણ છે તે જાણી આનંદ થયો. તેમણે રાજા શ્રેણિકને શાલ વિશેની વાત કરી અને રાજા પણ પોતાના રાજ્યમાં આવા સુખી માણસો વસે છે જેનાથી રાજ્યની કીર્તિ વધે તે જાણી ગર્વ અનુભવ્યો. તેમણે શાલિભદ્રને બિરદાવવા પોતાના દરબારમાં આવવાનું આમંત્રણ આપ્યું. ભદ્રા શેઠાણીએ જાણ્યું તો તેઓ રાજા પાસે ગયા અને કહ્યું કે મારો દીકરો ખૂબ શરમાળ પ્રકૃતિનો છે માટે આપ અમારા મહેલે પધારો, શ્રેણિક રાજાએ આમંત્રણનો સ્વીકાર કર્યો અને શાલિભદ્રના મહેલ પર ગયા. શ્રેણિક રાજાએ શાલિભદ્રનો મહેલ જોયો તો તેમને લાગ્યું કે આની સરખામણીમાં મારો મહેલ તો કંઈ જ નથી. ભદ્રા શેઠાણીએ તેમને બેસવા જણાવ્યું અને શાલિભદ્રને નીચે આવી રાજાને માનપાનથી આવકારવા જણાવ્યું.
શાલિભદ્રને તો રાજા કે રાજ્ય વિશે કંઈ જ ખબર ન હતી. એટલે એને તો એમ થયું કે કોઈ વેપારી આવ્યો હશે અને તેનો માલ જોવા મને બોલાવે છે એટલે એણે કહ્યું, “મારે કંઈ જોવું નથી તમને યોગ્ય લાગે તો તમે ખરીદી લો.” તેની માતાએ કહ્યું, “આ કોઈ વેપારી નથી. તે આપણો રાજા છે. આપણા માલિક છે, એટલે તારે નીચે આવવું જોઈએ. તેમને માનથી આવકારવા જોઈએ.”
જૈન થા સંગ્રહ