________________
ભગવાન મહાવીરના સમય પછીની કથાઓ
બીજા દિવસે દરબાર હકડે ઠઠ ભરાઈ ગયો હતો. સહુને બાળકનું શું થશે તે જાણવાની ઇંતેજારી હતી. સુનંદા વજકુમારને આકર્ષવા રમકડાં, મીઠાઈ તથા અવનવી અનેક વસ્તુઓ લઈને આવી. રાજા અને તેના પ્રધાનો પણ આવી ગયા. મુનિ ધનગિરિ બીજા સાધુઓ સાથે આવી ગયા. દરબારમાં રહેલા રાજા સહિત તમામ દરબારીઓએ સાધુને પ્રણામ કર્યા. વજકુમાર પણ આવ્યો.
રાજાએ વજકુમારને કહ્યું, “વજકુમાર, તમે ખૂબ નાના છો પણ ખૂબ ચતુર છો.” એની મા તરફ આંગળી ચીંધીને કહ્યું, “પેલી તમારી માતા છે. તે ઘણી માયાળુ અને પ્રેમાળ છે. એની પાસે તમારા માટે ઘણાં બધાં રમકડાં, મીઠાઈ તેમ જ સુંદર કપડાં છે. એ તમને પાછા એમની સાથે લઈ જવા ઇચ્છે છે.” બીજી તરફ સાધુ ધનગિરિ તરફ આંગળી ચીંધીને કહ્યું, “ત્યાં એક સાધુ છે જેણે સંસાર છોડી દીધો છે. તેણે પોતાની તમામ વૃત્તિઓને સંયમમાં રાખી જિંદગીના સુખોનો ત્યાગ કર્યો છે. તે સદ્ગુણી અને વંદનને લાયક છે. એ પણ તમને પોતાની પાસે રાખી આધ્યાત્મિક જીવનની તાલીમ આપવા ઇચ્છે છે. હવે તારે નક્કી કરવાનું છે કે તું તારી માતા સાથે જવા માંગે છે કે સાધુ સાથે?”
ટાંકણી પડે તો પણ સંભળાય એવી શાંતિ હતી. દરેક જણ વજકુમાર શું નિર્ણય જાહેર કરે છે તે સાંભળવા ઉત્સુક હતા. તે ઊભો થઈને ચાલવા માંડ્યો. તેણે એક નજર માતા સામે નાંખી તો એક નજર મુનિ ધનગિરિ સામે કરી. સુનંદા મોટેથી બોલાવવા લાગી “દીકરા, આમ આવ, જો હું તારા માટે રમકડાં, મીઠાઈ, નવાં કપડાં બધું લાવી છું. મહેરબાની કરીને મારી પાસે આવી જા.”
આ બાજુ મુનિ ધનગિરિ પાસે ઓઘા (ચાલવાના સમયે રસ્તાના જીવજંતુને બચાવવાનું સાધન) સિવાય કશું ન હતું. તેઓ તેને ઓઘો બતાવવા લાગ્યા.
વજકુમારે ઓઘો લઈ લીધો અને તેનાથી હસતો હસતો નૃત્ય કરવા લાગ્યો. તેણે મુનિ ધનગિરિ સાથે બેસી જવાનું નક્કી કર્યું. આનંદિત ચહેરે ચારે તરફ જોવા લાગ્યો.
દરબારમાં હાજર રહેલા સહુ કોઈ રાજા તથા સુનંદા પણ બાળકની મોજશોખની જિંદગીને બદલે સાધુત્વની દુનિયાની પસંદગી જાણી અચંબામાં પડી ગયા. સુનંદાએ વજકુમારનો નિર્ણય વધાવી લીધો, અને સફળતાના આશીર્વાદ આપ્યા. તેણે આનંદ અને ઉત્સાહથી વજકુમારનો દીક્ષા મહોત્સવ ઉજવ્યો. પાછળથી વજકુમાર મોટા આચાર્ય બન્યા.
ગમે તે ઉંમરૈ મનુષ્યનો આત્મા ધર્મના ઉચ્ચ મૂલ્યો તથા શ્રદ્ધા ધરાવતા શક્તિમાન છે. વજકુમા૨ની વાર્તા આપણને સતે સમજાવે છે કે ધર્મના સાસ્ત્રો તથા ધર્મના મહત્તા શીખવા માટે ઉંમરનો બાંધ ક્યારૈયા આવતો નથી.
120
જૈન કથા સંગ્રહ