________________
સંપ્રતિ રાજા
૩૧. સંપ્રતિ રાજા
ઈ. સ. પૂર્વેની ત્રીજી સદીના પાછલા ભાગમાં અને બીજી સદીની શરૂઆતમાં મહાન જૈન રાજા સંપ્રતિ થઈ ગયા. તે મહાન રાજા અશોકનો પૌત્ર અને રાજા કુણાલનો પુત્ર હતો.
જૈન ઇતિહાસ તેમના જીવનની કેટલીક વિગતો આપે છે. બૌદ્ધ સાહિત્ય તેમનો ઉલ્લેખ પ્રાકૃત નામ સંપદીથી કરે છે. તેમના નામનો ઉલ્લેખ કેટલાક હિંદુ પુરાણોમાં પણ મળે છે. જ્યાં તેમનું નામ સંપ્રતિ, સંપતિ અને સપ્તતિ વગેરે મળે છે. વળી ચલણી સિક્કા પર તેમનું નામ અને અર્ધચંદ્રાકાર મળે છે. સિક્કા ઉપરની અર્ધચંદ્રાકાર છપ જૈનધર્મનું સિધ્ધશિલાનું પ્રતીક છે. નીચે આપેલ ત્રણ ટપકાં જૈનધર્મના પ્રતીકાત્મક સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર સૂચવે છે. કેટલાક સિક્કા ઉપર ત્રણ ટપકાંની નીચે સાથિયો જોવા મળે છે. આ એમનો જૈન રાજા હોવાનો નક્કર પૂરાવો છે.
રાજા સંપ્રતિનો ઉછેર અને અભ્યાસ અવંતિ નગરીમાં થયા હતા. ઇ.સ.પૂર્વે ૨૩૨માં તેઓ અતિ નગરના રાજા થયા. એ રાજકુમાર હતા ત્યારે એમણે જૈન પરંપરાના મુખ્ય આચાર્ય સુહસ્તિસૂરિ દ્વારા દોરવાતો જૈન વરઘોડો જોયો હતો. આચાર્યને જોઈને રાજા સંપ્રતિને લાગ્યું કે પહેલાં મેં ક્યાંક એમનજોયા છે. બહુ વિચારને અંતે તેમને જ્ઞાન થયું કે મારા પહેલાના ભવમાં આ આચાર્ય મારા ગુરુ હતા. રાજા સંપ્રતિએ ગુરુને વંદન કર્યા અને તેમને પૂછ્યું કે આપ ગયા ભવમાં મારા ગુરૂ હતા તે આપ જાણો છો ? થોડીવાર વિચારીને આચાર્યને યાદ આવ્યું કે રાજા સંપ્રતિ ગયા ભવમાં તેમના શિષ્ય હતા.
રાજા સંપ્રતિના જીવનના વિવિધ પ્રસંગો
આચાર્ય સુહસ્તિસૂરિ જ્યારે કૌસંબીમાં હતા ત્યારે ભયંકર દુકાળ પડ્યો હતો. દુકાળ દરમિયાન જૈન સાધુને ગોચરી મેળવવામાં બહુ તકલીફ પડતી હતી. જૈન ગૃહસ્થો સાધુને ગોચરી મળી રહે તેનું ખાસ ધ્યાન રાખતા. તે સમયે એક ખૂબ જ ગરીબ માણસ ભૂખે
જૈન કથા સંગ્રહ
121