Book Title: $JES 202G Jain Katha Sangraha
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 130
________________ ભગવાન મહાવીરના સમય પછીની કથાઓ જાત્રાની સ્મૃતિ રૂપે એક ઊંટ પર બેસાડેલું પોતાનું પૂતળું દેરાસરના મુખ્ય સંકુલમાં જવાના રસ્તામાં મૂકાવ્યું. હાલમાં તે પાપપુણ્યની બારી તરીકે ઓળખાય છે. તે સમયે પર્વત પર લાકડાનું મંદિર હતું. જ્યારે ઉદયન ત્યાં ભગવાનની ભક્તિ કરવા બેઠા હતા ત્યારે એક ઉંદર સળગતી રૂની વાટ મોમાં લઈને આજુબાજુ ઘૂમ્યા કરતો હતો. તેમણે ઉંદરના મોંમાંથી વાટ તો લઈ લીધી પણ તેમને થયું કે કો'ક દિવસ આ ઉંદરને કારણે આગ લાગે, તેથી તેમણે ત્યાં નવું આરસનું મંદિર બનાવવાનું નક્કી કર્યું. સુમવારને પકડવામાં તેઓ સફળ થયા પણ ઝપાઝપીમાં તેઓ બહુ જ ખરાબ રીતે ઘવાયા અને મોત સામે ઝઝૂમ્યા. મરણ પથારીએ પડેલા ઉદયને પોતાના દીકરાઓને શત્રુંજયની ટેકરીઓ પર આવેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું કહ્યું. તેઓએ પિતાને તેમની ઇચ્છા પૂર્ણ કરવાનું વચન આપ્યું. પોતાની ઇચ્છા પરિપૂર્ણ થશે એમ જાણતાં ઉદયનનું ખૂબ જ શાંતિથી મૃત્યુ થયું. આંબડ અને બાહડ – ઉદયનને ચાર દીકરા હતા. આંબડ, બાહડ, ચાહડ અને સોલ્લક. આંબડ કવિ અને બહાદુર યોદ્ધો હતો. તે રાજા કુમારપાળનો અમલદાર બન્યો. એણે શત્રુંજયની ટેકરીના પશ્ચિમ વિભાગે પગથી (રસ્તો) બનાવી, જે આજે ઘેટીની પાગ તરીકે ઓળખાય છે. એણે ધોળકામાં આવેલા ઉદાવસહી દહેરાસરનો વિસ્તાર કર્યો, અને ભરુચમાં આવેલા શુકનિકા વિહારનો જીર્ણોદ્ધાર કર્યો. આંબડે રાજા કુમારપાળને વચન આપ્યું હતું કે રાજ્યની સેવા નિષ્ઠા અને નીતિથી કરીશ. રાજા પછી તેના વારસદાર રાજા અજયપાલ ગાદી પર આવ્યા. તેણે રાજા કુમારપાલની તમામ નીતિઓ બદલી નાંખી. અજયપાલે આંબડને તાબે કરવા ટુકડી મોકલી. આંબડ અજયપાલને તાબે ન થયો, અને લડતાં લડતાં મૃત્યુ પામ્યો. બીજો દીકરો બાહડ (જે વાહદ તરીકે પણ ઓળખાતો) મુત્સદી અને રાજકારણી હતો. તેણે પહેલા રાજા સિદ્ધરાજ સાથે કામ કર્યું. અને રાજા કુમારપાળના અમલ દરમિયાન તેમનો વિશ્વાસુ જમણો હાથ બનીને રહ્યો. જ્યારે કુમારપાળે સોમનાથના મંદિરના જીર્ણોદ્ધારનું કામ શરૂ કર્યું તો આખું કામ બાહડને સોંપવામાં આવ્યું જે એણે ખૂબ જ સફતપૂર્વક પાર પાડ્યું. પિતાએ આપેલી પ્રતિજ્ઞાનું પાલન કરવા તેણે શત્રુંજય પર્વત પર દેરાસર બંધાવવાનું કામ, ઈ. સ. ૧૫૫૫ માં શરૂ કર્યું. એકવાર તીવ્ર વંટોળિયાને કારણે દેરાસરનો એક ભાગ તૂટી પડ્યો. બાહડે ભવિષ્યમાં ગમે તેવો વંટોળ આવે તો પણ તૂટી ન પડે તે પ્રમાણે મંદિરનું સમારકામ કરાવ્યું. મંદિરના બાંધકામ પાછળ એક રસિક ટૂંકી વાર્તા સંકળાયેલી છે. બાહડે જ્યારે મંદિરનું કામ હાથમાં લીધું ત્યારે ઘણાં લોકો તેમનો ફાળો આ કામમાં આપવા માંગતા હતા. સખાવત કરનારની યાદી તૈયાર કરવામાં આવી. એ સમયે ભીમ નામનો ઘી વેચતો ગરીબ માણસ તે ગામમાં રહેતો હતો. જ્યાં યાદી બનતી હતી તે જગ્યાએ એક દિવસ તે પહોંચી ગયો. તેને પણ આ કામમાં ફાળો આપવાની તીવ્ર ઇચ્છા હતી, પણ એ દિવસે તેને ફક્ત એક જ સિક્કો મળ્યો હતો. લોકો જ્યાં લાખો સિક્કા આપતા હોય ત્યાં પોતાના એક સિક્કાની કિંમત શું? બાહડ તેની ઉત્કંઠા જાણી ગયો. તેને એક બાજુ બોલાવ્યો. એણે ખૂબ જ નમ્રતાથી એ જે કંઈ આપવા ઇચ્છે તે આપવા કહ્યું. ભીમને ખૂબ જ સંકોચ થયો. છતાં તેણે કહ્યું, “આજના દિવસે એ જે સિક્કો કમાયો છે તે ફાળામાં આપવા ઇચ્છે છે.” બાહડે સિક્કો સ્વીકાર્યો એટલું જ નહિ પણ ભીમનું નામ દાતારની યાદીમાં ટોચ પર લખ્યું. બીજા બધાએ તેમ કરવાનો ખુલાસો માંગ્યો તો બાહડે જણાવ્યું કે બીજા ફાળો આપનાર - પોતે સુદ્ધાં – પોતાની મૂડીનો થોડો ભાગ આપે છે જ્યારે ભીમે તો એની સમગ્ર મૂડી આમાં આપી છે. ( 130 જૈન કથા સંગ્રહ

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160