________________
શાલિભદ્ર
માલિક’ શબ્દ એના કાનમાં ગુંજવા લાગ્યો. તેને નવાઈ લાગી. “મારા ઉપર વળી મારો માલિક કેમ? હું જ મારી જાતનો માલિક છું.” આવું વિચારતાં વિચારતાં તે નીચે આવ્યો. રાજાને માનથી બેસાડ્યા. પણ તે લાંબો સમય ત્યાં ઊભા ન રહ્યા. તેના માથે રાજા અને માલિક છે એવું જાણતાં એના મગજમાં ‘હું સ્વતંત્ર વ્યક્તિ નથી’ એ જ વિચારો ચાલવા લાગ્યા. એને એના પિતાનો વિચાર આવ્યો (જે સાધુ બન્યા હતા, અને જિંદગીનો સાચો અર્થ સમજાયો. એમણે એ જ ક્ષણે સાધુ બનવાનું નક્કી કર્યું અને પોતાના કુટુંબને પોતાના નિર્ણયની જાણ કરી. એમની માતાએ અને પત્નીઓએ તેને થોડો વધુ સમય રોકાઈ જવા સમજાવ્યો. તેમણે સંસાર છોડવાનું તો નક્કી કર્યું જ હતું, પણ પોતાના કુટુંબનો તાત્કાલિક ત્યાગ કરવાને બદલે બત્રીસ પત્નીઓ સાથે એકએક દિવસ રહેવાનું નક્કી કર્યું. બત્રીસમા દિવસ પછી તે સાધુ બની જશે. એ જ દિવસથી તેમણે તેનો અમલ શરૂ કરી દીધો.
શાલિભદ્રને સુભદ્રા નામની બહેન હતી જે ધન્ના શેઠને પરણી હતી. ધન્ના શેઠને આઠ પત્નીઓ હતી. એક દિવસ સુભદ્રા ધન્ના શેઠને સ્નાન કરાવતી હતી. એકાએક ધન્નાશેઠના શરીર પર સુભદ્રાના આંસુ પડ્યા. શા માટે રડે છે? એમ પૂછતાં સુભદ્રાએ કહ્યું કે મારો ભાઈ બધું છોડીને સાધુ થવાનો છે. એ દરેક પત્ની સાથે એક એક દિવસ પસાર કરીને બત્રીસમા દિવસે સાધુ થશે. ધન્નાએ મશ્કરી કરી અને સુભદ્રાને કહ્યું, “તારો ભાઈ કાયર અને ડરપોક છે. એને સાધુ થવું જ છે તો શા માટે બત્રીસ દિવસની રાહ જોવી?” આ સાંભળીને સુભદ્રા દુઃખી થઈ અને તેના પતિને કહ્યું, “કહેવું સહેલું છે પણ કરવું અઘરું છે.” આ સાંભળીને ધન્નાના મગજમાં ઝબકારો થયો અને પોતાની પત્નીને કહ્યું, “હું આ ક્ષણે જ આઠે ય પત્નીઓનો ત્યાગ કરીને સાધુ થઈ જાઉં છું” સુભદ્રાને નવાઈ લાગી, તેને લાગ્યું કે તેનો પતિ મશ્કરી કરે છે. ધન્નાએ કહ્યું, “હવે ઘણું મોડું થાય છે, મેં સાધુ થવાનું મક્કમપણે નક્કી કર્યું જ છે. તમારે પણ મારી સાથે જોડાવું હોય તો બહુ આનંદની વાત છે.” ધન્ના શેઠની મક્કમતા જોઈને સુભદ્રા તથા બીજી સાત પત્નીઓ પણ સાધ્વી થવા તૈયાર થઈ.
ધન્ના શેઠ પછી ત્યાંથી તેના સાળા શાલિભદ્રના મહેલે ગયા અને પડકારતાં કહ્યું, “હે શાલિભદ્ર, જો તું તારા કુટુંબને અને અન્ય વસ્તુઓને છોડવા માંગતો હોય તો શેની રાહ જુએ છે! કાળનો ભરોસો ન રાખ ચાલ મારી સાથે જોડાઈ જા.”
શાલિભદ્રએ તેની વાત સાંભળી અને તેનો પડકાર સ્વીકારી લીધો. એણે એની પત્નીઓને તથા કુટુંબના અન્ય સભ્યોને કહ્યું, “હું તમારા બધાંનો ત્યાગ આજે જ કરું છું.” તે નીચે ગયો અને તેના બનેવી સાથે નીકળી પડ્યો. તેની પત્નીઓ પણ તેની સાથે થઈ. બધાં મહાવીરસ્વામી પાસે ગયા. દીક્ષા લઈ સાધુ સાધ્વી બની ગયા.
સાધુ તરીકે આકરી તપશ્ચર્યા કર્યા બાદ ધન્ના અને શાલિભદ્રનો નવો જન્મ સ્વર્ગમાં થયો. ત્યાંનો સમય પૂરો થતાં ફરી નવો માનવ જન્મ ધારણ કરશે અને મુક્તિ મેળવશે.
ન:૨વાર્થ સેવા હંમેશા સાચું સુખ આપે છે. પાડૉશીને મદદ ઍ સમાજની સેવા દરકાર છે. દયા તથા પૉપકારનો ગુણ જીવનમાં એ નાના બાળકને (શાલભદ્રના ) અન્નેકગણો બદલો માખે છે. પરિણામૈ તે સહેલાઈથી બધું છૉડી શઠે છે. સત્યાર્થી હંમેશા આપણા સ્માત્મા ઉપર પોતાની છાપ અંકિત કરૂં છે. સત્કાર્યો અને પ્રાયશ્ચિત આત્માને મુક્તિ ભણી લઈ જાય છે.
|
જૈન કથા સંગ્રહ
10)