________________
ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ
૨L. ૨ાજા શ્રેણિક અને રાણી ચેલા
આ ભગવાન મહાવીરના સમયની વાત છે. તે વખતે વૈશાલીનો રાજા ચેટક હતો. તેને ચેલણા નામે સુંદર રાજકુંવરી હતી. એક વખત એક ચિત્રકારે ચેલણાનું ચિત્ર દોર્યું અને મગધના રાજા શ્રેણિકને બતાવ્યું. ચેલણાની સુંદરતા જોઈને શ્રેણિક તેના પ્રેમમાં પડી ગયો. એક વખત ચેલણા મગધ આવી હતી. જ્યાં તેણે શ્રેણિકને જોયો અને તે પણ તેના પ્રેમમાં પડી ગઈ. બન્નેના બહુ જલદી લગ્ન પણ થઈ ગયાં.
રાણી ચેલણા જૈનધર્મને બહુ ચુસ્ત રીતે માનતી હતી. જયારે શ્રેણિક બૌદ્ધ ધર્મને માનતો હતો. આમ તો રાજા ઉદાર અને વિશાળ હૃદયનો હતો છતાં કોણ જાણે કેમ તેને ચેલણા જૈન સાધુઓ પ્રત્યે ભક્તિ રાખતી તે ગમતું નહિ. જૈન સાધુઓ ઢોંગી હોય છે તેવું ચેલણાને સાબિત કરી આપવા રાજા ઇચ્છતા હતા. રાજા શ્રેણિક દૃઢપણે માનતા હતા કે જૈન સાધુ જૈન તત્ત્વજ્ઞાનમાં બતાવ્યા પ્રમાણે જાત પરનો સંયમ તથા અહિંસાનું પાલન પૂર્ણરૂપે કરી શકતા જ નથી. તેઓનો મનની શાંતિ અને સ્થિતપ્રજ્ઞ જેવો વ્યવહાર ઉપર છલ્લો જ હોય છે. ચેલણા રાજાના આ વલણથી ખૂબ વ્યથિત રહેતી.
જૈન સાધુની સમદષ્ટિ અને સૌમ્યતાની કસોટી કરતા રાજા શ્રેણિક
એકવાર રાજા શ્રેણિક શિકાર કરવા ગયા હતા. ત્યાં તેમણે જૈન સાધુ યમધરને ઊંડા ધ્યાનમાં જોયા. શ્રેણિકે પોતાના શિકારી કૂતરા યમધર પાછળ છોડ્યા પણ તેઓ તો શાંત અને ઊંડા ધ્યાનમાં જ રહ્યા. સાધુની સ્વસ્થતા અને શાંતિ જોઈને કૂતરા પણ શાંત થઈ ગયા. રાજા શ્રેણિક ગુસ્સે થયા અને વિચારવા લાગ્યા કે સાધુએ કોઈ જાદુ કર્યો લાગે છે તેથી તેમણે સાધુ તરફ તીર છોડવા માંડ્યા પણ તીર ધાર્યા નિશાન પર જતા ન હતાં, તેથી રાજા શ્રેણિક બહુ અસ્વસ્થ થયા. અંતે મરેલા સાપ યમધરના ગળા ફરતે ભરાવીને તેઓ મહેલમાં પાછા આવી ગયા. રાજાએ મહેલ પર આવીને રાણી ચેલણાને આખો બનાવ વિગતવાર કહ્યો. રાણીને યમધર માટે
| 108
જૈન કથા સંગ્રહ