________________
થકુમાર
30. વજ્રકુમાર
તુંબીવન શહેરમાં ધનગિરિ નામનો પૈસાદાર બ્રાહ્મણ રહેતો હતો. તેને સુનંદા નામે સુંદર પત્ની હતી. તેઓ ખૂબ જ આનંદથી જીવતા હતા. સુનંદા જ્યારે ગર્ભવતી હતી ત્યારે એણે એક સુંદર સ્વપ્ન જોયું હતું. તેના વિદ્વાન પતિને તેણે સ્વપ્નાની વાત કરી. તેના પતિએ કહ્યું કે તું સુંદર અને તેજસ્વી બાળકને જન્મ આપશે.
એક દિવસ સિંહગિરિ નામના જૈન આચાર્ય તે શહેરમાં આવ્યા. ધનગિગિર અને તેની પત્ની સુનંદા તેમનું વ્યાખ્યાન સાંભળવા નિયમિતપણે જતા. આચાર્યનો ઉપદેશ સાંભળીને ધનગિરિનો આત્મા જાગ્રત થઈ ગયો અને તેને સંપત્તિ, કુટુંબ તથા જગતના તમામ સુખોમાંથી રસ ઊઠી ગયો. તેો સંસાર છોડીને સાધુ થવાનું નક્કી કર્યું. તેણે પોતાની પત્નીને પોતાનો નિર્ણય જણાવ્યો, તેને ખૂબ જ આઘાત લાગ્યો. તેણે પોતાના પતિને સાથે જ રહીને જિંદગી વિતાવીએ તેમ સમજાવવા પ્રયત્ન કર્યો. આપણને જ્યારે બાળક આવવાનું છે તો આપણે બંને સાથે જ બાળકનો ઉછેર કરીએ. પણ ધનગિરિ કોઈ હિસાબે પોતાના નિર્ણયમાં બાંધછોડ કરવા તૈયાર ન હતા. તેણે પોતાના કુટુંબને આર્થિક મુશ્કેલી ના પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરી. સુનંદા ધર્મિષ્ઠ વેપારી ધનપાલની દીકરી હતી તેથી તેને ધર્મમાં ઊંડી સમજ હતી, તેથી તેને ધનગિરિનો નિર્ણય સ્વીકારી લીધો. પોતે એક સદ્ગુણી માણસની પત્ની હતી તેમ માની પોતાની જાતને આશ્વાસન આપ્યું.
થોડા સમય બાદ સુનંદાએ સુંદર પુત્રને જન્મ આપ્યો. તે ખૂબ જ હસમુખો હોવાથી સહુને વહાલો હતો. જોતાવેંત જ સહુને ગમી જતો. સુનંદાએ તેનો જન્મ પ્રસંગ આનંદથી ઊજવ્યો. દીકરાને ઉછેરવાનું સુખ તેને મળ્યું પણ લાંબો સમય ના ટક્યું. એક વાર પાડોશમાંથી મળવા આવેલી સ્ત્રીઓ તેના પતિ વિશે વાતો કરવા લાગી. એક સ્ત્રીએ કહ્યું, “જો ધનગિરિએ દીક્ષા ન લીધી હોત તો પુત્રજન્મની ઊજવણી ધામધૂમથી કરી હોત.' ભાળક નાનો હતો પણ 'દીક્ષા' શબ્દ સાંભળતાં વિચારમાં પડી ગયો. એને એમ લાગ્યું કે ‘દીક્ષા’ રાબ્દ પહેલાં ક્યાંક સાંભળ્યો છે. વિચાર કરતાં કરતાં એકાએક તેને તેનો પાછલો ભવ યાદ આવ્યો. એને સમજાયું કે તે સાચા આધ્યાત્મિક માર્ગ પર છે. તેણે નક્કી કર્યું કે મને માનવ અવતાર મળ્યો છે તો એનો હું મારા આત્માના ઉદ્ધાર માટે પૂરેપૂરો ઉપયોગ કરીશ. એ પણ એના પિતાની જેમ સાધુ થશે. પોતાની માતા તેને દીક્ષા નહિ લેવા દે એ પણ એને સમજાઈ ગયું, કારણ કે એ જ એનું સર્વસ્વ હતો, તેથી માતાની આજ્ઞા મેળવવા શું કરવું તે અંગે વિચારવા લાગ્યો.
અંતે એણે એવું નક્કી કર્યું કે માતા તેને મનથી હા નહિ પાડે તો તે એવી પરિસ્થિતિનું નિર્માણ કરશે કે તે તેનાથી કંટાળીને તેને જવા દે, તે પારણામાં સુતો નાનો બાળક હતો અને એ વિચારવા લાગ્યો, “હું સતત રડ્યા જ કરીશ તો મારાથી કંટાળી જશે અને છુટકારો મેળવવા પ્રયત્ન કરશે.” તેણે પોતાનો વિચાર બીજી જ પળે અમલમાં મૂક્યો. તેણે જોરજોરથી રડવાનું શરૂ કર્યું. તેની માતાએ આવીને તેને શાંત કરવા માંડ્યો પણ તે છાનો ન જ રહ્યો. તેના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. તે તેને વૈદ્ય પાસે લઈ ગઈ. પણ તેમની દવાથી પણ ફેર ન પડ્યો. બાળકની યુક્તિ કારગત નિવડી. બાળકને ખૂબ પ્રેમ કરતા પાડોશીઓ પણ બાળકના રડવાથી કંટાળી ગયા. તેની માતા બાળકનું શું કરવું તે નક્કી ન કરી શકી. બાળક છ મહિનાનું હતું ત્યારે સાધુ ધનિંગર (બાળકના પિતા) અને આચાર્ય સિંહગિરિ ફરી તે નગરીમાં આવ્યા. સુનંદાએ જ્યારે જાણ્યું ત્યારે તેણે બાળક તેના પિતાને આપવાનું વિચાર્યું.
રોજના ગોચરીના સમય પ્રમાણે ધનગિરિ મુનિએ ગોચરી માટે આચાર્યની આજ્ઞા માંગી. આચાર્ય સિંહગિરિએ કહ્યું, “ધનગિરિ આજે કોઈ તમને જીવંત વસ્તુ આપે તો પણ તમે સ્વીકારજો.’’ આચાર્ય પાસે અગમ્ય શક્તિ હતી અને તેમને ખબર હતી કે ધનિગિર શું વહોરીને લાવશે. રોજ જુદા જુદા ઘરે ગોચરી લેવા જતાં આજે સુનંદાના ઘરે પહોંચ્યા, 'ધર્મલાભ’ (તમને યોગ્ય ધર્મનો લાભ થાઓ કરીને ઊભા રહ્યા. સુનંદા અવાજને ઓળખી ગઈ. તેમણે મુનિ ધનગિરિને આવકાર્યા અને આનંદ વ્યક્ત કર્યો અને ગોચરી માટે ઘરમાં પધારવા કહ્યું.
જૈન કથા સંગ્રહ
117