________________
મેઘકુમાર
આખી રાત ઊંધી ના શક્યા. તેમનું શરીર અને સંચારો ધૂળથી ભરાઈ ગયાં. તેમને લાગ્યું કે તે આવી કઠોર જિંદગી પોતે જીવી નહિ શકે, અને તેથી સાધુપણું છોડી દેવાનું વિચાર્યું.
સવારે તેઓ ભગવાન મહાવીર પાસે ઘેર પાછા જવાની આજ્ઞા માંગવા ગયા. રાતના મેઘકુમારને પડેલી તકલીફોથી ભગવાન માહિતગાર હતા તેથી તેમણે કહ્યું, “મેઘકુમાર, તમને યાદ નથી પણ પાછલા ભવમાં તમે ધણી તકલીફો વેઠી છે.”
“પાછલી જિંદગીમાં તમે મેરુપ્રભુ નામે હાથીઓના રાજા હતા. એકવાર જંગલમાં ભયંકર આગ લાગી હતી ત્યારે તેમાંથી તમે
પાછલા જન્મમાં હાથીના અવતારે સસલાનો જીવ બચાવતા મેઘકુમાર
મહામહેનતે છટકી શક્યા હતા. તમે વિચાર્યું કે જંગલમાં ફરી આગ લાગે તો બધા પ્રાણીઓને આશરો મળે તેવું કરવું જોઈએ આના માટે તમે જંગલની ઘણી બધી જમીન પરથી ઝાડ-પાન દૂર કરી દીધા. ત્યાં આજુબાજુ ઉગેલું ઘાસ પણ કાઢી નાંખ્યું.’
“એક વાર જંગલમાં ફરી ભયાનક દાવાનળ ફાટી નીકળ્યો. બધાં પ્રાણીઓ દોડીને તમે સાફ કરેલી જગ્યા પર આશરો લેવા આવી પહોંચ્યા. તમે પણ ત્યાં જ હતા. તે સમયે તમે પગ પર ખણજ આવવાથી પગ ઊંચો કર્યો. તે જ સમયે એક સસલું તમારા પગ નીચેની જમીન પર આશરો લેવા દોડી આવ્યું. સસલાને રક્ષણ આપવા તમે તમારો પગ ઊંચો જ રાખ્યો. બે આખા અને ત્રીજા અડધા દિવસ બાદ આગ બુઝાઈ. આ બધા જ સમય દરમિયાન તમે પગ ઊંચો રાખીને જ ઊભા રહ્યા.”
“આગ બુઝાઈ ગયા પછી બધા પ્રાણીઓ પાછા ફર્યા ત્યારે તમે પગ નીચે મૂકવાનો પ્રયત્ન કર્યો. પણ પગ એવો અકડાઈ ગયો હતો કે તમે તમારું સંતુલન ન ાળવી શક્યા અને પડી ગયા. અસહ્ય વેદનાને કારણે તમે ઊભા ના થઈ શક્યા. ત્રણ દિવસ અને રાત તમે અસહ્ય પીડામાં પડી રહ્યા. એમને એમ તમારું મૃત્યુ થયું. સસલા પ્રત્યેની દયાને કારણે રાજા શ્રેણિકના પુત્ર તરીકે જન્મ્યા. એક સસલા માટે તમે આટલું બધું સહન કર્યું તો બદલામાં આ જન્મે કિંમતી માનવ અવતાર મળ્યો, તો પછી અજાણતાં જ સાથી
જૈન કથા સંગ્રહ
95